Bigg Boss 15 : શોની ઇનામી રકમ ફરી દાવ પર લાગી, ‘વિશ્વસુંત્રી’એ જંગલવાસીઓ સામે મૂકી આ મોટી શરત

|

Oct 22, 2021 | 4:01 PM

પહેલાના એપિસોડમાં એવું જોવામાં આવ્યું હતું કે તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા નક્કી કરે છે કે તેઓ દરેકને સાડા ત્રણ લાખ રૂપિયા આપશે. તેણે ટિકિટનો પહેલો સેટ જીત્યો હતો.

Bigg Boss 15 : શોની ઇનામી રકમ ફરી દાવ પર લાગી, વિશ્વસુંત્રીએ જંગલવાસીઓ સામે મૂકી આ મોટી શરત
Bigg Boss 15

Follow us on

Bigg Boss 15 : બિગ બોસ સીઝન 15ના ઘરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. બિગ બોસે (Bigg Boss) સ્પર્ધકોને પાઠ ભણાવવા માટે ફરી એક યુક્તિ રમી છે.

આ બધું આવનારા એપિસોડની ઝલકમાં જોવા મળ્યું છે. જય ભાનુશાળી (Jay Bhanushali), જે ગઈ કાલ સુધી કહેતો હતો કે તે ‘એક્સેસ ઓલ એરિયા’ ટિકિટ ટાસ્ક રમવા માટે તૈયાર નથી, હવે તે કહેતો જોવા મળે છે કે તે જીતની રકમ કોઈની સાથે વહેંચશે નહીં. જય ભાનુશાળીમાં આ ફેરફાર કેમ આવ્યો, ચાલો જણાવીએ.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

શોના નવા પ્રોમોમાં એવું જોવા મળ્યું કે, જય ભાનુશાળી સતત પ્રતિક સહજપાલને (Pratik Sehajpal) ટાસ્ક રમતા અટકાવે છે. આ પછી આ બે ટાસ્ક પાર્ટનર્સ વચ્ચે ઘણી લડાઈ થાય છે. દરેક વ્યક્તિ પોતાના કાર્યમાં વ્યસ્ત છે, ત્યારે જ વિશ્વસુંત્રી (Vishwasuntree) તેમને આવી એક વાત કહે છે, જેને સાંભળીને દરેક દંગ રહી જાય છે.

શું જંગલવાસીઓ ઇનામની રકમમાંથી 25 લાખ રૂપિયા ગુમાવશે ?

વિશ્વસુંત્રી જાહેર કરે છે કે હવે જંગલવાસીઓ પાસે બે વિકલ્પ છે. તેઓ ઇનામની રકમમાંથી 25 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ મુખ્ય ઘરમાં પ્રવેશ કરે અથવા શો છોડી દે. વિશ્વસુંત્રીની આ ઘોષણાએ તમામ જંગલવાસીઓને ચોંકાવી દીધા અને પરેશાન કર્યા. તે પણ જ્યારે કાર્યનો માત્ર એક રાઉન્ડ બાકી હતો. હવે વિશ્વસુંત્રીની આ જાહેરાત બાદ વનવાસીઓ શું નિર્ણય લે છે, તે આગામી એપિસોડમાં જોવા મળશે.

અગાઉના એપિસોડમાં, એવું જોવામાં આવ્યું હતું કે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા નક્કી કરે છે કે તેઓ દરેકને સાડા ત્રણ લાખ રૂપિયા આપશે. તેણે ટિકિટનો પહેલો સેટ જીત્યો હતો. આ પછી, શમિતા શેટ્ટી (Shamita Shetty) અને વિશાલ કોટિયાને નક્કી કર્યું કે તેઓ આઠ લાખ રૂપિયામાં રમશે અને બાકીના ધરવાળાને ચાર લાખ રૂપિયા આપશે.

શો હવે ખૂબ જ રસપ્રદ સીમા પર પહોંચી ગયો છે. જે મિત્રો બિગ બોસ (Bigg Boss)ના આ ઘરમાં હતા તે દુશ્મન બની ગયા છે અને જેઓ દુશ્મન હતા તેમને હવે મિત્ર તરીકે જોવામાં આવે છે. હવે જોવાનું રહેશે કે જંગલમાં રહેતા અન્ય લોકો શું નક્કી કરે છે કે ઘરે જવું કે શો છોડવો?

આ પણ વાંચો : T20 World Cup, Ind vs Pak: કોણ કપાયુ, કોણ સમાયુ ! તમે જ પસંદ કરો તમારી ટીમ, જો તમે કેપ્ટન હોય તો કેવી હોઇ શકે અંતિમ ઇલેવન ?

Next Article