ગુરુના સેટ પર ઍશ્વર્યાને નક્લી રિંગથી કર્યુ પ્રપોઝ, ખરાબ એક્ટીંગ માટે બિગ-Bના દીકરાને મહિલાએ માર્યો તમાચો- વાંચો જુનિયર બચ્ચનની સિનિયર વાતો

અભિષેક બચ્ચને જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો ત્યારે દર્શકોને તેની પાસેથી કંઈક વધુ જ અપેક્ષા હતી. સદીના મહાનાયકના દીકરા પાસે દર્શકોને કંઈક વધુ અપેક્ષા હોય એ સ્વાભાવિક પણ છે પરંતુ કિસ્મતે અભિષેકનો એવો સાથ ન આપ્યો અને લગાતાર તેની એક બાદ એક ફિલ્મો ફ્લોપ થતી ગઈ જેના કારણે અભિષેકને ભારે આલોચનાનો સામનો કરવો પડ્યો, એક એવો કઠિન સમય પણ આવ્યો જ્યારે બોલિવુડના આ દિગ્ગજ સ્ટારના દીકરાને ઘરની બહાર પણ નીકળવામાં ડર લાગતો હતો. આખરે ગુરુ ફિલ્મે તેનો એવો તો કમબેક આપ્યો કે ચાહકો આજે પણ તેમને ગુરુભાઈથી સંબંધે છે.

ગુરુના સેટ પર ઍશ્વર્યાને નક્લી રિંગથી કર્યુ પ્રપોઝ, ખરાબ એક્ટીંગ માટે બિગ-Bના દીકરાને મહિલાએ માર્યો તમાચો- વાંચો જુનિયર બચ્ચનની સિનિયર વાતો
| Updated on: Feb 05, 2026 | 3:39 PM

જુનિયર બચ્ચનથી ઓળખાતા અભિષેક બચ્ચન આજે તેનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સદીના મહાનાયકનો દીકરો હોવાને નાતે અભિષેક બચ્ચન પાસેથી હંમેશા દર્શકોની અપેક્ષા કંઈક વધુ જ રહી. આ જુનિયર બચ્ચનને પોતાની એક આગવી ઓળખ બનાવવામાં ભારે મશક્કત કરવી પડી. તેના માટે આ રાહ બિલકુલ આસાન ન રહી. બોલિવુડમાં પગ રાખતાની સાથે જ એક બાદ એક સતત ફ્લોપ ફિલ્મો આપવાને કારણે તેને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો. સતત નિષ્ફળતા મળવા છતા તેમણે હાર ન માની અને મહેનત કરવાનું ચાલુ રાખ્યુ. એ જ મહેનતે આજે તેમને ઓટીટીનો બચ્ચન બનાવી દીધો છે. વર્ષ 2022માં આવેલી તેની વેબસિરિઝ બ્રીધ: ઈન ટુ ધ શેડોઝ ને દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

એક મહિલાએ માર્યો તમાચો

ફ્લોપ ફિલ્મો અને ખરાબ એક્ટીંગને કારણે અભિષેકને એક મહિલા દર્શકે તમાચો પણ મારી દીધો હતો. એ બાદ એક સમય એવો પણ આવ્યો કે જુનિયર બચ્ચનન ઘરની બહાર નીકળતા પણ ડર લાગતો હતો. આ અંગે BAFTA ને આપેલા એક ઈન્ટરવ્યુમાં અભિષેકે ખુદ જણાવ્યુ હતુ. અભિષેકે વર્ષ 2002ની એક ઘટના જણાવી. શરારત ફિલ્મની રિલીઝ થઈ હતી અને તેઓ ગેલેક્સી થિયેટરમાં એ જોવા માટે પહોંચ્યા હતા. ત્યારે થિયેટરમાંથી બહાર નીકળતી વખતે એક મહિલાએ તેની પાસે આવી કંઈજ બોલ્યા વિના ગુસ્સામાં તેને તમાચો મારી દીધો અને કહ્યુ તુ તારા પરિવારનું નામ બદનામ કરી રહ્યો છે, એક્ટીંગ છોડી દે.

તેમણે કહ્યુ સતત ફિલ્મો ફ્લોપ જતી હોવાથી તેમની હિંમત તૂટવા લાગી હતી અને આત્મવિશ્વાસ ડગવા લાગ્યો હતો. એક સમય તો એવો આવ્યો કે ઘરમાંથી બહાર નીકળવામાં પણ શરમ આવતી હતી અને લોકોની નજર અને વાતોથી જ તેંમને ડર લાગવા લાગ્યો હતો. એ સમયે પિતા બિગ બીના શબ્દોએ તેને ઘણી હિંમત આપી હતી.
બિગ બીએ જુનિયર બચ્ચનને કહ્યુ, “મે તને હાર માની લેવા માટે મોટો નથી કર્યો, મે તને જિંદગી સામે લડતા શીખવ્યુ છે, તારામાં કાબેલિયત છે. તારી દરેક ફિલ્મની સાથે તુ વધુને વધુ સારુ કરી રહ્યો છે, ભલે હજુ મંજિલ દૂર હોય પરંતુ કામ કરતો રહે કેમરા સામે વધુને વધુ સમય વિતાવ.” બસ આ શબ્દો અભિષેકની તાકાત બની ગયા અને એ પછી ગુરુ ફિલ્મમાં તો તેમણે સહુની બોલતી બંધ કરી દીધી.

ગુરુના સેટ પર નક્લી રિંગથી એશ્વર્યાને પ્રપોઝ કર્યુ

અભિષેકે ફિલ્મ ગુરુના પ્રીમિયર દરમિયાન ઍશ્વર્યાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતુ. એ સમયે તેઓ ન્યૂયોર્કમાં હતા, ત્યારે બાલકનીમાં તેમણે એક રિંગ સાથે ઍશ્વર્યાને પ્રપોઝ કર્યુ. આ રિગ કોઈ કિંમતી ડાયમંડ રિંગ ન હતી. તે તો ગુરુના સેટની એક પ્રોપ રિંગ હી. પ્રોપ રિંગ એટલે શુટીંગમાં ઉપયોગમાં લેવાયેલી રિંગ. આ રિંગ તો સાવ નક્લી હતી. જો કે ઍશ્વર્યા પણ તે જાણતી હતી અને તેણે તરત જ લગ્ન માટે યસ કહી દીધુ હતુ.

હોલિવુડ એક્ટર વિલ સ્મીથનો રેકોર્ડ તોડ્યો

અભિષેકે વિલ સ્મિથના નામે નોંધાયેલો ગિનિઢ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તોડીને પોતાને નામ કર્યો છે. અભિષેકના નામે 12 કલાક સૌથી વધુ પબ્લિક એપીયરેન્સમાં કામ કરવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

આ અમેરિકી રોકસ્ટારે ચુટકીઓમાં કરાવી દીધી IND-USની ડીલ, એવુ તો શું કર્યુ કે ટ્રમ્પ તરત માની ગયા-વાંચો

Published On - 3:39 pm, Thu, 5 February 26