ન્યૂડ ફોટોશૂટ કેસમાં રણવીર સિંહે પોલીસ સામે નોંધાવ્યું નિવેદન, પોતાને નિર્દોષ ગણાવ્યો

|

Aug 29, 2022 | 1:53 PM

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કેસમાં મુંબઈ પોલીસની સામે પોતાનું નિવેદન નોંધ્યું છે. તાજેતરમાં તેણે એક ઇન્ટરનેશનલ મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું.

ન્યૂડ ફોટોશૂટ કેસમાં રણવીર સિંહે પોલીસ સામે નોંધાવ્યું નિવેદન, પોતાને નિર્દોષ ગણાવ્યો
ન્યૂડ ફોટોશૂટ કેસમાં રણવીર સિંહે પોલીસ સામે નોંધાવ્યું નિવેદન
Image Credit source: Instagram

Follow us on

Ranveer Singh Nude Phtotoshoot : ન્યૂડ ફોટોશૂટ મામલે રણવીર સિંહે (Ranveer Singh) ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવ્યું છે. રણવીર સિંહે પોતાનું નિવેદન સવારે 7 કલાકથી 9:30 સુધીમાં નોંધાવ્યું છે. તે પોતાના સ્ટેટમેન્ટ દરમિયાન પોતાને નિર્દોષ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, મારું ધ્યેય કોઈને ઠેસ પહોંચાડવાનો નથી. રણવીર સિંહે કહ્યું કે, આ વાતનો અંદાજો ન હતો કે, આ ફોટોશૂટ (Nude Phtotoshoot) તેના માટે મુસીબત ઉભી કરશે.

રણવીરે પોલીસની સામે પોતાનું નિવેદન નોંધ્યું

ન્યૂડ ફોટોશૂટ કરાવ્યા બાદ સર્જાયેલા વિવાદ પર હવે રણવીર સિંહે પોલીસ સામે પોતાનું નિવેદન નોંધાવ્યું છે. રણવીર સિંહે આ ન્યૂડ ફોટોશૂટ એક ઇન્ટરનેશનલ મેગેઝિન ‘પેપર’ માટે કરાવ્યું હતું, આ ન્યૂડ ફોટોશૂટ પછી તેને ટીકાનો સામનો કરવો પડ્યો હતો એટલું જ નહીં, તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. આ ન્યૂડ ફોટોશૂટ કેસમાં તેનું નિવેદન નોંધવા બદલ પોલીસે અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ નોટિસ જાહેર કરી હતી.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

 

રણવીર સિંહે બે કલાક સુધી પૂછપરછ કરી

રણવીર સિંહ તેની કાનૂની ટીમ સાથે પોતાનું નિવેદન નોંધવા માટે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે લગભગ બે કલાક સુધી રણવીર સિંહનું નિવેદન નોંધ્યું. પોલીસે રણવીરને 30 ઓગસ્ટ એટલે કે આવતીકાલે હાજર થવા કહ્યું હતું, પરંતુ રણવીર સિંહ એક દિવસ પહેલા જ પોલીસ પાસે પહોંચ્યો અને તેનું નિવેદન નોંધ્યું. બે કલાકની પૂછપરછ દરમિયાન, રણવીર સિંહ અને તેની કાનૂની ટીમે પોલીસને ખાતરી આપી હતી કે, તેઓ આગળની તપાસમાં તેમને સહકાર આપશે.તમને જણાવી દઈએ કે,રણવીર સિંહ વિરુદ્ધ આઈપીસીની કલમ 509, 292, 294 અને આઈટી એક્ટના સેક્શન 67A હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

 

 

રણવીર સિંહે આ ન્યૂડ ફોટોશૂટ એક ઇન્ટરનેશનલ મેગેઝિન ‘પેપર’ માટે કરાવ્યું હતું,થોડા દિવસો પહેલા રણવીર સિંહ ‘કોફી વિથ કરણ 7’ના એક એપિસોડમાં જોવા મળ્યો હતો, જ્યાં તેને ખુલાસો કર્યો હતો કે તે તેની માતાની ડાયમંડ ઈયરિંગ્સ પહેરે છે. તે તેને ખૂબ પસંદ છે. મમ્મી તરફથી મળેલી આ ડાયમંડ ઈયરિંગ્સના બદલામાં તેને તેની મમ્મીને આના કરતાં મોટી ડાયમંડ ઈયરિંગ્સ આપી.

Next Article