Birthday Special: જ્યારે સોનુ સૂદનો આભાર માનવા ફેન્સ વટાવી ગયા હદ, જાણો 5 દિલધડક કિસ્સા

કોરોનામાં સોનુએ કરેલી મદદ બાદ ઘણા લોકો ખાસ ટ્રિબ્યુટ પણ આપતા હોય છે. ચાલો જાણીએ અત્યાર સુધી અપાયેલા અનેક ટ્રિબ્યુટમાં કયા ખાસ અને બેસ્ટ છે.

Birthday Special: જ્યારે સોનુ સૂદનો આભાર માનવા ફેન્સ વટાવી ગયા હદ, જાણો 5 દિલધડક કિસ્સા
5 best tribute by fans to the messiah Sonu Sood
| Edited By: | Updated on: Jul 30, 2021 | 2:51 PM

આજે એટલે કે 30 જુલાઈએ રિયલ લાઈફ હીરો, રીલ લાઈફ વિલન સોનુ સૂદનો જન્મદિન છે. ગત કેટલાક મહિનાઓથી સોનુ લોકો માટે મસીહા બની ગયો છે. સોનુએ ન જાણે કેટલા લોકોની મદદ કરી હશે. આવા સમયે સોનુને ઘણા લોકો ખાસ ટ્રિબ્યુટ પણ આપતા હોય છે. ચાલો જાણીએ અત્યાર સુધી અપાયેલા અનેક ટ્રિબ્યુટમાં કયા ખાસ અને બેસ્ટ છે.

સોનુના મોટા પોસ્ટર પર દુધાભીષેક

મહામારીમાં ઘણી મદદ બદલ અમુક ફેન્સે સોનુના બેનર પર દૂધનો અભિષેક કર્યો હતો. અને આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થયો હતો. વિડીયોમાં સોનુના મોટા બેનર પર દુષનો અભિષેક કરવામાં આવી રહ્યો હતો. જોકે સોનુએ વિડીયો જોઇને દૂધનો બગાડ ના કરીને કોઈ જરૂરિયાત ધરાવતા વ્યક્તિને આપવા કહ્યું હતું.

શિરડી મંદિર બહાર ફેન્સ બોલ્યા ‘રિયલ હીરો’

જ્યારે સોનુ શિરડી મંદિર દર્શન કરવા ગયો ત્યારે ત્યાં તેના નામનો જયજયકાર થઇ ગયો. સૌ એક સાથે સોનુના નામના નારા લગાવવા લાગ્યા હતા. મંદિર બહાર સોનુને જતા જોવા અને એનું અભિવાદન કરવા જાણે પૂર આવી ગયું હતું. લોકોએ માત્ર ટાળી જ નહીં ‘રિયલ હીરો’ ના નારાથી સોનુનું સ્વાગત કર્યું હતું.

ખુલ્લા પગે ચાલતો આવ્યો સોનુને મળવા

સોનુ માટે પોતાનો પ્રેમ બતાવવા એક ફેન હૈદરાબાદથી ખુલ્લા પગે મુંબઈ આવી ગયો. સોનુ પણ આ જોઇને ખુબ ભાવુક થઇ ગયો હતો અને તેણે સોશોયલ મીડિયા પર આ ફેન વેંકટેશની સમગ્ર કહાણી રજુ કરી હતી.

જ્યારે સોનુ માટે #PadmaVibhushanForSonuSood ટ્રેન્ડ થયું

સોનુના અસાધારણ કામ માટે ફેન્સે એક વાર ટ્વિટર માથે લઇ લીધું હતું. સોનુને સન્માન મળે તે માટે તેના ફેન્સે #PadmaVibhushanForSonuSood ટ્રેન્ડ કરાવી દીધું હતું. તમને જણાવી દઈએ કે પદ્મવિભૂષણ બીજો સૌથી મોટો પુરષ્કાર છે.

બિહારથી સાયકલ સવારી

બિહારથી એક ફેન સોનુનો આભાર માનવા સાયકલ પર નીકળ્યો હતો. સોનુએ તેના આ સાહસનો વિડીયો શેર કર્યો હતો. જેમાં આ વ્યક્તિનું કહેવું હતું કે તેની પાસે પૈસા ના હોવાના કારણે તે ટ્રેન કે બસથી ના આવી શક્યો. અને તેથી તેણે સાયકલ પર સોનુને મળવા આવવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: Insta માં માત્ર 7 અભિનેત્રીઓને ફોલો કરે છે સલમાન ખાન, જેમાંથી 3 ભૂતપૂર્વ પ્રેમિકા, જાણો કોણ છે લીસ્ટમાં

આ પણ વાંચો: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી લેશે Bigg Boss 15 માં ભાગ! મનોરંજન થશે ડબલ