Salman Khan Death Threat Case: બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) અને તેના પિતા સલીમ ખાનને ધમકીભર્યો પત્ર આપવાના કેસમાં એક મોટી વાત સામે આવી છે. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આ તપાસ દરમિયાન એક મોટો ઝટકો લાગ્યો છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moose Wala) મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા સૌરવ ઉર્ફે મહાકાલે સલમાન ખાનને ધમકી આપવાની બાબતમાં ક્રાઈમ બ્રાન્ચને પૂરી રીતે ગેરમાર્ગે દોરવાની કોશિશ કરી છે. સૌરવ ઉર્ફે મહાકાલે પૂછપરછમાં ક્રાઈમ બ્રાંચને જણાવ્યું હતું કે, ગોલ્ડી બ્રારના ઓર્ડર પર રાજસ્થાનના જલોરથી 2 લોકો મુંબઈ આવ્યા હતા અને સલમાન ખાનના ઘર પાસે ધમકીભર્યો પત્ર લગાવ્યો હતો.
મહાકાલે પૂછપરછમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને એ પણ જણાવ્યું હતું કે જે લોકોએ સલમાન ખાનના ઘરની બહાર પત્ર રાખ્યો હતો તેઓ પાલઘરમાં રોકાયા હતા અને એક ફેક્ટરીમાં પણ કામ કરતા હતા. મહાકાલના નિવેદન બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાલઘરના વાડામાં સર્ચ કર્યું. પાલઘરમાં સર્ચ કર્યા બાદ રાજસ્થાન ગયેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ મહાકાલ દ્વારા જણાવવામાં આવેલા લોકો સાથે જોડાયેલી માહિતી પણ શોધી કાઢી હતી. તપાસ પૂરી કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી કે જે લોકોને મહાકાલ પત્ર સલમાન ખાનના ઘર પાસે રાખવાનું કહેતો હતો તે લોકો આમર્સ સ્મગલિંગના કેસમાં પહેલાથી જ જેલમાં હતા. રાજસ્થાનના શિરોહીમાં એક જ્વેલર્સની દુકાનની લૂંટના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન સૌરવ ઉર્ફે મહાકાલે ફરી એકવાર ક્રાઈમ બ્રાન્ચને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. તેણે ક્રાઈમ બ્રાન્ચને જણાવ્યું કે તે પત્ર રાખનારા ત્રણ લોકોને મળ્યો ન હતો, પરંતુ 7 મહિના પહેલા કલ્યાણ સ્ટેશન પર મળ્યો હતો. તે સમયે ગોલ્ડી બ્રારે સલમાન ખાનને ધમકી આપવા માટે તેને મોકલ્યો હતો, પરંતુ મહાકાલે તેની સાથે ગયો ન હતો. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ અત્યાર સુધી તેઓ આ કેસમાં લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, વિક્રમ બ્રાર સાથે જોડાયેલા કોઈપણ ઇનપુટને સલમાન ખાન કેસ સાથે સંબંધિત સીધો લિંક કરી શક્યા નથી.
5 જૂને સલમાન ખાનના પિતા સલીમ ખાનને સવારે વોક કરતી વખતે એક પાર્કમાં એક પત્ર મળ્યો હતો. આ પત્રમાં સલીમ ખાન અને સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો ત્યારે આ બાબતમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું, જેણે પહેલા પણ સલમાનને મારી નાખવાની ધમકી આપી છે. હાલમાં જ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે આ ખુલાસો કર્યો છે કે આ બાબતની પાછળ લોરેન્સ બિશ્નોઈનો પણ હાથ છે. સલમાન ખાનને ધમકી આપવા પાછળનો હેતુ બોલિવૂડમાં ગભરાટ ફેલાવવાનો અને મુંબઈના મોટા સ્ટાર્સ અને મોટા બિઝનેસમેન પાસેથી પૈસા વસૂલવાનો હતો.
Published On - 4:29 pm, Wed, 15 June 22