Ghoomer Teaser : એક હાથે બોલર દેશ માટે કેવી રીતે ક્રિકેટ રમશે? અભિષેક બચ્ચન-સૈયામી ખેરની ઘૂમરનું ટીઝર જુઓ

દિગ્દર્શક આર બાલ્કીની આગામી ફિલ્મ ઘૂમરનું ટીઝર (Ghoomer Teaser ) રિલીઝ થયું છે. જેમાં અભિષેક બચ્ચન અને સૈયામી ખેર છે. આ ફિલ્મ એક એવી છોકરીની સ્ટોરી પર આધારિત છે જે એક હાથે ટીમ ઈન્ડિયામાં રમવાનું સપનું જુએ છે. ફિલ્મનું ટ્રેલર ત્રણ દિવસ પછી આવશે.

Ghoomer Teaser : એક હાથે બોલર દેશ માટે કેવી રીતે ક્રિકેટ રમશે? અભિષેક બચ્ચન-સૈયામી ખેરની ઘૂમરનું ટીઝર જુઓ
| Edited By: | Updated on: Jul 31, 2023 | 1:09 PM

Ghoomer Teaser : એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી અને રણવીર સિંહની ’83’ જેવા ક્રિકેટરો પર આધારિત બાયોપિક્સ બાદ હવે ફરી એકવાર બોલિવૂડમાં ક્રિકેટ પર ફિલ્મ આવી રહી છે. ફિલ્મનું નામ ઘૂમર (Ghoomer Teaser ) છે અને તે એક એવી છોકરીની સ્ટોરી કહેશે જેની પાસે માત્ર એક હાથ છે પરંતુ તેનું ઝનૂન બે હાથ વાળા બોલરથી પણ વધુ છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન કોચના રોલમાં છે જ્યારે સૈયામી ખેર લીડ રોલમાં છે. જેમાં અંગદ બેદી અને શબાના આઝમી જેવા કલાકારો પણ જોવા મળશે.

આ પણ વાંચો : રોકી અને રાનીએ આલિયા-રણવીરની ફી કરતા પણ વધુ કમાણી કરી, જાણો બોક્સ ઓફિસ કલેક્શન

ટીઝરમાં અભિષેક બચ્ચનના અવાજમાં ડાયલોગ સંભળાય રહ્યો છે. અભિષેક બચ્ચન કહે છે લોઝિકલી એક હાથથી કોઈ રમી શકે નહિ, ટીઝરમાં અભિષેક અને સૈયામીની ઝલક બતાવવામાં આવી છે. સૈયામી ખેર સફેદ યુનિફોર્મ પહેરેલી અને હાથમાં લાલ બોલ પકડેલી જોવા મળે છે. પરંતુ તેને એક જ હાથ છે. બીજો હાથ માત્ર કોણી સુધી છે. ટીઝરમાં તે બોલિંગ કરતી નથી પરંતુ તેના બોલ ચોક્કસપણે સ્ટમ્પ ઉડાડતા જોવા મળે છે.

 

 

18 ઓગસ્ટે રિલીઝ થશે ધૂમર

ફિલ્મનું નિર્દેશન પા, શમિતાભ અને પૈડમેન જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર મશહુર ડાયરેક્ટર આર બાલ્કીએ કર્યું છે. ટીઝરની સાથે જ મેકર્સે જણાવ્યું કે, આ ફિલ્મ 18 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર 3 દિવસ બાદ રિલીઝ કરવામાં આવશે. ટીઝર જોયા પછી ક્રિકેટ અને ફિલ્મને પસંદ કરનાર લોકો ટ્રેલરની રાહ જરુર જોશે.

બોલિવૂડમાં ક્રિકેટની આસપાસ ઘણી ફિલ્મો બની છે. શ્રેયસ તલપડે અને નસીરુદ્દીન શાહ સ્ટારર ફિલ્મ ઈકબાલ આમાં સૌથી ખાસ છે કારણ કે તેમાં એક એવી છોકરીની સ્ટોરી બતાવવામાં આવી છે જે ન તો બોલી શકે છે અને ન તો સાંભળી શકે છે. ત્યારબાદ તે પોતાની મહેનત અને જુસ્સાને કારણે ટીમ ઈન્ડિયા માટે રમે છે. નાગેશ કુકુનૂરની આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે પડદા પર એક હાથ ધરાવતી છોકરીની વાર્તા જોવા મળશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો