ઓળખો કોણ..? માતા અને બહેનની સાથે રહેલી આ બાળકી બોલિવુડની સુપર સ્ટાર છે, બેક ટુ બેક મુવી આપીને મચાવે છે ધૂમ

Actress Childhood Image : આ દિવસોમાં બોલિવૂડની બે સુપરસ્ટાર બહેનોના બાળપણના ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો જોઈને આ બંને અભિનેત્રીઓને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે. શું તમે આ અભિનેત્રીઓને ઓળખી શકો છો?

ઓળખો કોણ..? માતા અને બહેનની સાથે રહેલી આ બાળકી બોલિવુડની સુપર સ્ટાર છે, બેક ટુ બેક મુવી આપીને મચાવે છે ધૂમ
Bollywood Actress Viral Childhood Photo
| Edited By: | Updated on: Jan 30, 2023 | 2:01 PM

Actress Childhood Image : આ દિવસોમાં બોલિવૂડ સેલેબ્સના બાળપણની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ફેન્સ હંમેશા તેમના મનપસંદ સ્ટાર્સના બાળપણના ફોટા જોવા માટે ઉત્સુક હોય છે. આજકાલ સોશિયલ મીડિયા પર બે નાની બાળકીઓનો એક બહુ જૂનો ફોટો પ્રકાશિત થયો છે. આ બંનેનું બોલિવૂડમાં મોટું નામ છે. ફોટામાં માતાના ખોળામાં બેઠેલી આ બાળકી આજે બોલિવૂડ ફેમસ એકટ્રેસ છે. તો ચાલો જોઈએ કે તમે આ અભિનેત્રીને ઓળખી શકો છો કે નહીં.

આ ફોટો ઘણો જૂનો છે, તેથી તેને ઓળખવો મુશ્કેલ છે. તેથી જ તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી 50 વર્ષની ઉંમરમાં પણ બેક ટુ બેક હિટ ફિલ્મો આપી રહી છે. ગયા વર્ષે આ અભિનેત્રીની બે ફિલ્મો રિલીઝ થઈ હતી અને બંને ફિલ્મોએ બોક્સ-ઓફિસ પર કમાણીનો નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. જો તમને હજુ પણ સમજ ન પડી હોય તો તમને જણાવી દઈએ કે, માતાના ખોળામાં બેઠેલી આ નાની બાળકી બીજું કોઈ નહીં પણ તબ્બુ છે.

આ પણ વાંચો : Tabu Birthday Special : તબ્બુ આ સાઉથ એક્ટર સાથે 10 વર્ષથી હતી રિલેશનશિપમાં, છતાં લગ્ન કરી શકી નહીં

તબ્બુની મોટી બહેન ફરાહ નાઝ પણ બોલિવુડમાં ધુમ મચાવે છે

તબ્બુની મોટી બહેન ફરાહ નાઝ ફોટોમાં જોવા મળી રહી છે. ફોટોમાં ફરાહ તેની માતાની બાજુમાં ઉભી જોવા મળી રહી છે જ્યારે તબ્બુ તેની માતાના ખોળામાં બેઠી છે. તમને જણાવી દઈએ કે, તબ્બુની મોટી બહેન ફરાહ નાઝ પણ બોલિવૂડમાં સારું નામ કમાઈ ચૂકી છે. ફરાહે 1985માં યશ ચોપરાની ફિલ્મ ‘ફાસલે’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ગયા વર્ષે તબ્બુની બે ફિલ્મો હિટ

તબ્બુની ‘ભૂલ ભુલૈયા 2’ અને ‘દ્રશ્યમ 2’ 2022માં રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. ગયા વર્ષે બોલિવૂડની કેટલીક ફિલ્મો જ બોક્સ-ઓફિસ પર સફળ રહી હતી, જેમાંથી તબ્બુની બે ફિલ્મો હતી.

‘ભોલા’માં આવશે નજર

અભિનેત્રીએ પણ નવા વર્ષની જોરદાર શરૂઆત કરી છે. તબ્બુની ફિલ્મ ‘કુત્તે’ થોડાં સમય પહેલા રીલિઝ થઈ છે. આ ફિલ્મથી તબ્બુ ઘણી ચર્ચામાંં આવી છે. હવે આ અભિનેત્રી ટૂંક સમયમાં અજય દેવગનની ફિલ્મ ‘ભોલા’માં જોવા મળશે. આ ફિલ્મમાં પણ તબ્બુ પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે.