આલિયા ભટ્ટે કર્યુ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન, મુકાઈ શકે છે મોટી મુશ્કેલીમાં

|

Dec 16, 2021 | 10:09 PM

આલિયા ભટ્ટ પર કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. કોરોના નિયમો અનુસાર ભલે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય, પરંતુ તેના માટે 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું ફરજિયાત હતું.

આલિયા ભટ્ટે કર્યુ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન, મુકાઈ શકે છે મોટી મુશ્કેલીમાં
Alia Bhatt (File Image)

Follow us on

બોલિવૂડમાં કોરોના (Corona)એ ફરી એકવાર ખળભળાટ મચાવી દીધો છે. મોટા સ્ટાર્સના ઘરે કોરોનાના નવા કેસ પહોંચવા લાગ્યા છે. નિર્માતા-નિર્દેશક કરણ જોહરની (Karan Johar) પાર્ટી બાદ કોરોના પોઝિટિવ આવેલી કરીના કપૂર અને અમૃતા અરોરા ઘણા લોકોના સંપર્કમાં આવી હતી. આ પછી સંપર્કમાં આવેલા તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરવા પડ્યા હતા. આ પાર્ટીમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ સામેલ થઈ હતી. જોકે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, ત્યારબાદ તેમને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાનું હતું.

 

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આલિયા પર કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. કોરોના નિયમો અનુસાર ભલે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય, પરંતુ તેના માટે 14 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું ફરજિયાત હતું. આલિયા તેની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના મોશન પોસ્ટર લૉન્ચિંગના સંબંધમાં મુંબઈથી દિલ્હી ગઈ હતી. આ બાબતની નોંધ લેતા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આલિયા ભટ્ટનો સંપર્ક કર્યો અને તેને દિલ્હીમાં જ ક્વોરેન્ટાઈન કરવાનો આદેશ જાહેર કર્યો, પરંતુ આ આદેશ પછી પણ આલિયા મુંબઈ પાછી ફરી.

 

આરોગ્ય વિભાગ નોંધાવશે કેસ

મળતી માહિતી મુજબ દિલ્હીમાં તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના પોસ્ટર લોન્ચ દરમિયાન તે ઘણા લોકોને મળી હતી. એટલા માટે BMC આ મામલાની તપાસ કરી રહી છે. આ કિસ્સામાં ડીએમએ આરોગ્ય વિભાગને આલિયા ભટ્ટ વિરુદ્ધ આઈસોલેશનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધવાનો આદેશ જાહેર કર્યો છે. તે સેલેબ છે અને અધિકારીઓ માને છે કે જો તે આવું કરશે તો લોકોમાં શું મેસેજ જશે.

 

આ સેલેબ્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

છેલ્લા કેટલાક દિવસોમાં અનેક સેલિબ્રિટીઓ કોરોનાની ઝપેટમાં આવી છે. કરણ જોહરની પાર્ટીમાં કરીના કપૂર અને અમૃતા અરોરા પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, સાથે જ સંજય કપૂરની પત્ની મહિપ કપૂર અને તેમની દીકરી શનાયા કપૂર, સોહેલ ખાનની પત્ની સીમા ખાન અને તેમનો નાનો દીકરો યોહાન પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. ત્યારથી ત્યાંના વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ દરમિયાન BMCએ કરીના કપૂર અને મહિપ કપૂરના ઘરને સીલ કરી દીધું છે.

 

કરણ જોહરની પાર્ટીમાં ઘણા મહેમાનો આવ્યા હતા

કરણ જોહરની પાર્ટીમાં પહોંચેલા મહેમાનો અને ત્યાં હાજર સ્ટાફના સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યાં હાજર લગભગ 40 લોકોના કોરોનાની તપાસ કર્યા બાદ તેમનો રિપોર્ટ જણાવ્યો. કરણ જોહર અને મલાઈકા અરોરાના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, પરંતુ તેમના ઘરોને યોગ્ય રીતે સેનિટાઈઝ કરવામાં આવ્યા છે. આલિયા ભટ્ટ પણ પાર્ટીમાં હતી અને તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. કોરોનાના નિયમો બાદ તેનું દિલ્હી જવું તેના માટે મુશ્કેલીરૂપ બની રહ્યું છે.

 

 

આ પણ વાંચો :  રાહુલ ગાંધી વિરૂદ્ધ નીચલી કોર્ટમાં સુનાવણી પર રોક, બોમ્બે હાઈકોર્ટમાં 18 જાન્યુઆરીએ અંતિમ સુનાવણી, જાણો સમગ્ર મામલો

Next Article