Ileana D’cruz Pregnant: ફિલ્મ એકટ્રેસ ઈલિયાના ડીક્રુઝે મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર તેની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે ન્યૂ બોર્ન બેબીની એક ડ્રેસ અને ગળાનું પેન્ડન્ટ શેયર કર્યું અને લખ્યું કે તે તેના લિટિલ ડાર્લિંગને મળવા આતુર છે. ઈલિયાનાની આ પોસ્ટ પર તેની માતા સહિત અનેક ફિલ્મ સ્ટાર્સે તેને અભિનંદન પાઠવ્યા છે. પરંતુ ઘણા લોકો પૂછવા લાગ્યા કે બાળકનો પિતા કોણ છે?
ઈલિયાના ડીક્રુઝની આ પોસ્ટ પર લોકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો તેને અભિનંદન આપી રહ્યા છે અને ઘણા તેના પિતા વિશે સવાલો પૂછી રહ્યા છે. પરંતુ ઈલિયાના તેના પરિવાર કે કોઈ મિત્રએ ઈલિયાનાના પાર્ટનર વિશે કોઈ જાણકારી આપી નથી.
થોડા વર્ષો પહેલા ઈલિયાના ડીક્રુઝ એન્ડ્રુયૂ નીબોન નામના એક વ્યક્તિને ડેટ કરતી હતી. તેણે એક વખત નીબોનને બેસ્ટ હબી કહ્યો હતો. પરંતુ ઈલિયાના ડીક્રુઝ અને નીબોને લગ્ન કર્યા હતા કે નહીં, બંનેમાંથી કોઈએ ક્યારેય આ વિશે કંઈ કહ્યું નથી. ત્યારબાદ વર્ષ 2019માં ઈલિયાના અને નીબોનના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા.
નીબોન સાથેના તેના બ્રેકઅપને લઈને ઈલિયાના ડીક્રુઝે તે સમયે કહ્યું હતું કે, “હું દુઃખી નથી. જ્યારે તમે આવા સમયમાંથી પસાર થાવ છો, ત્યારે તમે તમારા પરિવાર અને મિત્રોની કિંમત સમજો છો. મારી સાથે આવું થયું છે. ઈલિયાનાએ કહ્યું હતું કે તે સમય દરમિયાન તેના પરિવાર અને નજીકના મિત્રોએ તેને ખૂબ સપોર્ટ કર્યો હતો.
ગયા વર્ષે ઈલિયાના ડીક્રુઝ કેટરીના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલ સાથે નામ જોડાયું હતું. બંનેના લગ્નના સમાચાર આવી ગયા હતા. કેટરિનાનો બર્થડે મનાવવા માટે ઘણા લોકો માલદીવ ગયા હતા, જેમાં ઈલિયાના ડીક્રુઝ પણ સામેલ હતી. કેટરીનાનો ભાઈ સેબેસ્ટિયન પણ આ ટ્રિપમાં સામેલ હતો. કેટરિના અને ઈલિયાના ડીક્રુઝે પણ આ ટ્રિપની ઘણી તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેયર કરી હતી.
કોફી વિથ કરણ દરમિયાન હોસ્ટ કરણ જોહરે ઈલિયાના અને કેટરિનાના ભાઈ વચ્ચેના સંબંધોને કન્ફર્મ કર્યા હતા. તે સમયે કરણે કેટરિનાને પૂછ્યું હતું કે શું પરિવારમાં બોલિવુડમાંથી પરિવારમાં બીજું કોઈ સામેલ થશે, જેમ કે ઈલિયાના, પરંતુ અમારે કન્ફર્મ કરવાની જરૂર નથી. કરણે કહ્યું કે મેં માલદીવ ટ્રિપની તસવીરો જોઈ અને હું વિચારી રહ્યો હતો કે બંને એક પાર્ટીમાં મળ્યા અને આટલી ઝડપથી આગળ વધી ગયા.
આ પણ વાંચો : Sana Khan Video: પ્રેગ્નન્ટ સના ખાનનો હાથ ખેંચતો જોવા મળ્યો પતિ અનસ, વીડિયો સામે આવતા ગુસ્સે થયા લોકો
આ સવાલ પર કેટરીના કૈફે જવાબ આપ્યો, “કરણ બધું જુએ છે. કરણની આંખો કંઈ મિસ કરતી નથી.” પરંતુ કેટરિનાએ આ સવાલનો સીધો જવાબ આપ્યો નથી.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 3:08 pm, Tue, 18 April 23