
ફિલ્મ : ગુલમહોર
કલાકારો : મનોજ બાજપેયી, શર્મિલા ટાગોર, સૂરજ શર્મા, ઉત્સવ ઝા, અમોલ પાલેકર, સાંથી બાલચંદ્રન અને કાવેરી સેઠ
દિગ્દર્શક : રાહુલ વી ચિત્તેલા
પ્લેટફોર્મ : ડિઝની પ્લસ હોટસ્ટાર
રેટિંગ : 4 સ્ટાર
આ પણ વાંચો : Gulmohar Trailer : ફિલ્મ ‘ગુલમહોર’માં જુઓ કૌટુંબિક પ્રેમ-ભાવનાત્મક બંધન, 13 વર્ષ પછી ફરી પડદા પર દેખાશે શર્મિલા ટાગોર
રાહુલ વી ચિત્તેલા દ્વારા નિર્દેશિત ફિલ્મ ગુલમહોર ડિઝની + હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. જો કે આ વાર્તા દરેક ઘરની વાર્તા લાગે છે, પરંતુ આ વાર્તામાં અચાનક આવેલા વળાંકો તમારા મનોરંજનની સાથે તમારા હૃદયને સ્પર્શી જાય છે. આ ફિલ્મ દિલ્હીમાં પ્રખ્યાત નિર્દેશક મીરા નાયરના ઘરના વેચાણથી પ્રેરિત છે. જો કે વાર્તાને ફિલ્મની જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવી છે. રાહુલે મીરા નાયરની ટીમમાં કામ કર્યું છે. આ ફિલ્મ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, ઘર એ માત્ર ઘર નથી, પરંતુ પરિવારોની પેઢીઓનું ઘર છે જેઓ પોતાની પાછળ યાદો, તેમના રહસ્યો અને નાટક છોડી જાય છે. ‘ગુલમહોર’ ફિલ્મનો સંપૂર્ણ રિવ્યૂ વાંચો.
દિલ્હીમાં રહેતા અરુણ બત્રા (મનોજ બાજપેયી)ના ઘરનું નામ ગુલમહોર છે. બત્રાઓ પેઢીઓથી આ ઘરમાં રહે છે, વર્ષોથી તેમની માતા કુસુમ બત્રા (શર્મિલા ટાગોર) અને સમગ્ર પરિવાર સાથે રહે છે. જો કે જ્યારે તેઓ તેમની માતાના નિર્ણયને કારણે બિલ્ડરને ઘર વેચવાનું નક્કી કરે છે, ત્યારે તેમનો આખો પરિવાર, સંબંધીઓ અને મિત્રો એક છેલ્લી પાર્ટી માટે ત્યાં ભેગા થાય છે. જો કે અરુણ આ નિર્ણયથી બિલકુલ ખુશ નથી પરંતુ પરિવારથી દૂર રહેવા માંગતો અરુણનો દીકરો, માતાની માંગણી, કાકાના ટોણા કોઈ કારણ વગર અને પરિવારની જવાબદારીમાં ફસાયેલો અરુણ પોતાની બાજુથી બધાને ખુશ કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે.
જેમ-જેમ બત્રા પરિવાર પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરે છે, આ પરિવારના ઘણા રહસ્યો સામે આવવા લાગે છે. આ દરમિયાન અરુણની પત્નીના હાથમાં તેના સ્વર્ગસ્થ પિતાનો અંતિમ મૃત્યુ પત્ર વાંચીને અરુણ સંપૂર્ણપણે ભાંગી પડે છે. આખરે આ મૃત્યુલેખમાં શું છે, શું અરુણ બત્રા આ વિખરાયેલા ઘરને પાછું પહેલાં જેવું કરી શકશે, તેની રસપ્રદ અને સુંદર વાર્તા આ ફિલ્મ દ્વારા કહેવામાં આવી છે. પ્રભાવશાળી કલાકારોનો અભિનય અને સ્ક્રિપ્ટ પર કરવામાં આવેલી મહેનત ગુલમહોરને ખાસ બનાવે છે.
લાંબા સમય બાદ OTT પર ગુલમહોરના રૂપમાં એક સારી પારિવારિક ફિલ્મ રિલીઝ થઈ છે. શર્મિલા ટાગોર આ ફિલ્મ સાથે એક દાયકા પછી સ્ક્રીન પર પરત ફરી રહી છે અને તે તેની OTT ડેબ્યૂ પણ છે. ગુલમહોરની કુસુમ બત્રાને દર્શકો આસાનીથી ભૂલી શકશે નહીં. સમય આવે ત્યારે તેના ગંભીર પુત્રની ‘ચિલ આઉટ’ માતા તમને ભાવુક બનાવે છે. કુસુમની દાદાગીરીથી માંડીને કુસુમની લાચારી, પુત્રને બચાવવા માટે આગળ આવવું, આવા અનેક રંગો શર્મિલા ટાગોરે સરળતાથી પડદા પર પ્રસરાવી દીધા છે.
અરુણ બત્રાનું પાત્ર મનોજ બાજપેયીના સામાન્ય પાત્રોથી સાવ અલગ છે. તેની માતા સાથેના તેના વર્તનથી લઈને તેની પત્ની સાથેની તેની કેમિસ્ટ્રી, પિતા-પુત્ર વચ્ચેની ખેંચતાણ અને બધાને ખુશ કરવાના પ્રયાસમાં તે પોતાને કેવી રીતે ભૂલી જાય છે, આપણે અરુણ સાથે આસાનીથી જોડાય શકીએ છીએ. સાથી કલાકારોએ પણ તેમની ભૂમિકાઓને યોગ્ય ન્યાય આપ્યો છે.
ઘણા સમય પછી OTT પર આવી ચોકસાઈ વાળી ફિલ્મ જોવા મળી રહી છે, જેને આખો પરિવાર એકસાથે જોઈ શકે છે. ઘણા પાત્રો હોવા છતાં તેમને સમજવામાં આપણને કોઈ સમસ્યા નથી થતી.
Published On - 1:47 pm, Fri, 3 March 23