મોટા પડદા પર પરત ફરી રહ્યો છે આમિર ખાન, ફિલ્મની રિલીઝ ડેટ પણ નક્કી, જાણો ક્યારે શરૂ થશે શૂટિંગ?

મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન (Aamir Khan) મોટા પડદા પર પરત ફરવા માટે તૈયાર છે. લાલ સિંહ ચઢ્ઢાના ફ્લોપ પછી તે બ્રેક પર હતો. પરંતુ હવે આમિરે તેની અપકમિંગ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. તેની ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થશે. આમિર ખાન પ્રોડક્શન હેઠળ બનવાની આ ફિલ્મનું નામ હાલ જાહેર કરવામાં આવ્યું નથી.

મોટા પડદા પર પરત ફરી રહ્યો છે આમિર ખાન, ફિલ્મની રિલીઝ ડેટ પણ નક્કી, જાણો ક્યારે શરૂ થશે શૂટિંગ?
Aamir khan
| Edited By: | Updated on: Aug 29, 2023 | 5:57 PM

લાલ સિંહ ચઢ્ઢાની બોક્સ ઓફિસ ડિઝાસ્ટરમાંથી આમિર ખાન (Aamir Khan) બહાર આવ્યો છે. થોડો સમય બ્રેક લીધા બાદ આમિર ખાને હવે અપકમિંગ ફિલ્મ પર કામ શરૂ કરી દીધું છે. આ સિવાય ફિલ્મની રિલીઝ ડેટ પણ લોક કરી દેવામાં આવી છે. આમિર ખાન પ્રોડક્શન હેઠળ બનવાની આ ફિલ્મનું નામ હાલ જાહેર કરવામાં આવ્યું નથી. હાલમાં જ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આમિર ખાન પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમની બાયોપિક બનાવવા જઈ રહ્યો છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના એક ટ્વીટમાં દાવો કર્યો છે કે આમિરની અપકમિંગ ફિલ્મ તેના જ પ્રોડક્શન હાઉસ દ્વારા બનાવવામાં આવશે. આ તેમના પ્રોડક્શનની 16મી ફિલ્મ હશે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન વર્ક શરૂ થઈ ગયું છે. 20 જાન્યુઆરીથી તેનું શૂટિંગ શરૂ થશે એવું પણ કહેવામાં આવ્યું છે. પરંતુ ફિલ્મનું નામ શું હશે, કોણ નિર્દેશક હશે, આ ફિલ્મનો ભાગ અન્ય કયા કલાકારો હશે? આ સવાલોના જવાબો અત્યારે મળ્યા નથી.

(PC: taran adarsh twitter) 

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આમિર ખાનની આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના અવસર પર મોટા પડદા પર આવી શકે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે આવતા વર્ષે મોટા પડદા પર અક્ષય કુમાર અને આમિર વચ્ચે ક્લેશ જોવા મળશે. અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ 2024ના ક્રિસમસ પર રિલીઝ થવાની છે. વેલકમ સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે. ફિરોઝ નડિયાદવાલ તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: પઠાણની રાહ પર ગદર 2, રક્ષાબંધન પર સની દેઓલની ફિલ્મને લઈને મેકર્સે કરી મોટી જાહેરાત

ગયા વર્ષે 11 ઓગસ્ટે આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ ન બતાવી શકી. ફિલ્મ વિશે નેગેટિવ રિવ્યૂ આવ્યા અને તેની અસર તેની બોક્સ ઓફિસ પર જોવા મળી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો