Bigg Boss 15 : ફિલ્મના પ્રમોશન માટે RRRની ટીમ આવી, જુનિયર NTRએ સલમાન ખાનના વખાણ કર્યા

બિગ બોસ 15માં ફિલ્મ RRRની ટીમ પ્રમોશન માટે શોમાં આવી હતી. જ્યાં હોસ્ટ સલમાન ખાને (Salman Khan) આલિયા ભટ્ટ (Alia Bhatt) રામ ચરણ અને જુનિયર એનટીઆર સાથે ખૂબ જ મસ્તી કરી હતી.

Bigg Boss 15 : ફિલ્મના પ્રમોશન માટે RRRની ટીમ આવી, જુનિયર NTRએ સલમાન ખાનના વખાણ કર્યા
Bigg Boss 15 RRR team arrives for movie promotion
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:24 AM

Bigg Boss 15 : રિયાલિટી શો બિગ બોસ 15 (Bigg Boss 15) તેના છેલ્લા પડાવ પર છે. દર અઠવાડિયે દર્શકોને શોમાં કંઈક નવું જોવા મળી રહ્યું છે. ક્યારેક લડાઈ તો ક્યારેક રોમાન્સ. ત્યારબાદ હોસ્ટ સલમાન ખાન (Salman Khan) વીકએન્ડ કા વાર પર આવે છે અને સ્પર્ધકોના વખાણ કરવા સાથે તેમની ભૂલો પણ જણાવે છે. વિકેન્ડ કા વાર પર ઘણા સેલિબ્રિટી પણ આવે છે. શનિવારના એપિસોડમાં, RRRની આખી ટીમ ફિલ્મના પ્રમોશન (Film Promotion) માટે આવી હતી.

આલિયા ભટ્ટ, રામ ચરણ, જુનિયર એનટીઆર અને અજય દેવગન, એસએસ રાજામૌલી (S. S. Rajamouli) દ્વારા નિર્દેશિત આરઆરઆરમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આલિયા, રામ ચરણ અને જુનિયર એનટીઆર ફિલ્મના પ્રમોશન માટે રાજામૌલી સાથે શોમાં આવ્યા હતા. જ્યાં સલમાને બધા સાથે ખૂબ મસ્તી કરી હતી. આ સાથે તેમના જન્મદિવસની પણ અગાઉથી જ ઉજવણી કરવામાં આવી હતી.

સલમાન ખાનના વખાણ

વાતચીત દરમિયાન, સલમાન ખાને બિગ બોસ તેલુગુની સીઝન 1 વિશે વાત કરી જે જુનિયર એનટીઆર દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી. સલમાને જણાવ્યું કે, એનટીઆર શૂટિંગ માટે લોનાવાલા જતા હતા. જેના જવાબમાં જુનિયર એનટીઆરએ કહ્યું – તે માત્ર એક સીઝન હોસ્ટ કરી શક્યો હતો અને તે જાણતો નથી કેમ. પરંતુ સલમાન આ શોને છેલ્લી 12 સીઝનથી હોસ્ટ કરી રહ્યો છે.

સલમાનના વખાણ કરતા તેણે કહ્યું- તમે છેલ્લા 12 સીઝનથી શો હોસ્ટ કરી રહ્યા છો અને કેવી રીતે. આ બિગ બોસ નથી, આ બિગ ભાઈ (સલમાન ખાન)નો શો છે. આ શો કંઈ નથી, પરંતુ તેના પર તમારું નામ લખવું એ બધું છે. તમે એકમાત્ર હોસ્ટ છો જે બિગ બોસને આ સ્થાને લાવ્યા છે.

આ પછી સલમાને જૂનિયર એનટીઆરનો આભાર માનીને આલિયા સાથે મજાક કરી. તેણે કહ્યું- જુઓ, તમે લોકો મારી કદર નથી કરતા, આ બિગ બોસ અને બધું જુઓ. જે પછી બધા હસવા લાગે છે. તે પછી જુનિયર એનટીઆર સલમાનને વિનંતી કરે છે કે તે પ્રેક્ષકોનું તેલુગુમાં સ્વાગત કરે.

RRR વિશે વાત કરીએ તો, આ ફિલ્મ 7 જાન્યુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં સલમાને તેની ફિલ્મ બજરંગી ભાઈજાનની સિક્વલની જાહેરાત કરી હતી.

 

આ પણ વાંચો : Punjab Assembly Election: 15 જાન્યુઆરીએ ફરી ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે થશે વાતચીત, તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની જાહેરાત