Birthday Special : જ્યારે Anushka Sharma પર ભાજપના નેતાએ લગાવ્યો હતો ગંભીર આરોપ, કહ્યું અભિનેત્રીને છૂટાછેડા આપે વિરાટ કોહલી

|

May 01, 2021 | 10:57 AM

યુ.પી. ના એક ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે અનુષ્કા શર્મા વિરુદ્ધ પરવાનગી વગર તેમના ફોટોનો ઉપયોગ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આ હંગામો શરૂ થયો.

Birthday Special : જ્યારે Anushka Sharma પર ભાજપના નેતાએ લગાવ્યો હતો ગંભીર આરોપ, કહ્યું અભિનેત્રીને છૂટાછેડા આપે વિરાટ કોહલી
Anushka Sharma, Virat Kohli

Follow us on

Birthday Special : બોલિવૂડની સુંદર અભિનેત્રી અનુષ્કા શર્મા આજે તેમનો જન્મદિવસ ઉજવી રહી છે. જ્યાં આ જન્મદિવસ તેમના જીવનનો સૌથી ખાસ જન્મદિવસ થવાનો છે. હા, અભિનેત્રી આજે તેમનો જન્મદિવસ પુત્રી વામિકા સાથે ઉજવશે. તમને જણાવી દઈએ કે, અભિનેત્રીએ આ વર્ષે 4 જાન્યુઆરીએ પોતાની પુત્રી વામિકાને જન્મ આપ્યો છે. જેના કારણે તે આ વર્ષે તેમની પુત્રી સાથે તેમનો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે.

તે જ સમયે, અનુષ્કા અને વિરાટ વિશે અનેક પ્રકારના સમાચારો ઘણીવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આજે અમે તમારા માટે આવો જ એક કિસ્સો લાવ્યા છીએ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

યુ.પી.ના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે અનુષ્કા શર્મા વિરુદ્ધ પરવાનગી વગર તેમના ફોટોનો ઉપયોગ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નંદકિશોરે કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) દેશભક્ત છે. જેના કારણે તેમણે દેશભક્તિ દર્શાવતી વખતે પત્ની અનુષ્કા શર્માને છૂટાછેડા આપી દેવા જોઈએ.

 

 

 

મોટા સેલેબ્સને લઈને ઘણી વાર ઘણા પ્રકારના વિવાદો હોય છે. પરંતુ આ અનુષ્કા શર્માના જીવનનો સૌથી મોટો વિવાદ હતો.

ચાલો તમને જણાવી દઈએ કે, ભાજપ નેતાએ કહ્યું હતું કે, વેબ સિરીઝ પાતાલ લોકમાં વિવાદિત વિષયને લઈને અનુષ્કા પર કાર્યવાહી થવી જોઈએ. અગાઉ, રાસુકા હેઠળ કાર્યવાહીની માંગ કરતા, તેમણે કહ્યું હતું કે પાતાલ લોક વેબ સિરીઝમાં જેમાં બાલકૃષ્ણ વાજપેયી નામના ગુનેગાર સાથે સંબંધિત એવા નેતાની સાથે માર્ગનું ઉદઘાટન કરતા તેમના અને અન્ય બીજેપીના નેતાઓના ફોટા બતાવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે તેઓ ધારાસભ્ય છે અને તેમની કોઈ પણ તસવીર તેમની પરવાનગી વિના વાપરવી જોઈએ નહીં. જે પુરી રીતે ખોટું છે. પાતાલ લોક ગત વર્ષે લોકડાઉનમાં રિલીઝ થઈ હતી. જ્યાં આ શ્રેણીને પ્રેક્ષકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

 

આ પણ વાંચો :- Randhir Kapoor નો મોટો નિર્ણય, ભાઈ Rishi Kapoor-Rajiv Kapoor ના મૃત્યુ બાદ વેચી રહ્યા છે પૂર્વજોનું મકાન

આ પણ વાંચો :- Anushka Sharma એ જ્યારે આપ્યું હતું Aamir Khan ની આ બ્લોકબસ્ટર ફિલ્મ માટે ઓડિશન, જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Next Article