
એસ.એસ. રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ગયા વર્ષે 24 માર્ચે મહિનામાં રિલીઝ થઈ હતી. પરંતુ ફિલ્મનો ક્રેઝ હજી પણ પહેલા જેવો જ છે જેવો તે રિલીઝ સમયે હતો. ફિલ્મનું ગીત ઓસ્કરની રેસમાં છે. આવી સ્થિતિમાં મેકર્સે ફરીથી આ ફિલ્મ અમેરિકાના 200 થિયેટરોમાં રિલીઝ કરી છે. હવે એક વિડિયો સામે આવ્યો છે, જેમાં લોકોમાં તેની સ્ક્રીનીંગ માટે ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યા છે.
વિડિયો આરઆરઆર ફિલ્મના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. વિડિયોમાં થિયેટરની બહાર લોકોની લાંબી કતાર દેખાય છે. સેંકડો લોકો લાઇનમાં થિયેટરમાં પ્રવેશતા જોવા મળે છે. થિયેટરની બહાર લખ્યું છે, “એસ.એસ. રાજામૌલીની આરઆરઆરના ચાહકનું સેલિબ્રેશન લાઇવ.” આ વિડિયોમાં જોવા મળે છે કે, લોકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા માટે આવ્યા છે. ત્યાં સુરક્ષા કર્મચારીઓ તેમને લાઇનમાં જવા માટે કહેતા જોવા મળી રહ્યા છે.
માત્ર ભારતીયો જ નહીં પરંતુ અમેરિકન લોકો પણ લાઇનમાં જોવા મળે છે. મેકર્સે વિડિયો સાથે થિયેટરની અંદર એક ફોટો પણ શેર કર્યો છે.
છે. આ વીડિયોને શેર કરતા આરઆરઆરના ટ્વિટર પર લખ્યું અમેરિકાના લોન્સ એન્જલસમાં આરઆરઆરના રિલીઝના 342માં દિવસે 1647 સીટો વાળું વેન્યુ હાઉસ ફુલ છે. આ જોઈને ખુબ ખુશી થઈ રહી છે લોકો થિયેટરમાં આવવા માટે લાઈનમાં ઉભા છે.
નાટુ નાટુ સોંગ સમગ્ર વિશ્વમાં મોટો એવોર્ડ પોતાને નામ કરી રહ્યો છે. હવે તે ઓસ્કરમાં ઓરિજનલ ગીતની કેટેગરીમાં નામાંકિત છે. વિશેષ વાત એ છે કે આ ગીત ગાનારા સિંગર્સ રાહુલ સિપિલિગુંજ અને કાલા ભૈરવ ઓસ્કાર સમારોહમાં આ ગીત રજૂ કરશે. નાટુ નાટુ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ દ્વારા શ્રેષ્ઠ ગીત એવોર્ડ પહેલેથી જ જીત્યો છે.નાટુ નાટુ ગીતને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે.
એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ રામચરણ અને જુનિયર એનટીઆરે મુખ્ય ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં અજય દેવગન, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ, રે સ્ટિવેન્સન જેવા સ્ટાર્સ પણ છે.