દરિયા કિનારે નોરા ફતેહીએ કર્યો એવો ડાન્સ, એક-એક મૂવ્સ જોઈને ફેન્સ બોલ્યા- ઉફ્ફ તેરી અદા..

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી (Nora Fatehi) પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. આ દરમિયાન તેનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

દરિયા કિનારે નોરા ફતેહીએ કર્યો એવો ડાન્સ, એક-એક મૂવ્સ જોઈને ફેન્સ બોલ્યા- ઉફ્ફ તેરી અદા..
| Edited By: | Updated on: Oct 15, 2022 | 3:16 PM

Nora Fatehi Dance Video: બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીને (Nora Fatehi) કોઈ ઓળખાણની જરૂર નથી. એક્ટ્રેસે પોતાના કામ અને મહેનતથી પોતાનું એક અલગ સ્થાન હાંસલ કર્યું છે. નોરા ફતેહી તેના જોરદાર ડાન્સ માટે પણ જાણીતી છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેના ફેન્સ સાથે તેના ડાન્સ વીડિયો (Dance Video) અને તસવીરો શેયર કરતી રહે છે. આ દરમિયાન નોરાએ તેનો લેટેસ્ટ ડાન્સ વીડિયો શેયર કર્યો છે.

નોરાએ આ ડાન્સ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દરિયા કિનારે નોરા ફતેહીના કિલર ડાન્સ મૂવ્સ જોઈને બધા હેરાન થઈ જાય છે. હોટ અને બોલ્ડ એક્ટ્રેસ તેના ડાન્સથી ધૂમ મચાવતી જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નોરાએ પિંક કલરનું બ્રાલેટ અને ડેનિમ શોર્ટ કૈરી કર્યું છે. આ વીડિયોમાં નોરા સાથે તેના બે મિત્રો પણ જોવા મળી રહ્યા છે. પરંતુ નોરા સાથે સ્પર્ધા દરેક વ્યક્તિ કરી શકતું નથી.

નોરા ફતેહીની આ સ્ટાઈલને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એક્ટ્રેસ તેના ડાન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. નોરા ફતેહી બિગ બોસ 9માં જોવા મળી હતી. ત્યાંથી અત્યાર સુધી તે પોતાના કરિયરને ઊંચાઈ પર લઈ ગઈ છે. એક્ટ્રેસ પોતાની પર્સનલ જિંદગીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

નોરા ફતેહીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, એક્ટ્રેસ ટૂંક સમયમાં બોલિવૂડ એક્ટર અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની અપકમિંગ ફિલ્મ થેંક ગોડમાં જોવા મળશે. આ સિવાય નોરા ફતેહી પણ સુપરસ્ટાર જ્હોન અબ્રાહમ સાથે કોમેડી ડ્રામા ફિલ્મ 100 પર્સન્ટમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. એક્ટ્રેસે અત્યાર સુધી સલમાન ખાન સહિત ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. નોરા ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ને જજ કરી રહી છે. જ્યાં તેનો ડાન્સ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે એક સમય એવો હતો જ્યારે એક્ટ્રેસ પોતે પણ આ શોની સ્પર્ધક રહી ચુકી છે.

Follow Us