‘બિગ બોસ’ ફેમ અર્શી ખાનને દિલ્હીમાં અકસ્માત, હોસ્પિટલમાં દાખલ

Arshi Khan: જ્યારે અકસ્માત થયો ત્યારે અર્શી ખાન તેની મર્સિડીઝ કારમાં હતી. આ અકસ્માત દિલ્હીના માલવિયા નગર પાસે શિવાલિક રોડ પર થયો હતો.

બિગ બોસ ફેમ અર્શી ખાનને દિલ્હીમાં અકસ્માત, હોસ્પિટલમાં દાખલ
Arshi Khan (file photo)
| Edited By: | Updated on: Nov 23, 2021 | 7:03 AM

Bigg Boss’ fame Arshi Khan: બિગ બોસ ફેમ અભિનેત્રી અર્શી ખાનના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. અર્શી ખાન (Arshi Khan) એક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત સોમવારે દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં થયો હતો. જો કે અર્શી ખાન (Arshi Khan) ખતરાની બહાર છે.  તેના અકસ્માતના સમાચાર સાંભળીને ચાહકો સોશિયલ મીડિયા પર અર્શીને તેની ખબર પૂછી રહ્યા છે અને તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. હાલ અર્શી ખાન હોસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે.

અર્શી શૂટિંગ માટે દિલ્હીમાં હતી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે અકસ્માત થયો ત્યારે અર્શી ખાન તેની મર્સિડીઝ કારમાં હતી. આ અકસ્માત દિલ્હીના માલવિયા નગર પાસે શિવાલિક રોડ પર થયો હતો. આ દરમિયાન તેનો આસિસ્ટન્ટ પણ તેની સાથે હતો. જણાવવામાં આવી રહ્યું છે કે કાર અથડાતાની સાથે જ એરબેગ્સ ખુલી ગઈ, જેના કારણે અર્શી ખાન ગંભીર ઈજાઓથી બચી ગઈ હતી. જો કે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અર્શી શૂટિંગના સંબંધમાં દિલ્હી ગઈ હતી.

બોલ્ડ ઈમેજને લઈને ચર્ચામાં રહે છે

અર્શી ખાન પહેલીવાર 2017માં ‘બિગ બોસ’ની 11મી સીઝનથી લાઇમલાઇટમાં આવી હતી. આ પછી તે બિગ બોસ 14માં પણ ચેલેન્જર તરીકે જોવા મળી હતી. શોમાંથી બહાર આવતાં જ અર્શી ખાનને ડિરેક્ટર દુષ્યંત સિંહની ફિલ્મ ‘ત્રાહિમ’ની ઑફર મળી હતી. આ ફિલ્મમાં તે ગામડાની છોકરીનું પાત્ર ભજવવા જઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અર્શી ખાનની મહત્વાકાંક્ષા બોલિવૂડમાં કરિયર બનાવવાની છે. અર્શી ખાન ‘વિશ’ અને ‘સાવિત્રી દેવી કોલેજ એન્ડ હોસ્પિટલ’ જેવી ટીવી સિરિયલોમાં પણ જોવા મળી છે. તે ટૂંક સમયમાં ટીવી પર સ્વયંવર શો ‘આયેંગે તેરે સજના’માં જોવા મળશે. મનોરંજન ક્ષેત્રે કામ સિવાય અર્શી ખાન તેના નિવેદનો અને સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીર શેર કરવાને કારણે ચર્ચામાં રહે છે.

આ પણ વાંચોઃ

Bhakti: આજે અંગારકી સંકષ્ટી ચોથ, શું તમને ખબર છે સંકષ્ટીના પ્રારંભની આ પુરાણોક્ત કથા ?

આ પણ વાંચોઃ

Boeing 737 Max : અઢી વર્ષ બાદ Boeing 737 Maxની પહેલી ફ્લાઇટ દિલ્હીથી ગ્વાલિયર ઉડાન ભરશે