
સાઉથ અને બોલિવુડ અભિનેત્રી હાલમાં અનેક પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. પોતાના વ્યસ્ત શેડ્યુલની એક ઝલક દેખાડી છે. તેમણે પોતાના વ્યસ્ત શેડ્યુલના દિવસને યાદ કરતા કહ્યું કે, શૂટિંગ વચ્ચે તેમણે 41 કલાક ઊંઘ કર્યા વગર કામ કર્યું છે.તેનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે. જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 8 કલાકની શિફ્ટ વિશે ચર્ચાઓ થઈ રહી હતી. અભિનેત્રી કીર્તિ સુરેશે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક વીડિયો અને ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તેના ચહેરા પર થાક સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 41 કલાકથી કામ કરી રહી છું. તેની આ વાત સાંભળી ચાહકો પણ ચોંકી ગયા છે. તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી વીડિયોમાં કેપ્શનમાં લખ્યું, આ પોસ્ટ કરવાની મને હિંમત ન હતી કારણ કે, હું એક શૂટથી બીજા શૂટ પર ભાગી રહી હતી. સુતા પહેલા હું સતત 41 કલાક જાગી રહી છું. આ સાથે અભિનેત્રીએ કહ્યું હાલ રુમમાં આવી છું. 20 કલાક કામમાં પસાર થયા છે. કાલ સવારે 6 વાગ્યે નીકળી હતી. મહત્વની વાત એ છે કે, મને મારા આગળના કામ માટે જવા નીકળવાનું છે.આટલો થાક લાગવા છતાં કીર્તિ સુરેશ કામ પર ધ્યાન આપ્યું.
તેની આ પોસ્ટ જોઈ ચાહકો ખુશ છે. ચાહકોનું કહેવું છે કે, તેનું આ સમર્પણ દેખાડે છે. જેમણે ઈન્ડસ્ટ્રીમાં સૌથી મહેનતું અભિનેત્રીમાંથી એક બનાવી છે. આ પહેલા અભિનેત્રીએ કામ વચ્ચે મળનાર નાના બ્રેક વચ્ચે એક મિરર સેલ્ફી પણ શેર કરી હતી.
કીર્તિ સુરેશે એક શૂટ પર જતા પહેલા પોતાના અંદાજ સાથે પોસ્ટ અને અપડેટ આપી હતી. પોતાની સફેદ ટી શર્ટ પર લખેલું સ્લોગન તરફ ઈશારો કરતા તેમણે લખ્યું હવે શૂટ માટે નીકળી રહી છું.
કીર્તિ સુરેશના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો. હાલમાં અનેક પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. ટુંક સમયમાં સત્યવાન સાવિત્રી ,રફતાર,અક્કા, રાઉડી જર્નાદન, અને વેંકીઅનિલ5 નામની ફિલ્મોમાં જોવા મળશે.