AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

19 વર્ષ પછી મોટું એલાન ! 2 દાયકા બાદ પાછી ફરી બોલીવુડની સુપરહિટ કોમેડી ફિલ્મ, સાજીદ નડિયાદવાલાએ આપ્યા Good News

બોલીવુડની એક એવી બ્લોકબસ્ટર કોમેડી ફિલ્મ કે, જેણે પોતાના સમયમાં દરેક દર્શકના દિલ જીતી લીધા હતા, તેની આખરે વાપસી થવા જઈ રહી છે. ફિલ્મ નિર્માતાએ 2 દાયકા પછી એક એવું મોટું એલાન કર્યું છે કે, જેણે આખા સિનેમા જગતમાં ઉત્સુકતા વધારી દીધી છે. હવે સવાલ એ છે કે, આ આઇકોનિક ફિલ્મમાં શું એ જ જૂની સ્ટારકાસ્ટ ફરી સાથે જોવા મળશે કે પછી કોઈ નવી સ્ટારકાસ્ટ એન્ટ્રી મારશે?

19 વર્ષ પછી મોટું એલાન ! 2 દાયકા બાદ પાછી ફરી બોલીવુડની સુપરહિટ કોમેડી ફિલ્મ, સાજીદ નડિયાદવાલાએ આપ્યા Good News
Image Credit source: AI Generated
| Updated on: Sep 04, 2026 | 4:35 PM
Share

બોલીવુડની ચર્ચિત કોમેડી ફિલ્મોમાંની એક ‘Heyy Babyy’ એકવાર ફરી દર્શકો વચ્ચે વાપસી કરવા જઈ રહી છે. વર્ષ 2007 માં રિલીઝ થયેલી આ ફિલ્મની હવે સીક્વલ બનવાની સત્તાવાર પૃષ્ટિ થઈ ગઈ છે. ફિલ્મ નિર્માતા સાજીદ નડિયાદવાલાએ ‘Heyy Babyy’ ને લઈને મોટું એલાન કર્યું છે. ખાસ વાત એ છે કે, સીક્વલનું શૂટિંગ એકવાર ફરી ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવશે, જ્યાં ફિલ્મના પહેલા ભાગના ઘણા મહત્વના હિસ્સા શૂટ કરવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયામાં શૂટ થશે ‘Heyy Babyy’

સાજીદ નડિયાદવાલાએ ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સનું મુંબઈ સ્થિત પોતાની ઓફિસમાં સ્વાગત કર્યું. આ મુલાકાત દરમિયાન નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટે ઓસ્ટ્રેલિયામાં પોતાની આવનારી ત્રણ ફિલ્મોના શૂટિંગને લઈને એક કરારની જાહેરાત કરી. આ જ પ્રોજેક્ટ્સમાં ‘Heyy Babyy’ પણ જોડાયેલ છે.

આ ભાગીદારી નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સહયોગનો ભાગ છે, જેને સિડની સ્થિત ટેમ્પલ સાથે મળીને આગળ વધારવામાં આવી રહી છે. આ કરાર હેઠળ પ્રોડક્શન હાઉસ પોતાની ત્રણ આગામી ફિલ્મોનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં કરશે.

પહેલી ફિલ્મથી જોડાયેલી યાદો પણ શેર કરી

સાજીદ નડિયાદવાલાએ ઓસ્ટ્રેલિયામાં ફરીથી શૂટિંગ કરવા અંગે ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની સુંદરતાની સાથે-સાથે ત્યાંનું ફિલ્મ નિર્માણનું વાતાવરણ પણ ખૂબ જ ઉત્તમ છે. તેમના જણાવ્યા અનુસાર, ત્યાં કામ કરતા પ્રોફેશનલ્સનો અભિગમ સહયોગી અને વ્યવસ્થિત રહ્યો છે, જેના કારણે તેમની ટીમનો અગાઉનો અનુભવ અત્યંત યાદગાર રહ્યો હતો.

નડિયાદવાલાએ એ પણ જણાવ્યું કે, ડિરેક્ટરથી લઈને પૂરી પ્રોડક્શન ટીમ સુધીના તમામ લોકોએ ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ દરમિયાન શાનદાર સમય વિતાવ્યો હતો. એવામાં હવે ત્રણ નવી ફિલ્મો સાથે ફરી ત્યાં જવું તેમના માટે ખાસ અનુભવ હશે.

