ડ્રગ્સ કેસમાં (Bollywood Drug Case) પકડાયેલા અભિનેતા અરમાન કોહલીની (Armaan Kohli) કસ્ટડી 1 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અનુસાર, અરમાન કોહલીના મોબાઈલ ફોનમાંથી ઘણી ચોકાવનારી માહિતી મળી છે જેમાં ડ્રગ્સ સપ્લાયની કડી પ્રખ્યાત કોલંબિયાની ડ્રગ કાર્ટેલ સાથે જોડાયેલી હોવાનું માલૂમ પડ્યું છે.
અરમાન કોહલીના મોબાઈલ ફોનમાંથી ડ્રગ્સ સંબંધિત ચેટ્સ મળી આવી છે, જેમાં ઘણી વખત પેરુ (Peru) અને કોલંબિયાથી (Colombia) ડ્રગ્સના સપ્લાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરમાન કોહલીને સોમવારે ડ્રગ પેડલર અજય સિંહ સાથે એનડીપીએસ (NDPS) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર, આ ચેટ NDPS (Narcotic Drugs and Psychotropic Substances) Act 1985 હેઠળ અરમાન કોહલી અને અન્ય સામે નક્કર પુરાવા તરીકે સાબિત થશે. તેમણે દાવો કર્યો છે કે અરમાન સામે ડ્રગ્સ સિવાય અન્ય કેટલાક ગંભીર મામલે પણ આરોપો છે.
એનસીબી કોહલીની ડ્રગ્સ ખરીદવા સંબંધિત નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. જો ડ્રગ મનીનું પગેરું મળી જાય તો અરમાન કોહલીની મુશ્કેલીઓ વધી જાય તેમ માનવામાં આવે છે. આ કેસમાં અજય રાજુ સિંહ, અરમાન કોહલીના ડ્રગ નેક્સસમાં સામેલ રશિયન અને નાઇજીરીયન લોકોની કડીઓ પણ મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સપ્લાયર અજય રાજુ સિંહ કોલંબિયા અને પેરુથી ડ્રગ્સ મંગાવી રહ્યો હતો.
અજય રાજુ સિંહ વેશ્યાવૃત્તિ અને ડ્રગ્સ રેકેટ ચલાવે છે
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, અજય રાજુ સિંહ કથિત રીતે વેશ્યાવૃત્તિ અને ડ્રગ્સ રેકેટ ચલાવે છે. તે અરમાન કોહલી માટે દવાઓનો મુખ્ય સપ્લાયર છે. ધરપકડ સમયે અરમાન કોહલી પાસે 1.2 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. એનસીબીએ સોમવારે 2 ડ્રગ સપ્લાયરની જુહુ વિસ્તારમાંથી એમડીના કેટલીક માત્રા સાથે ધરપકડ કરી હતી. કોહલી અને અજય સિંહની NCB દ્વારા 28 ઓગસ્ટના રોજ મુંબઈમાં અભિનેતાના નિવાસસ્થાને દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી અને NDPS એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો.
માત્ર બોલિવૂડને ટાર્ગેટ કરવામાં આવતું નથી
NCB દ્વારા માત્ર બોલિવૂડ કલાકારોને નિશાન બનાવવાના સવાલ પર, સમીર વાનખેડેએ કહ્યું, “અમે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સ અભિયાન શરૂ કર્યું છે અને શહેરને ડ્રગ ફ્રી બનાવવા માટે ઘણી જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.” વાનખેડેએ વધુમાં કહ્યું, ‘ઝીરો ટોલરન્સનો અર્થ એ નથી કે અમે માત્ર ફિલ્મ ઉદ્યોગમાં દરોડા પાડીશું. અમે ફક્ત એનડીપીએસ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ) એક્ટના ઉલ્લંઘન અંગે ચિંતિત છીએ. અમારો ઉદ્દેશ માત્ર ફિલ્મ ઉદ્યોગ પર દરોડા પાડવાનો નથી.
આ પણ વાંચો : Maharashtra : ED સમક્ષ હાજર ન થયા પરિવહન મંત્રી અનિલ પરબ, વકીલે પુછ્યુ શું પૂછપરછ કરવી છે તે જણાવો