Birthday Special : માતાના નિધનના દુખમાં ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો પ્રતિક બબ્બર, પિતા પર ગુસ્સે થઇને હટાવી દીધી હતી સરનેમ

|

Nov 28, 2021 | 7:55 AM

પ્રતિક તેની માતાના અવસાન બાદ ખરાબ રીતે ભાંગી પડ્યો હતો. તે આ દુ:ખમાંથી બહાર પણ ન આવી શક્યો. તે ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો જેમાંથી તે બહાર આવી શક્યો ન હતો.

Birthday Special : માતાના નિધનના દુખમાં ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો પ્રતિક બબ્બર, પિતા પર ગુસ્સે થઇને હટાવી દીધી હતી સરનેમ
Prateik Babbar

Follow us on

બોલિવૂડ એક્ટર પ્રતિક બબ્બર  (Prateik Babbar) તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતો છે. દરેક વખતે તે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી બધાને દંગ કરી દે છે. આજે પ્રતિક તેનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પ્રતિકનો જન્મ 28 નવેમ્બર 1986ના રોજ મુંબઈમાં થયો હતો. પ્રતિકે પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા છે.

પ્રતિક તેની માતા સ્મિતા પાટીલના અવસાન બાદ ખરાબ રીતે ભાંગી પડ્યો હતો. તે ખોટી સંગતમાં પડી ગયો હતો. પ્રતિકને જન્મ આપ્યાના થોડા જ સમયમાં સ્મિતા પાટીલનું અવસાન થયું. પુત્રને જન્મ આપતી વખતે સ્મિતાને ઘણી સમસ્યાઓ થઈ હતી, જેના કારણે તેના શરીરમાં ઈન્ફેક્શન વધવા લાગ્યું હતું. સ્મિતા પાટીલના અવસાન પછી, તેની સાર સંભાળ તેના મામા દ્વારા કરવામાં આવી હતી.

પ્રતિક તેની માતાના અવસાન બાદ ખરાબ રીતે ભાંગી પડ્યો હતો. તે આ દુ:ખમાંથી બહાર પણ ન આવી શક્યો. તે ડ્રગ્સનો વ્યસની બની ગયો હતો જેમાંથી તે બહાર આવી શક્યો ન હતો. તે દરમિયાન પ્રતિકને ડ્રગ્સની એટલી આદત લાગી ગઈ હતી કે તેને રિહેબ સેન્ટરમાં લઈ જવો પડ્યો હતો.

IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધારે મેચ હારી જાણો?
બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO ​​પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો

તેની માતાના અવસાન બાદ પ્રતિક તેના પિતા રાજ બબ્બરથી અલગ થઈ ગયો હતો. તે તેના પિતા પર ગુસ્સે હતો. પ્રતિકે કહ્યું હતું કે તેના પિતા પાસે તેની વાત સાંભળવાનો પણ સમય નથી. પ્રતિકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો મને મારા પિતા અને માતા વિશે ઘણી વાતો કહેતા હતા જે મારા મગજમાં વસી ગઈ હતી. પ્રતિક તેના પિતાથી એટલો દૂર હતો કે તેણે પોતાના નામમાંથી બબ્બર અટક કાઢી નાખી.

જો કે, હવે પ્રતિકના તેના પિતા રાજ બબ્બર સાથેના સંબંધો સુધર્યા છે અને તે તેના સાવકા ભાઈ આર્ય અને જુહીની પણ ખૂબ નજીક છે. તે અવારનવાર તેના પરિવાર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

આ પણ વાંચો –

Birthday Special : ફેરનેસ ક્રીમની એડથી ફેમસ થઇને આજે બોલીવૂડમાં બનાવી ખાસ જગ્યા, જાણો યામી ગૌતમ વિશેની રોચક વાતો

આ પણ વાંચો – કોંગ્રેસે બોલાવી વિપક્ષોની મિટિંગ, નહીં થાય TMC સામેલ, ‘જ્યારે અમે સૌથી મોટી લડાઈ લડી ત્યારે કોંગ્રેસ ક્યાં હતી ?’ TMC એ માર્યો ટોણો

આ પણ વાંચો – Mumbai : ઓમિક્રોન વેરિયન્ટને પગલે BMC એક્શનમાં, સાઉથ આફ્રિકાથી આવતા લોકોને 14 દિવસ સુધી કરાશે ક્વોરેન્ટાઈન

Next Article