આમિર ખાનની પુત્રી ઈરા ખાન (Ira Khan) અને નુપૂર શિખરની (Nupur Shikhare) હાલમાં જ સગાઈ થઈ છે. આ કપલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેયર કરીને તેમની સગાઈની જાહેરાત કરી હતી. બે વર્ષથી વધુ સમય સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ સગાઈ કરી લીધી. ઈરા ખાને નુપૂરની સાઈકલિંગ ઈવેન્ટમાં હાજરી આપી હતી અને આ દરમિયાન તેને ઈરાને પ્રપોઝ કર્યું હતું. બંને અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરતા હોય છે. ઈરાના પિતાને પણ આ બંને વચ્ચેના સંબંધોની જાણકારી છે, પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ સામે આવ્યો નથી.
ક્લિપમાં ઈરા અન્ય લોકોની સાથે દર્શકોની વચ્ચે ઉભી હતી. નૂપુર તેની પાસે ગયો, તેને કિસ કરી અને ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું. પછી તેને ઈરાને પૂછ્યું, “તું મારી સાથે લગ્ન કરીશ?” અને ઈરાએ જવાબ આપ્યો, “હા.” લોકોની તાળીઓના ગડગડાટ વચ્ચે કપલે ફરી એક બીજાને કિસ કરી, ત્યારબાદ નુપુર ત્યાંથી નીકળી ગયો.
પોસ્ટ શેયર કરતા તેને લખ્યું, “પોપેય: તેણે હા પાડી. ઈરા: હા, મેં હા પાડી.” આ પોસ્ટનો જવાબ આપતા રોહમન શોલે કોમેન્ટ કરી, “તમને બંનેને @nupur_shikhare @khan.ira અભિનંદન.” ફાતિમા સના શેખે પણ કોમેન્ટ કરતાં કહ્યું, “આ અત્યાર સુધીની સૌથી સુંદર વસ્તુ છે. ઉફ્ફ. @nupur_shikhare સો ફિલ્મી ઉફ્ફ.” જ્યારે રિયા ચક્રવર્તીએ કોમેન્ટ કરતા લખ્યું, “તમને અભિનંદન.”
ઈરા અને નુપૂર બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેએ આ વર્ષે જૂનમાં તેમની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે પોતાના લાઈફની ઝલક શેયર કરતા રહે છે. હાલમાં જ ઈરાએ નુપૂર સાથે ઝૂલાં પર સમય પસાર કરતી તસવીર પોસ્ટ કરી હતી. તેણે લખ્યું, ‘ફાઈન્ડ યોર પોપેય’.
તેમની બીજી વર્ષગાંઠની ઉજવણી કરતા, ઈરા ખાને નુપૂર માટે એક નોટ સાથે ઘણી તસવીરો શેયર કરી. તેણે લખ્યું, “વાસ્તવમાં બે વર્ષ થઈ ગયા છે પરંતુ એવું લાગે છે કે તે હંમેશા આવું જ હતું. હું તને પ્રેમ કરું છુ વાસ્તવમાં હું જેટલો પ્રેમ કરવા સક્ષમ છું.” ઈરાની પોસ્ટના જવાબમાં નુપૂરે કોમેન્ટ કરી હતી કે, ‘હું પણ તને પ્રેમ કરું છું. તે હંમેશા આવું જ થવાનું હતું, આપણને તે ફક્ત 2 વર્ષ પહેલા જ સમજાયું.”