કેટરીના અને વિક્કીના ઘરે ગુંજશે કિલકારી, પ્રેગ્નન્ટ છે અભિનેત્રી કેટરિના કૈફ? જુઓ વીડિયો

|

Nov 17, 2023 | 5:11 PM

કેટરિના કૈફ અને વિકી કુશલના ઘરે ટૂંક સમયમાં એક નાનું મહેમાન આવવાનું છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ અભિનેત્રીનો એક વીડિયો જોઈને ચાહકો આવું અનુમાન લગાવી રહ્યા છે. બંન્ને હાલમાં પોતાના અપકમિંગ પ્રોજેક્ટને લઈને વ્યસ્ત છે.

કેટરીના અને વિક્કીના ઘરે ગુંજશે કિલકારી, પ્રેગ્નન્ટ છે અભિનેત્રી કેટરિના કૈફ? જુઓ વીડિયો

Follow us on

બોલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ હાલમાં ટાઈગર 3ને લઈ ખુબ ચર્ચામાં છે. જેને લઈ ફરી એક વાર કેટરીના ચર્ચામાં આવી છે. એવા સમાચાર છે કે, અભિનેત્રી વિક્કી કૌશલ પિતા બનશે કારણ કે, કેટરિના કૈફ પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે અને હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, આવું પહેલી વખત નથી થયું કે, અભિનેત્રીના પ્રેગ્નેટના સમાચાર ફેલાયા હોય.

પ્રેગ્નેસીની અફવાઓએ ચાહકોને ઉત્સાહિત કર્યા

હાલમાં જ અભિનેત્રી કેટરીના કૈફનો ઓનલાઈન વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટરીના ડેનિમ જેકટની સાથે બ્રાઉન કલરનું ટોપ પહેરી જોવા મળી રહી છે. આ વીડિયોમાં ચાહકોને તેનું બેબી બમ્પ નજરે આવ્યું હતુ.આ વખતે પણ તેની પ્રથમ પ્રેગ્નેસીની અફવાઓએ ચાહકોને ઉત્સાહિત કર્યા છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

 

 

વીડિયો જોઈ એક યુઝરે લખ્યું કે, તમારા સુંદર દિવસોનો આનંદ લો. કેટલાક ચાહકો તો બંન્ને શુભકામના પણ પાઠવી રહ્યા છે.

બંન્નેના ફિલ્મી પ્રોજેક્ટને લઈને વ્યસ્ત

કેટરિના કૈફ અને તેમનો પતિ વિક્કી કૌશલ હાલમાં બંન્નેના ફિલ્મી પ્રોજેક્ટને લઈને વ્યસ્ત છે. હાલમાં અભિનેત્રીની ફિલ્મ ટાઈગર 3 ધમાલ મચાવી રહી છે. ત્યારબાદ તેની અપકમિંગ ફિલ્મ મેરી ક્રિસમસમાં જોવા મળશે. આ ફિલ્મ 2024 જાન્યુઆરીમાં રિલીઝ થશે. ફિલ્મમાં તેની સાથે પહેલી વખત સાઉથ સ્ટાર મશહુર અભિનેતા વિજય સેતુપતિ જોવા મળશે.

 

 

ક્યારે થયા હતા કેટરીના અને વિક્કીના લગ્ન

કેટરીના કૈફ અને વિક્કી કૌશલે 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં શાહી લગ્ન કર્યા હતા. કેટ વિક્કીના લગ્ન ખુબ ચર્ચામાં પણ રહ્યા હતા. આ પહેલા પણ અનેક વખત કેટરીનાના પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર ફેલાય ચૂક્યા છે.

આ પણ વાંચો : બિગ બોસના ઘરમાં કોઈ બીમાર પડે તો તેની સારવાર કેવી રીતે થાય છે? જાણો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:05 pm, Fri, 17 November 23

Next Article