Mumbai : આ બોલીવુડ અભિનેતાની પત્નીની ધરપકડ, હની ટ્રેપમાં વસૂલ્યા હતા કરોડો રૂપિયા

|

Nov 22, 2021 | 12:40 PM

મુંબઈ પોલીસે ફેશન ડિઝાઈનર લુબના વઝીર ઉર્ફે સપનાના ઘરે દરોડા પાડીને 29 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે.આ ઉપરાંત તેની પાસેથી 7 મોબાઈલ ફોન, 2 કાર અને આઠ લાખથી વધુની કિંમતના દાગીના મળી આવ્યા હતા.

Mumbai : આ બોલીવુડ અભિનેતાની પત્નીની ધરપકડ, હની ટ્રેપમાં વસૂલ્યા હતા કરોડો રૂપિયા
File Photo

Follow us on

Mumbai : હની ટ્રેપમાં (Honey Trap) ફસાવીને મોટા ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી કરોડો રૂપિયા વસૂલનારા જૂથનો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક મહિલા ફેશન ડિઝાઇનર (Fashion Designer) છે. તમને જણાવી દઈએ કે, તે  90ના દાયકાના જાણીતા બોલિવૂડ અભિનેતાની પત્ની છે.  સપના ઉર્ફે લુબના વઝીરના(Lubna Wazir) બે પુરુષ મોડલ અને મહિલા મોડલ પાર્ટનર ફરાર છે. જેથી હાલ પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

મુંબઈ પોલીસે ફેશન ડિઝાઈનર લુબના વઝીર ઉર્ફે સપનાના ઘરે દરોડો પાડ્યો ત્યારે તેની પાસેથી 29 લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઉપરાંત 7 મોબાઈલ ફોન, 2 કાર અને આઠ લાખથી વધુની કિંમતના દાગીના મળી આવ્યા હતા.

અમીરોને હની ટ્રેપમાં ફસાવવા માટે આ રીતે કરવામાં આવી હતી મિત્રતા

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, લુબના વઝીર મુંબઈના જુહુ, બાંદ્રા, લોખંડવાલાથી લઈને ગોવા સુધી કિટી પાર્ટીઓ અને ઘણા કાર્યક્રમોનું આયોજન કરે છે. આ રીતે તે ઘણા શ્રીમંત લોકો સાથે મિત્રતા કરે છે અને તેમની નજીક આવે છે. બાદમાં તેને હની ટ્રેપમાં ફસાવે છે અને  કરોડો રૂપિયા લૂંટે છે. આ કામમાં લુબનાની એક આખી ગેંગ છે, જેમાં કેટલાક મેલ મોડલ છે,જ્યારે કેટલીક ફીમેલ મોડલ પણ આ રેકેટમાં સામેલ છે. પોલીસે હાલ લુબનાની ધરપકડ કરીને આ રેકેટની તપાસ શરૂ કરી છે.

ત્રણ વર્ષ સુધી ધનિકોને ટ્રેક કર્યા, પછી પૈસા માટે ‘હની ટ્રેપ’ કરી

આ ડિઝાઈનર દ્વારા ત્રણ વર્ષ સુધી એક ઉદ્યોગપતિને ટ્રેક(Track)  કરવામાં આવ્યો હતો. આ પછી તે સંપૂર્ણ પ્લાનિંગ સાથે હની ટ્રેપમાં ફસાઈ ગયો. મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક મોટા ઉદ્યોગપતિ ગોવાની એક યુવતીને મળ્યા. આ પછી બંનેની ઓળખાણ વધી. વર્ષ 2019માં આ ઉદ્યોગપતિઓ તેમના બિઝનેસના સંબંધમાં મુંબઈ આવ્યા અને અહીની એક મોટી ફાઈવ સ્ટાર હોટેલમાં રોકાયા હતા.

નવાઈની વાત એ છે કે ફેશન ડિઝાઈનર લુબના વઝીરની આ ગેંગમાં સામેલ લોકો વ્યવસાયે મોડલ છે. પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે કે ધનવાન મહિલાઓ પણ આ જ રીતે મેઈલ મોડલ મોકલીને ફસાવી દેવામાં આવી હશે ? આખરે પુરૂષ ગેંગના સભ્યો મોડલ હોવા પાછળનું રહસ્ય શું છે તેની પણ તપાસ ચાલી રહી છે.

 

આ પણ વાંચો: Maharashtra: રઝા એકેડમીના લોકો માત્ર કોંગ્રેસના શાસનમાં જ પોલીસ પર હુમલો કેમ કરે છે? દેવેન્દ્ર ફડણવીસે અમરાવતી હિંસા અંગે ઉઠાવ્યા પ્રશ્નો

 

આ પણ વાંચો: હિંસાનો માર્ગ છોડીને આત્મસમર્પણ કર્યું, હવે પોલીસની મદદથી પૂર્વ નક્સલવાદી મહિલાઓ બની ઉદ્યોગ સાહસિક, ફિનાઈલની બ્રાન્ડ કરી લોન્ચ

Published On - 12:23 pm, Mon, 22 November 21

Next Article