વસુલાતના પૈસાથી અય્યાશી ! 200 કરોડની વસૂલાત મામલે બોલિવૂડના વધુ બે સુપરસ્ટાર EDની રડાર પર

200 કરોડની વસુલાત કેસની તપાસના સંદર્ભમાં હવે EDની નજર બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને બોલિવૂડ સિંગર પર ટકેલી છે. તેમને ટૂંક સમયમાં તપાસ માટે બોલાવવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

વસુલાતના પૈસાથી અય્યાશી ! 200 કરોડની વસૂલાત મામલે બોલિવૂડના વધુ બે સુપરસ્ટાર EDની રડાર પર
File Photo
| Edited By: | Updated on: Nov 10, 2021 | 4:32 PM

Money Laundering Case: હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ના રડાર પર બોલિવૂડના વધુ બે સુપરસ્ટાર આવ્યા છે. 200 કરોડની રિકવરી કેસની તપાસના સંદર્ભમાં હવે EDની નજર બોલિવૂડના જાણીતી અભિનેત્રી અને બોલિવૂડ સિંગર(Bollywood Singer)  પર છે. તેમને ટૂંક સમયમાં તપાસ માટે બોલાવવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. મળતી માહિતી મુજબ આ કેસમાં તેને પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

 

સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં ફસાયા સુપર સ્ટાર્સ

અહેવાલો અનુસાર સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar)પાસેના વસૂલાતના પૈસામાંથી આ બંને સ્ટાર્સને મોંઘીદાટ ભેટ આપવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર સુકેશ ચંદ્રશેખરે એક વેપારીની પત્ની પાસેથી ખંડણી વસૂલ કરી હતી. તે પૈસામાંથી મોંઘીદાટ ભેટો લઈને તેણે આ બંને સ્ટાર્સને ગિફ્ટ આપી હતી. ત્યારે 200 કરોડ મની લોન્ડરિંગ કેસમાં આ સ્ટાર્સની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

 

કોના પર ED તપાસની તલવાર લટકી રહી છે?

તમને જણાવી દઈએ કે EDની તપાસ હેઠળ બોલિવૂડના જે બે નવા સુપરસ્ટાર્સ (Superstars) પર કાર્યવાહીના સંકેત આપવામાં આવી રહ્યા છે તેમના નામ હજુ જાણવા મળ્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેનો ઉલ્લેખ રિકવરી કેસની તપાસ અને પૂછપરછ દરમિયાન થયો હતો.

 

આ પહેલા સુકેશ ચંદ્રશેખર સંબંધિત રિકવરી કેસમાં બોલિવૂડની જાણીતી હિરોઈનોની પૂછપરછ કરવામાં આવી હતી. EDએ (Enforcement Directorate) આ અભિનેત્રીઓને સમન્સ પાઠવીને પુછપરછ માટે હાજર રહેવા ફરમાન કર્યુ હતુ. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુકેશ ચંદ્રશેખરને સામે બેસાડીને આ બંનેની પૂછપરછ કરવામાં આવી હતી.

 

હવે આ કેસમાં બોલિવૂડના વધુ બે સ્ટાર્સ ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઈડી ટૂંક સમયમાં તેને પૂછપરછ માટે બોલાવી શકે છે. પરંતુ લોકોની નજર તેના પર ટકેલી છે કે કોણ છે તે બે બોલિવૂડ સ્ટાર્સ? વેપારીની પત્ની પાસેથી વસૂલાતના કેસ સાથે તેમનો શું સંબંધ છે? શું તેઓ આ આખી રમતમાં ભાગીદાર છે? આ તમામ સવાલ હાલ ઉઠી રહ્યા છે, ત્યારે મળતી માહિતી મુજબ ટુંક સમયમાં ED આ નામ જાહેર કરે તેવી શક્યતા છે.

 

આ પણ વાંચો: દાઉદ ઈબ્રાહિમનો નજીકનો વ્યક્તિ રિયાઝ ભાટી PM મોદીના કાર્યક્રમમાં કેવી રીતે પહોંચ્યો? ફડણવીસના આરોપ પર નવાબ મલિકનો પલટવાર

 

આ પણ વાંચો: આર્યન ડ્રગ્સ કેસમાં નવો વળાંક, સાક્ષી પ્રભાકર સાઇલની બીજા દિવસે પણ 11 કલાક સુધી પૂછપરછ