આમિર ખાનને શું થયું? લાકડીના સહારે ચાલતો જોવા મળ્યો, લગ્નના ફંક્શનની વાયરલ થઈ તસવીરો

|

Feb 12, 2023 | 6:10 PM

એક્ટર આમિર ખાન (Aamir Khan) હાલમાં જ એક લગ્નના ફંક્શનના સામેલ થયો હતો. હાલમાં તેની તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે લાકડીના સહારે ઉભેલો જોવા મળી રહ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આમિર ખાનને શું થયું? લાકડીના સહારે ચાલતો જોવા મળ્યો, લગ્નના ફંક્શનની વાયરલ થઈ તસવીરો
Aamir Khan
Image Credit source: Instagram

Follow us on

Aamir Khan With Stick: જયપુરના રામબાગ પેલેસમાં હાલમાં એક ગ્રાન્ડ પાર્ટીમાં બોલિવૂડથી લઈને સાઉથ ઈન્ડિયાના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ લગ્નની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. આ તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરવામાં આવી હતી અને ફેન્સ પણ તેમના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. પરંતુ હવે આમિર ખાનની એક તસવીર સામે આવી છે, જેને જોઈને તેના ફેન્સ હેરાન થઈ ગયા છે.

આમિર ખાનની આ તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે એક સ્ટિક એટલે કે લાકડી લઈને ઉભેલો જોવા મળી રહ્યો છે. એવું પણ નથી કે તે માત્ર લાકડી લઈને જ ઉભો છે, પરંતુ તસવીર પરથી ખબર પડે છે કે આમિર માત્ર તે લાકડીના સહારે જ આસાનીથી ઊભો રહી શકે છે. વાયરલ તસવીરમાં આમિરના ચહેરા પર મોટી સ્માઈલ છે, પરંતુ આ તસવીર જોઈને ચાહકો હેરાન થઈ ગયા છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે આમિર ખાનને એવું શું થયું કે તેને લાકડીની જરૂર પડી.

23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!
તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી

ઘણાં સ્ટાર્સ થયા હતા સામેલ

અન્ય એક તસવીરમાં આમિર ખાન એક્સ વાઈફ કિરણ રાવ સાથે બેઠેલો જોવા મળે છે. તેની સાથે કરણ જોહર પણ નજીકમાં બેઠેલા જોવા મળે છે. લગ્નમાં આમિર સિવાય અક્ષય કુમાર, મોહનલાલ, કમલ હસન, પૃથ્વીરાજ સુકુમારન જેવા કલાકારો જોવા મળ્યા હતા. લગ્નમાં તમામ સ્ટાર્સ એથનિક વેરમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : આજે મુંબઈમાં થશે સિદ્ધાર્થ-કિયારાનું ગ્રાન્ડ રિસેપ્શન, જાણો હોટલથી લઈને ગેસ્ટ સુધીની માહિતી

લગ્નમાં અક્ષય કુમારે કર્યો જોરદાર ડાન્સ

આ લગ્ન સમારોહનો હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અક્ષય કુમાર સાઉથના સુપરસ્ટાર મોહનલાલ સાથે જોરદાર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયોમાં અક્ષય અને મોહનલાલની કેમેસ્ટ્રી જોવા મળી રહી હતી. વીડિયોમાં બંનેના ભાંગડા જોઈને ત્યાં હાજર લોકો પણ ડાન્સ કરવા મજબૂર થઈ ગયા હતા. અક્ષય કુમારના આ ડાન્સનો વીડિયો વાયરલ થયો હતો. અક્ષયે પોતે પણ વીડિયો શેર કર્યો હતો અને મોહનલાલ સાથેના ડાન્સને યાદગાર પળ ગણાવી હતી.

Next Article