BB 19 : અમાલ મલિકને ઈમેજ સાફ કરવા બિગ બોસ આપી રહ્યા કોચિંગ ? વાતવાતમાં બસીરનો ખુલાસો-Video

બિગ બોસ ખરેખર અમાલની ઈમેજ સાફ કરી રહ્યા છે અને તેના કરેલા કામો ભૂલીને ગમે તેમ ફેન્સ તેને પસંદ કરવા લાગે તે માટે છુપી રીતે તેને ટ્રેનિંગ આપી રહ્યા છે.

BB 19 : અમાલ મલિકને ઈમેજ સાફ કરવા બિગ બોસ આપી રહ્યા કોચિંગ ? વાતવાતમાં બસીરનો ખુલાસો-Video
baseer ali
| Updated on: Oct 28, 2025 | 3:31 PM

બિગ બોસ 19 છોડ્યા પછી, બસીર અલી, મીડિયા સાથે તેના કડવા-મીઠા અનુભવો શેર કરી રહ્યો છે. તે ઘરમાં અમલ સાથેની કઈ ક્ષણો યાદ રાખશે તે જણાવી રહ્યો હતો. પણ આ વાતો વચ્ચે તેણે કંઈક એવું જાહેર કર્યું જેનાથી લોકોને વિશ્વાસ થઈ ગો છે કે બિગ બોસ ખરેખર અમાલની ઈમેજ સાફ કરી રહ્યા છે અને તેના કરેલા કામો ભૂલીને ગમે તેમ ફેન્સ તેને પસંદ કરવા લાગે તે માટે છુપી રીતે તેને ટ્રેનિંગ આપી રહ્યા છે.

અમાલની ઈમેજ સાફ કરવા બિગ બોસ કરી રહ્યા પ્રયત્નો

બસીર ઝૂમ દ્વારા વાત કરી રહ્યો હતો. તેને પૂછવામાં આવ્યું કે તે અમાલ સાથેના તેના ભાઈચારા વિશે શું કહે છે અને શું આ મિત્રતા ચાલુ રહેશે. બસીરે જવાબ આપ્યો, “હું ચોક્કસપણે આ મિત્રતા જાળવી રાખવા માંગુ છું. ઘણા મુદ્દાઓ હતા જ્યારે મને અમાલ માટે ખૂબ જ તીવ્ર લાગણી હતી. એક સમયે, અમલ ખૂબ જ નિરાશ હતો, ખાસ કરીને તેના પિતા આવ્યા પછી. તે બાદ બિગ બોસે તેને કન્ફેશન રૂમમાં બોલાવ્યો હતો, અને તેને સમજાવ્યું કે તુ ઘરનો કોઈ એક એવો સભ્ય શોધ જે તને ગુસ્સાના સમયમાં બિલોથી બેલ્ટ જતા નિયંત્રિત કરી શકે. જેમાં અમાલ બસીરનું નામ લે છે.

હવે આ અંગેની બિગ બોસ અને અમાલ વચ્ચેની વાતને ના તો એપિસોડમાં જણાવવામાં આવી કે લાઈવમાં આ અંગે કઈ પણ બતાવવામાં આવ્યું. બસીરની વાત પરથી સીધી રીતે જણાય છે કે બિગ બોસ અમાલની ઈમેજ સાફ કરવા છુપી રીતે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. વીડિયોના અંતમાં ખુદ બસીર પણ બોલે છે આ અંગે વીડિયો બતાવવામાં આવ્યો નથી. એટલે સીધી વાત છે કે બિગ બોસ રિયાલિટી શો હોવાનો દાવો કરે છે તો પછી કોઈ એકના ફેવરમાં આમ છુપી રીતે પગલા લેવા શો માટે યોગ્ય છે?

બીજુ શું કહ્યું બસીર અલીએ?

બસીરે આગળ સમજાવ્યું, “અમાલ કન્ફેશન રૂમમાંથી આવ્યો અને મને કહ્યું કે બિગ બોસે તેને આમ કહ્યું. જે બાદ મેં તેને ગળે લગાવ્યો. શાહબાઝનો હાથ પકડીને કહ્યું કે તેની સંભાળ રાખ. ખાતરી કરો કે તે ક્યારેય ખોટા ફ્રેમમાં ન આવે.”

બસીરની આ વાતથી ફેન્સ ભડક્યા

બસીર આ વાત સકારાત્મક રીતે કહી રહ્યો હતો, પણ આ ક્લિપ પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે અમાલ બિગ બોસનો પ્રિય છે અને તે તેની છબીને કલંકિત કરવા માંગતા નથી. એક વ્યક્તિએ લખ્યું, “બિગ બોસ ઇચ્છે છે કે તેનું સાચું વ્યક્તિત્વ બહાર આવે, પરંતુ તે પોતે જાતે જ કન્ફેશન રૂમમાં અમાલ મલિકને કોચિંગ આપી રહ્યા છે. ” બીજાએ લખ્યું, “બિગ બોસને શરમ આવવી જોઈએ. તમે આ બધું અમલને બચાવવા માટે કરો છો. પછી તેને ટ્રોફી આપો અને તે કામ પૂરું કરો.”

Bigg Boss 19: અભિષેક અને અશ્નૂરને બચાવવામાં શાહબાઝ સાથે થઈ ગૌરવ ખન્નાની ફાઈટ; બિગ બોસે 9 સ્પર્ધકો કર્યા નોમિનેટ,  આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 3:30 pm, Tue, 28 October 25