Raghav Chadha On Parineeti Chopra Wedding: બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરાનું નામ છેલ્લા કેટલાક દિવસોથી આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોડાઈ રહ્યું છે. મુંબઈમાં પહેલીવાર પરિણીતી અને રાઘવ સાથે જોવા મળ્યા હતા. ત્યારે જ તેમની સગાઈના સમાચાર સામે આવવા લાગ્યા. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું કહેવામાં આવ્યું હતું કે રાઘવ અને પરિણીતી એપ્રિલના પહેલા અઠવાડિયામાં સગાઈ કરવા જઈ રહ્યા છે, પરંતુ એવું થયું નહીં. હવે ફરી એકવાર રાઘવ ચઢ્ઢાના જવાબે પરિણીતી અને તેમના સંબંધોને હવા આપી દીધી છે.
હાલમાં જ રાઘવ ચઢ્ઢાને ફરી એકવાર મીડિયાએ પરિણીતી વિશે સવાલ પૂછ્યો હતો. આ સાંભળીને રાઘવ ચઢ્ઢા શરમાવા લાગ્યો અને પછી તેને પોતાનું મૌન તોડ્યું. મીડિયાએ તેને પરિણીતી સાથે જોડાયેલો એક સવાલ પૂછ્યો, જેના જવાબમાં રાઘવ ચઢ્ઢાએ હસીને કહ્યું- ‘આજે જશ્ન કરો કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે અને જશ્ન કરવાના ઘણા પ્રસંગો મળશે.’
હવે રાઘવ ચઢ્ઢાના આ સ્ટેટમેન્ટ બાદ ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. ફેન્સને આશા છે કે ટૂંક સમયમાં પરિણીતી અને રાઘવની સગાઈનું અપડેટ સામે આવશે. તમને જણાવી દઈએ કે રાઘવ અને પરિણીતી બંનેએ લંડનથી અભ્યાસ કર્યો છે. બંને ક્લાસમેટ રહી ચૂક્યા છે. હાલમાં બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે.
પરિણીતી ચોપરાને પણ રાઘવ ચઢ્ઢા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. જે બાદ એક્ટ્રેસ હસીને બ્લશ કરીને જતી રહી હતી. જ્યારે પાપારાઝીએ તેને અભિનંદન આપ્યા ત્યારે પરિણીતીએ તેનો થેન્કયૂ બોલી અને હસવા લાગી. પરંતુ હજુ સુધી પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ આ સમાચાર પર કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું નથી.
પ્રિયંકા ચોપરા ભારત આવ્યા બાદ પરિણીતીની સગાઈના સમાચારની વધુ ચર્ચા થઈ હતી. એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા પરિણીતીની સગાઈમાં હાજરી આપવા માટે જ ભારત પહોંચી હતી, પરંતુ એવું બન્યું નહીં. પ્રિયંકા પરત ફરી છે અને આ દિવસોમાં લંડનમાં છે. હાલમાં પરિણીતી લંડન પણ ગઈ હતી.
આ પણ વાંચો : સલમાન ખાને 35 વર્ષ પહેલા આ રીતે આપ્યો હતો ‘મૈંને પ્યાર કિયા માટે સ્ક્રીન ટેસ્ટ, જુઓ ઓડિશનનો Viral Video
પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની સગાઈના સમાચારને લઈને સિંગર હાર્ડી સંધુએ પણ નિવેદન આપ્યું છે. હાર્ડી સંધુએ તો ત્યાં સુધી કહ્યું હતું કે તેને પરિણીતીને ફોન કરીને અભિનંદન આપ્યા છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજીવ અરોરાએ પણ રાઘવ ચઢ્ઢા અને પરિણીતીને ટ્વિટ કરીને અભિનંદન આપ્યા છે.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…