પ્રીમિયર ક્રિસ મિન્સે પણ ખુશી વ્યક્ત કરી

ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સે નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટના ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરવાના નિર્ણયને રાજ્યના ફિલ્મ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ ગણાવ્યો. તેમણે કહ્યું કે, ભારતીય સિનેમાની એક મોટી પ્રોડક્શન કંપનીનું ઓસ્ટ્રેલિયાને પોતાના આગામી પ્રોજેક્ટ્સ માટે પસંદ કરવું એ ત્યાંના સ્ક્રીન ઉદ્યોગમાં વિશ્વાસ દર્શાવે છે.

તેમણે એ પણ યાદ કર્યું કે, નડિયાદવાલાની ટીમ લગભગ બે દાયકા પહેલા ‘Heyy Babyy’ ના શૂટિંગ માટે ન્યૂ સાઉથ વેલ્સ આવી હતી. હવે એ જ ફિલ્મની વાર્તાને આગળ વધારવા માટે ટીમનું પાછા ફરવું એ બંને પક્ષોના જૂના સંબંધોને પણ મજબૂત કરે છે.

શું જૂની સ્ટારકાસ્ટની વાપસી થશે?

વર્ષ 2007 માં રિલીઝ થયેલી ‘Heyy Babyy’ માં અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ફરદીન ખાન અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં નજરે પડ્યા હતા. ફિલ્મની વાર્તા ત્રણ એવા વાંઢા મિત્રોની આસપાસ ફરે છે કે, જેમની જિંદગી અચાનક એક બાળકના આવવાથી પૂરી રીતે બદલાઈ જાય છે. કોમેડી, લાગણીઓ અને સંબંધોના મિશ્રણ વાળી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી શરૂઆત કરી હતી.

જો કે, આ ફિલ્મને લઈને સમીક્ષકોનો પ્રતિભાવ મિશ્ર રહ્યો હતો. પહેલી ફિલ્મનું નિર્દેશન સાજિદ ખાને કર્યું હતું અને નિર્માણ સાજીદ નડિયાદવાલાએ કર્યું હતું. આમાં હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, સીક્વલમાં જૂની સ્ટારકાસ્ટમાંથી કયા-કયા કલાકારો પાછા ફરશે અને શું સાજિદ ખાન જ ફિલ્મનું નિર્દેશન કરશે કે નહીં?

ફિલ્મની વાર્તાને લઈને પણ રહેશે ‘રસ’

‘Heyy Babyy’ ની વાર્તાને લઈને પહેલા પણ ચર્ચા રહી છે, કારણ કે તેની મૂળ વાર્તાનો મેળ મલયાલમ ફિલ્મ ‘થૂવલસ્પર્શમ’, હોલીવુડ ફિલ્મ ‘થ્રી મેન એન્ડ એ બેબી’ અને ફ્રેંચ ફિલ્મ ‘થ્રી મેન એન્ડ એ ક્રેડલ’ સાથે જોડવામાં આવ્યો હતો. હવે સીક્વલની જાહેરાત બાદ દર્શકોની નજર એ વાત પર હશે કે, નવી ફિલ્મ અગાઉની વાર્તાને આગળ વધારે છે કે પૂરી રીતે નવા અંદાજમાં ત્રણ પાત્રો અને બાળકની વાર્તા રજૂ કરે છે.

હાલમાં ‘Heyy Babyy’ ની રિલીઝ ડેટ, કલાકારો અને ડિરેક્ટરને લઈને સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ ઓસ્ટ્રેલિયામાં શૂટિંગની પૃષ્ટિએ આ બહુપ્રતિક્ષિત સીક્વલને લઈને દર્શકોની ઉત્સુકતા ચોક્કસપણે વધારી દીધી છે.

Bigg Boss : ક્યારે શરુ થશે સલમાનનો શો ‘બિગ બોસ 20’? જાણો ક્યાં અને કયા સમય પર જોઈ શકશો

Follow Us
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
g clip-path="url(#clip0_868_265)">