ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ની (Adipurush) રિલીઝમાં હવે માત્ર 3 દિવસ બાકી છે. પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ 16 જૂને રિલીઝ થવાની છે. હાલ આખી ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મને લઈને દર્શકોમાં ક્રેઝ પણ જોવા મળી રહ્યો છે અને ફિલ્મ નિષ્ણાતોના મતે ફિલ્મ પહેલા દિવસે જ રેકોર્ડ કમાણી કરી શકે છે.
થોડા દિવસો પહેલા, નિર્માતાઓએ માહિતી આપી હતી કે દરેક થિયેટરમાં ‘હનુમાનજી’ના નામ પર એક સીટ અનામત રાખવામાં આવશે. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે જો તમારે ‘હનુમાનજી’ પાસે સીટ જોઈએ છે તો તમારે તમારા ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે.
ફિલ્મ ‘આદિપુરુષ’ લોકોમાં ક્રેઝ બનાવવામાં સફળ રહી છે અને હવે આ ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે. લોકોમાં ફિલ્મ જોવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, એડવાન્સ બુકિંગ સતત વધી રહ્યું છે અને નેશનલ મલ્ટિપ્લેક્સમાં લગભગ 18 હજાર ટિકિટ વેચાઈ છે અને આગામી બે દિવસમાં આ આંકડો વધુ વધશે. આ દરમિયાન, થિયેટરમાં ‘હનુમાનજી’ પાસેના બેઠકને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. કયા નસીબદાર દર્શકને ‘સંકટ મોચક’ની બાજુમાં બેસીને ફિલ્મ જોવાનો મોકો મળશે? આ અંગે વાતચીત શરૂ થઈ ગઈ છે.
‘હનુમાનજી’ માટે 1 સીટ ખાલી રાખવાનો વિચાર સામાન્ય દર્શકોને આકર્ષી રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જો તમારે ‘હનુમાનજી’ પાસે બેસવું હોય તો તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. એટલે કે તેની પાસીની સીટ માટે ટિકિટની કિંમત બમણી હશે. સોશિયલ મીડિયા પર સતત આવી રહેલા આ સમાચારો પછી, T-Seriesએ એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં ટિકિટની કિંમત વિશે સાચી વાત કહેવામાં આવી છે.
There are misleading reports circulating in the media regarding #Adipurush ticket pricing. We want to clarify that there will be no differences in rates for seats next to the one reserved for Hanuman Ji! Don’t fall for false information!
Jai Shri Ram! 🙏🏹
— T-Series (@TSeries) June 11, 2023
T-Series દ્વારા કરવામાં આવેલા ટ્વિટ અનુસાર આદિપુરુષની ટિકિટના ભાવને લઈને કેટલીક ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે હનુમાનજીની બાજુની સીટ માટે ટિકિટની કિંમત અલગ નહીં હોય, તમામ સીટ માટે ટિકિટની કિંમત એકસરખી રહેશે. કોઈ ખોટી માહિતીમાં ફસાશો નહીં.
તમને જણાવી દઈએ કે, ઓમ રાઉત દ્વારા લિખિત અને નિર્દેશિત પેન ઈન્ડિયા ફિલ્મ ‘આદિપુરુષ’ 16 જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો