
Big Boss OTT 2 ની સફળ સિઝન પછી, હવે ચાહકો સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો ‘Big Boss 17‘ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ ચાહકોને તેમના મનપસંદ શો માટે થોડી વધુ રાહ જોવી પડશે, કારણ કે આ વર્ષે ‘Big Boss સપ્ટેમ્બરમાં નહીં પરંતુ ઓક્ટોબરમાં શરૂ થવા જઈ રહ્યો છે. સૂત્રો પાસેથી TV9 નેટવર્કને મળેલી એક્સક્લુઝિવ માહિતી અનુસાર, બિગ બોસ 17નું પ્રીમિયર 21 ઓક્ટોબરે થશે અને આ વખતે બિગ બૉસના ઘરમાં સેલિબ્રિટી કપલ vs સિંગલની થીમ જોવા મળશે.
TV9 નેટવર્ક પર અમે તમને સૌપ્રથમ જાણ કરી હતી કે પ્રખ્યાત ટી.વી કપલ નીલ ભટ્ટ-ઐશ્વર્યા શર્મા અને એલિસ કૌશલ-કંવર ઢીલ્લોને બિગ બોસ માટે ફાઈનલ કરવામાં આવ્યા છે. હવે આ બંનેની સાથે અંકિતા લોખંડે અને વિકી જૈન પણ ઘરની અંદર જશે તે લગભગ નક્કી છે. આ બે યુગલો ઉપરાંત, પ્રિન્સ નરુલા-યુવિકા ચૌધરી, અલી ગોની-જાસ્મિન ભસીન, કરણ કુન્દ્રા-તેજશ્વી જેવા સેલિબ્રિટી યુગલોનો પણ માર્ગદર્શક તરીકે બિગ બોસ 17માં જોડાવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે.
બિગ બોસ 17માં ‘ બિગ બોસ ઓટીટી સિઝન 2’ના કેટલાક સ્પર્ધકો પણ સામેલ થઈ શકે છે . આ શોમાં મનીષા રાની, જિયા શંકર, અવિનાશ સચદેવ જેવા ઘણા પૂર્વ સ્પર્ધકો જોવા મળી શકે છે. આ બધા સિવાય જેનિફર વિંગેટ, મોહસિન ખાન, સુરભી જ્યોતિ, અંજલિ અરોરા, ઈસ્માઈલ દરબારના પુત્ર અવેઝ દરબાર, બસીર અલી અને કેટ ક્રિસ્ટન જેવી ઘણી સેલિબ્રિટીના નામ સિંગલ તરીકે ચર્ચાઈ રહ્યા છે.
Kya aapko pata hai ki December hai hum sabki favourite Archu ka birthday month, toh issi mauke par dobara dekhiye unka super hit show #PavitraRishta, sirf ZEE5 par, vo bhi bilkul free.@anky1912 pic.twitter.com/JRevodRvPh
— ZEE5 Shows (@ZEE5Shows) December 20, 2022
આ પણ વાંચો : પઠાણની રાહ પર ગદર 2, રક્ષાબંધન પર સની દેઓલની ફિલ્મને લઈને મેકર્સે કરી મોટી જાહેરાત
બિગ બોસના ભૂતપૂર્વ સ્પર્ધકો એલ્વિશ યાદવ અને અભિષેક મલ્હાન વિશે વાત કરીએ તો, આ બંને પાસે હાલમાં ‘લોક અપ’ અને ‘બિગ બોસ 17’ જેવા બે મોટા શોની ઑફર છે, જો કે તેઓ ફરી એકવાર રિયાલિટી શોનો ભાગ બનવા માંગશે ? , અથવા તેઓ બંને કન્ટેન્ટ ક્રિપ્ટીંગની દુનિયામાં પાછા જવાનું પસંદ કરશે? તે જોવું રસપ્રદ રહેશે.