Birthday Special : ‘પુષ્પા’ સ્ટાર રશ્મિકા મંદાનાનુ આ સાઉથ સ્ટાર સાથે થયુ હતુ બ્રેકઅપ, 19 વર્ષની ઉંમરે ફિલ્મી દુનિયામાં ડેબ્યુ

|

Apr 05, 2022 | 8:40 AM

રશ્મિકા અત્યાર સુધી સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. અભિનેત્રી તેની ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી ચાહકોના દિલ જીતી લે છે,જેમાં અલ્લુ અર્જુન સાથેની તેની ફિલ્મ 'પુષ્પા ધ રાઈઝે' બોલિવૂડને પણ ટક્કર આપી હતી.

Birthday Special : પુષ્પા સ્ટાર રશ્મિકા મંદાનાનુ આ સાઉથ સ્ટાર સાથે થયુ હતુ બ્રેકઅપ, 19 વર્ષની ઉંમરે ફિલ્મી દુનિયામાં ડેબ્યુ
Actress Rashmika Mandanna Birthday

Follow us on

Birthday Special : મનોરંજન જગતની (Entertainment World) મોટી ફિલ્મોમાંની એક ગણાતી ફિલ્મ ‘પુષ્પઃ ધ રાઇઝ’ની અભિનેત્રી રશ્મિકા મંદાનાનો (South Actress Rashmika Mandanna)આજે જન્મદિવસ છે. આ સાથે રશ્મિકા આજે 26 વર્ષની થઈ ગઈ છે. એક્ટ્રેસ રશ્મિકા મંદાના અત્યાર સુધી સાઉથની ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. અભિનેત્રીની અલ્લુ અર્જુન (Allu Arjun) સાથેની ‘ફિલ્મ પુષ્પા ધ રાઈઝે’ બોલિવૂડને પણ ટક્કર આપી હતી. આવી સ્થિતિમાં રશ્મિકા હવે બોલિવૂડ ફિલ્મોમાં પણ ડેબ્યુ (Rashmika Mandanna Bollywood Debut) કરવા માટે તૈયાર છે.પુષ્પા ફિલ્મ હિટ થયા પછી અને અભિનેત્રીનું ‘સામી-સામી’ સોંગ સુપર ચાર્ટબસ્ટર પર નંબર 1 બન્યા પછી, રશ્મિકાને તેની ફિલ્મ માટે બોલિવૂડના ઘણા નિર્માતાઓએ સંપર્ક કર્યો હતો.

અભિનેત્રીના જન્મદિવસે આજે અમે તમને જણાવીશું કે રશ્મિકાની અત્યાર સુધીની ફિલ્મ સફર કેવી રહી છે, જ્યારે આવનારા દિવસોમાં ‘સામી-સામી’ ગર્લ કઈ -કઈ ફિલ્મોમાં બોલિવૂડ સ્ટાર્સ (Bollywood Star) સાથે કામ કરતી જોવા મળશે.

19 વર્ષની ઉંમરે ફિલ્મી દુનિયામાં ડેબ્યુ કર્યું

ઘણી કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી રશ્મિકા મંદાનાની વર્ષ 2020 થી લોકપ્રિયતા વધી છે. આ સમયે રશ્મિકા ગૂગલ (Google) પર સૌથી વધુ સર્ચ થનારી અભિનેત્રીઓમાંની એક બની ગઈ હતી. આવી સ્થિતિમાં રશ્મિકાને ‘નેશનલ ક્રશ’ પણ કહેવામાં આવી હતી. કર્ણાટકમાં જન્મેલી રશ્મિકાએ કન્નડ ફિલ્મોમાં કામ કર્યું અને સાઉથમાં પોતાની ઓળખ બનાવી. રશ્મિકા કર્ણાટકના વિરાજપેટની છે. અભિનેત્રીએ તેનુ શિક્ષણ પણ અહીંથી જ પૂરું કર્યું હતું. અભ્યાસ દરમિયાન રશ્મિકાએ મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં 19 વર્ષની ઉંમરે તેમને પહેલીવાર ફિલ્મની ઓફર થઈ હતી. આવી સ્થિતિમાં રશ્મિકાએ વર્ષ 2016માં ‘કિરિક પાર્ટી’થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અભિનેતા રક્ષિત શેટ્ટી સાથે રશ્મિકાનું બ્રેકઅપ થયું

રશ્મિકાએ વર્ષ 2018માં ફિલ્મ ‘ચલો’થી ઘણી લોકપ્રિયતા મેળવી હતી. આ પછી અભિનેત્રીએ ગીતા ગોવિંદમ, દેવદાસ, ડિયર કોમરેડ, સરીલેરુ નીકેવરુ અને ભીષ્મ જેવી ફિલ્મોમાં કામ કર્યું. એવું જાણવા મળ્યું હતું કે અભિનેત્રીએ ફિલ્મ ‘કિરિક પાર્ટી’ દરમિયાન તેના કો-સ્ટાર સાથે સગાઈ કરી લીધી હતી. અભિનેતા રક્ષિત શેટ્ટી અને રશ્મિકાના ડેટિંગના અહેવાલો હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. વર્ષ 2018માં બંનેએ આ સંબંધનો અંત લાવવા પરસ્પર સંમતિ આપી હતી. જો કે, આ સંબંધ શા માટે તૂટ્યો તે કારણ ક્યારેય બહાર આવ્યું નથી.

હવે બોલિવૂડમાં પણ કરશે એન્ટ્રી

રશ્મિકા મંદાના વિશે એવા સમાચાર છે કે તે જલ્દી જ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘મિશન મજનુ’થી બોલિવૂડમાં (Bollywood) ડેબ્યૂ કરવા જઈ રહી છે. ઉપરાંત અભિનેત્રી રશ્મિકા અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. આ સિવાય રશ્મિકા મંદન્ના, રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરી શકે છે. અહેવાલ છે કે રશ્મિકા મંદન્નાને રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં લીડ રોલ મળ્યો છે.

 

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો : વિદેશમાં ભારતીય ફિલ્મનો દબદબો : લોકો પર યશની ફિલ્મ ‘KGF 2’નો ફિવર, UKમાં પ્રી-બુકિંગ કાઉન્ટર ખોલતાં જ 5 હજાર ટિકિટ વેચાઈ !

Next Article