OTT પર આવતીકાલે રિલીઝ થશે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ, ડિલીટ કરેલા સીન પણ જોઈ શકાશે

Shah Rukh Khan Pathaan : શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કર્યા બાદ OTT પર રિલીઝ થવા જઈ રહી છે. તમે 22 માર્ચથી OTT પર સિદ્ધાર્થ આનંદની ફિલ્મ જોઈ શકો છો. તમે OTT પર પઠાણને ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો તે જાણો.

OTT પર આવતીકાલે રિલીઝ થશે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ, ડિલીટ કરેલા સીન પણ જોઈ શકાશે
| Edited By: | Updated on: Mar 21, 2023 | 9:53 AM

Shah Rukh Khan Movie Pathaan On OTT : કિંગ ખાનના ફેન્સ માટે સારા સમાચાર છે. શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પઠાણ’ આવતીકાલે એટલે કે 22 માર્ચે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. 4 વર્ષ બાદ મોટા પડદા પર પરત ફરતા શાહરૂર ખાને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. પઠાણની રિલીઝને 2 મહિના થવા જઈ રહ્યા છે, પરંતુ હજુ પણ ફિલ્મ સિનેમાઘરોમાં છે. જો તમે હજુ સુધી પઠાણ ન જોઈ હોય તો તમે ઘરે બેઠા પણ OTT પર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ જોઈ શકો છો.

આ પણ વાંચો : IND vs NZ: ટીમ ઈન્ડિયાએ મેચ પહેલા અમદાવાદમાં નિહાળી ફિલ્મ ‘Pathaan’, તસ્વીરો થઈ વાયરલ

શાહરૂખ ખાનની ‘પઠાણ’ ક્યા OTT પર રિલીઝ થશે?

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત શાહરૂખ ખાનની એક્શન થ્રિલર ફિલ્મ પઠાણ 22 માર્ચે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. કાઢી નાખેલા દ્રશ્યો સાથે ફિલ્મ OTT પર સ્ટ્રીમ કરવામાં આવશે. એટલે કે તમે OTT પર પઠાણના તે દ્રશ્યો પણ જોઈ શકશો જે વિવાદ બાદ થિયેટરમાં રિલીઝ થતાં પહેલા સેન્સર બોર્ડે હટાવી દીધા હતા.

OTT પર રિલીઝ થશે ઓરિજિનલ ‘પઠાણ’

વાસ્તવમાં ફિલ્મ પઠાણને લઈને ઘણો વિવાદ થયો હતો, જેના પછી સેન્સર બોર્ડે ફિલ્મના ઘણા સીન કાપવા પડ્યા હતા. જો કે પઠાણને કોઈપણ સીન કાપ્યા વિના OTT પર રિલીઝ કરવામાં આવશે. તમામ દ્રશ્યો ફિલ્મની ઓરિઝિનલ સ્ટોરી અને ધર્મ વિશે હશે. તમને ફિલ્મમાં એક ખાસ સીન પણ જોવા મળશે. જેમાં શાહરૂખ ખાન જણાવશે કે તેને ‘પઠાણ’ નામ કેવી રીતે પડ્યું.

‘પઠાણ’ બોક્સ ઓફિસ પર પણ સ્થિર છે

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ હજુ પણ લાખોમાં કમાણી કરી રહી છે. તાજેતરમાં જ પઠાણની રિલીઝના 50 દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતની સાથે-સાથે સમગ્ર વિશ્વમાં પઠાણનો પ્રભાવ જળવાઈ રહ્યો છે. પઠાણ હજુ પણ યુકે, યુએસ, ઓસ્ટ્રેલિયા, યુએઈ અને કેનેડા જેવા દેશોમાં થિયેટર પર હજી લાગેલી છે. પઠાણે ભારતમાં 650 કરોડથી વધુની કમાણી કરી છે જ્યારે વિદેશની ધરતી પર તેણે 1000 કરોડથી વધુનો આંકડો પાર કર્યો છે.