“ભગવદ ગીતા” કેમ વાંચવી જોઈએ? આ નાના બાળકે જે કહ્યું..વારંવાર જોશો વિડીયો

|

Mar 11, 2024 | 2:05 PM

સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર'ની સીઝન 3માં ઘણા નાના બાળકોએ સ્પર્ધકો તરીકે ભાગ લીધો છે. સામાન્ય રીતે આ ઉંમરે બાળકો ખૂબ જ નિર્દોષ હોય છે. પરંતુ શોના લેટેસ્ટ એપિસોડમાં ભાગ લેનાર ભાગવત શર્માએ શોની જજ નેહા કક્કર સાથે પોતાના જ્ઞાનથી તમામ દર્શકોના દિલ જીતી લીધા હતા.

ભગવદ ગીતા કેમ વાંચવી જોઈએ? આ નાના બાળકે જે કહ્યું..વારંવાર જોશો વિડીયો
Bhagwat Sharm said on bhagavad gita

Follow us on

સુપરસ્ટાર સિંગર સીઝન 3 માં પ્રવેશતા પહેલા જ વાયરલ થયેલા સ્પર્ધક ભાગવત શર્માને સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શોમાં જોવા મળ્યો હતો. આ નાનો બાળક હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. વાસ્તવમાં, શોમાં પ્રવેશતાની સાથે જ નાના ભાગવતે શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાન અને જીવન જીવવાની અનોખી રીતથી દરેકના દિલ જીતી લીધા હતા. તેણે જે ભગવદ ગીતા પર કહ્યું તે સાંભળીને દરેક વ્યક્તિ ચોકી ઉઠ્યા હતા.

ભગવદ ગીતા માટે જે કહ્યું

વાસ્તવમાં ભગવત શર્મા શોમાં કન્ટેસ્ટંન્ટ બનીને આવ્યો હતો. જ્યારે તેને ગીત રજૂ કરવાની તક આપવામાં આવી ત્યારે તેમણે બધાની સામે ભજન રજૂ કર્યું. ભગવત હજુ ઘણો નાનો છે તેમજ તેણે સંગીતની કોઈ તાલિમ લીધી ન હતી તેથી તે સિલેક્ટ નથી કરવામાં આવ્યો પણ આ બાળકે ચોક્કસથી લોકોના દીલ જીતી લીધા છે.

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે

ખરેખર, ભગવત શર્માએ ભગવાન કૃષ્ણનું નામ લઈને ‘સુપરસ્ટાર સિંગર 3’ના સ્ટેજમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે શોના જજ નેહા કક્કરે તેને કહ્યું કે તે પોતે પણ કાન્હા જેટલી જ સુંદર દેખાય છે, તો ભાગવતે તેને રોકીને કહ્યું કે તે બિલકુલ કાન્હા જેવો દેખાતો નથી, કાન્હા તેના કરતા ઘણા સુંદર લાગે છે. ભાગવતે બધાને એ પણ સમજાવ્યું કે ભગવાનની ઉપાસના માટે કોઈ વય મર્યાદા નથી. આ સાથે જ્યારે ભગવદ ગીતા કેમ વાંચવી જોઈએ તે પુછવામાં આવે છે ત્યારે તે જે જવાબ આપે છે તે સાંભળી બધા ચોકી ઉઠે છે.

ભગવત શર્મા તેના જવાબમાં કહે છે તે એક ઉદાહરણ આપવા માંગે છે અને કહે છે કે જ્યારે આપડે કોઈ ઈલેક્ટ્રીક રમકડું લઈએ છે ત્યારે તેની જોડે એક મેન્યુઅલ આપવામાં આવ્યું હોય છે જેમાં તે રમકડું કેવી રીતે વાપરવું અને તે કેવી રીતે કામ કરશે તેની માહિતી આપેલી હોય છે આથી તેવી જ રીતે ભગવત ગીતા પણ આપડા જીવનની મેન્યુઅલ છે આ કહેતા જ લોકો ચોંકી ઉઠે છે કે આટલા નાના બાળકમાં આટલું બધુ જ્ઞાન લોકોને વિચારવા મજબુર કરી દે છે.

ભગવદ ગીતાનો પ્રચાર કરવાની બાળકમાં ઈચ્છા

ભાગવતે આગળ કહ્યું, તે મોટો થઈને સમગ્ર વિશ્વમાં ગીતાનો પ્રચાર કરવા માંગે છે. તે કહે છે કે જે રીતે મેન્યુઅલ કોઈપણ રમકડા કે મશીન સાથે આવે છે, તેવી જ રીતે ગીતા માનવ જીવન માટે મેન્યુઅલ છે. ભાગવતની ઓડિશન ક્લિપ એપિસોડ પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી અને લોકોને આશા હતી કે તેઓ આ શોમાં ભાગવતને આગળ જોઈ શકશે. પરંતુ સંગીતના જ્ઞાનના અભાવે નેહા કક્કરે તેને રિજેક્ટ કરવો પડ્યો હતો.

Published On - 2:04 pm, Mon, 11 March 24

Next Article