Taapsee Pannu 6-Pack Abs: તાપસી પન્નુના સિક્સ-પેક એબ્સ જોઈને ચાહકો ચોંકી ગયા ! કહ્યું ટાઈગર શ્રોફને આપી રહી છે ટક્કર

Taapsee Pannu Transformation:તાપસી પન્નુએ હાલમાં જ પોતાનો નવો ફોટો શેર કર્યો છે. આ પોસ્ટમાં તે તેના જિમ ટ્રેનર સાથે જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ ફોટો જોઈને તમે તેની ફિટનેસનો અંદાજ લગાવી શકો છો. ચાહકો તેની સરખામણી આ અભિનેતા સાથે કરી રહ્યા છે.

Taapsee Pannu 6-Pack Abs: તાપસી પન્નુના સિક્સ-પેક એબ્સ જોઈને ચાહકો ચોંકી ગયા ! કહ્યું ટાઈગર શ્રોફને આપી રહી છે ટક્કર
| Updated on: Apr 07, 2023 | 5:15 PM

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ તેના નવા લુકથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હાલમાં જ તેણે તેના જિમ ટ્રેનર સાથે એક ફોટો શેર કર્યો છે. આ ફોટો જોતા જ વાયરલ થઈ ગયો છે. ફોટામાં, અભિનેત્રી તેના સિક્સ પેક એબ્સ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. આવી સ્થિતિમાં, ચાહકો પણ આ લુક પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.તાપસી પન્નુએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાનો શાનદાર અંદાજ શેર કર્યો છે.

આ ફોટોમાં અભિનેત્રી ચાહકોને ફિટનેસ મોટિવેશન આપતી જોઈ શકાય છે. તાપસીએ 2 ફોટો શેર કર્યા છે. જેમાં તે પોતાના સિક્સ પેક ફ્લોન્ટ કરી ચાહકોને ચૌંકાવી દીધા છે. ચાહકોને અભિનેત્રીના આ અવતારથી ચૌંકી તો ગયા છે સાથે ખુબ ખુશ પણ છે.

આ પણ વાંચો : Kisi Ka Bhai Kisi Ki Jaan: સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે રિલીઝ થશે ફિલ્મનું ટ્રેલર

ચાહકો કરી રહ્યા છે ટાઈગર શ્રોફ સાથે કમ્પેર

વાયરલ થઈ રહેલી તાપસી પન્નુની આ પોસ્ટમાં તેનું હાર્ડ વર્ક સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ફોટોમાં અભિનેત્રીની સાથે ઉભા રહેલા તેના જિમ ટ્રેનર Sujeet Kargutkar તેના એબ્સ તરફ ઈશારો કરી રહ્યા છે. હવે ચાહકો અભિનેત્રીના ફોટો પર રિએક્શન આપી રહ્યા છે કેટલાક લોકો તાપસી પન્નુની તુલના ટાઈગર શ્રોફની સાથે કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, તમે ટાઈગર શ્રોફ કેમ બનવું છે ? તેમજ અન્ય યુઝરે લખ્યું ટાઈગરને કોમ્પિટીશન આપી રહી છે.

 

 

આ ફિલ્મોમાં જોવા મળશે તાપસી

આપણે તાપસીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તાપસી પન્નુ છેલ્લે ZEE5 પર સ્ટ્રીમ થયેલી ફિલ્મ બ્લરમાં જોવા મળી હતી. જેમાં તેની સાથે Gulshan Devaiah સ્ક્રીન શેર કરી હતી. હવે અભિનેતા રાજકુમાર હિરાનીની ડંકીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે પહેલી વખત કિંગ ખાન સાથે કામ કરશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

Follow Us