Bigg Boss 19 : પનીર અને ચિકન માટે બિગ બોસમાં બબાલ, અમાલ-અભિષેક આવ્યા સામ-સામે, જુઓ-Video

બિગ બોસના ઘરમાં પનીર અને ચિકનને લઈને લડાઈ થઈ છે. આ લડાઈ અમાલ અને અભિષેક વચ્ચે થઈ છે. તમને જણાવી દઈએ કે ઘરના બે સ્પર્ધક અમાલ અને અભિષેક ફરી એકવાર સામસામે આવી ગયા છે.

Bigg Boss 19 : પનીર અને ચિકન માટે બિગ બોસમાં બબાલ, અમાલ-અભિષેક આવ્યા સામ-સામે, જુઓ-Video
Bigg Boss 19 New Promo
| Updated on: Sep 18, 2025 | 4:01 PM

બિગ બોસ 19નું ઘર અખાડામાં ફેરવાઈ ગયું છે. દરેક નાની નાની વાતે ઘરમાં મોટું યુદ્ધ છેડાયા જાય છે . આ વખતે ઘરના સભ્યો વચ્ચે ખોરાકને લઈને મોટો ઝઘડો થયો છે. જોકે, આ પહેલી વાર નથી, અગાઉ પણ ખોરાકને લઈને અનેક ઝઘડા થયા છે. ક્યારેક દાળને લઈને, ક્યારેક પુરીને લઈને, બિગ બોસનું ઘર નાટકથી ભરેલું છે. બિગ બોસ 19 નવો પ્રોમોમાં સામે આવ્યો છે.

પનીર અને ચિકન પર છેડાઈ જંગ

આ વખતે, બિગ બોસના ઘરમાં પનીર અને ચિકનને લઈને લડાઈ થઈ છે. આ લડાઈ અમાલ અને અભિષેક વચ્ચે થઈ છે. તમને જણાવી દઈએ કે ઘરના બે સ્પર્ધક અમાલ અને અભિષેક ફરી એકવાર સામસામે આવી ગયા છે. તેઓ પનીર અને ચિકન ખાવાને લઈને લડાઈ કરતા જોવા મળી રહ્યા છે. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ખોરાકની વહેંચણીને લઈને ઉગ્ર દલીલ

બિગ બોસના તાજેતરના પ્રોમોમાં બતાવ્યા પ્રમાણે, અમાલ શાહબાઝને કહે છે કે અભિષેક આજે અચાનક કેમનો શાકાહારી થઈ ગયો, ત્યારે શાહબાઝ તેને કહે છે કે ના તેણે પહેલા ચિકન ખાધુ પછી વેજ ખાધુ . આ સાંભળીને, અમાલ ગુસ્સે થઈ જાય છે અને અભિષેકને કહે છે, “તું પનીર અને ચિકન બંને ખાઈ શકતો નથી,” જ્યારે અભિષેક જવાબ આપે છે, “હું પનીરને બદલે ચિકન ખાઈ રહ્યો છું પણ વેજીટેબલ્સ તો લઈ શકુ છું ને.” ત્યારબાદ અમાલ અને અભિષેક વચ્ચે ઉગ્ર દલીલ થાય છે.

આગળ શું થશે?

આ દલીલ ટૂંક સમયમાં ઉગ્ર ચર્ચામાં પરિણમે છે. બંને એકબીજા પર બૂમો પાડવા લાગે છે અને ભૂતકાળની ઘટનાઓ વિશે એકબીજાને ટોણા મારવા લાગે છે. ઘરના અન્ય સભ્યો તેમને શાંત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેમની લડાઈ અટકતી નથી. તમને જણાવી દઈએ કે અમાલ ગયા અઠવાડિયાનો કેપ્ટન હતો, જ્યારે આ અઠવાડિયાનો કેપ્ટન અભિષેક બજાજ બનશે. હવે અભિષેક ઘરનું સંચાલન કરી રહ્યો છે, તે જોવાનું રસપ્રદ રહેશે કે તે શું નિર્ણય લે છે.

અંબાણી પરિવારની વહુઓએ લૂટી મહેફિલ, જેઠ-જેઠાણી સાથે રાધિકાએ આપ્યા પોઝ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો