Bell Bottom : રોમેન્ટિક સીન શૂટ કરતી વખતે અક્ષય કુમાર અને વાણી કપૂર સાથે થયુ કઇંક એવુ જેને જોઇ ટીમ પણ ચોંકી ગઇ

ફિલ્મમાં અક્ષય કુમાર એક રૉ એજન્ટનું પાત્ર ભજવી રહ્યો છે અને વાણી કપૂર તેની પત્નિનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો અક્ષય એક પ્લેનના હાઇજેક થયા બાદ 210 યાત્રીઓને બચાવે છે.

Bell Bottom : રોમેન્ટિક સીન શૂટ કરતી વખતે અક્ષય કુમાર અને વાણી કપૂર સાથે થયુ કઇંક એવુ જેને જોઇ ટીમ પણ ચોંકી ગઇ
Akshay and vani both fell from hammock
| Edited By: | Updated on: Aug 08, 2021 | 11:35 PM

અક્ષય કુમાર આજકાલ તેની ફિલ્મ બેલ બોટમના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના ટ્રેલર બાદ હાલમાં જ તેની ફિલ્મનું પહેલુ સોન્ગ રિલીઝ થઇ ગયુ છે. સોન્ગમાં અક્ષયની સાથે વાણી કપૂર (Vaani Kapoor) જોવા મળી રહી છે. સોન્ગમાં બંનેની કેમિસ્ટ્રીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

અક્ષયે આને પોતાનું ફેવરેટ સોન્ગ જણાવ્યુ છે. તેમણે ગીતને શેયર કરતા લખ્યુ કે, ‘બેલ બોટમનું મારુ ફેવરેટ ગીત છે. આ ગીતની મેલોડી અને લિરિક્સ ખૂબ સ્મૂથ છે અને તે તમારા કાનને સુકુન આપે છે. તેનો મતબલ બહુ સારુ છે.’

આ સોન્ગ હિટ થયા બાદ અક્ષયે શૂટિંગ દરમિયાનનો વીડિયો શેયર કર્યો. આ સોન્ગના શૂટિંગ સમયે એક સીન આવે છે જ્યાં અક્ષય અને વાણી એક હિંચકા પર સૂતેલા છે અને અચાનક જ બંને નીચે પડી જાય છે. ફિલ્મની ટીમ પણ પહેલા કઇ સમજી નથી શક્તી અને પછી બધા દોડીને આવે છે અને ચેક કરે છે કે કોઇને ઇજા તો નથી પહોંચીને.

આ વીડિયોને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

 

ફિલ્મમાં અક્ષય કુમાર એક રૉ એજન્ટનું પાત્ર ભજવી રહ્યો છે અને વાણી કપૂર તેની પત્નિનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો અક્ષય એક પ્લેનના હાઇજેક થયા બાદ 210 યાત્રીઓને બચાવે છે. અક્ષય કુમાર અને વાણી સિવાય ફિલ્મમાં લારા દત્તા અને હુમા કુરેશ પણ છે. ફિલ્મને રંજીત તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે અને આ ફિલ્મ 19 ઓગસ્ટના રોજ થિએટરમાં થ્રી ડીમાં રિલીઝ થશે.

 

આ પણ વાંચો – IND vs ENG: જો રુટે ફોર્મમાં પરત ફરવાને લઇને ખોલ્યુ રાઝ કહ્યુ, આ કારણથી ભારત સામે રમી શાનદાર ઇનીંગ

આ પણ વાંચો – BYJU’s ગોલ્ડ મેડાલિસ્ટ Neeraj Chopraને 2 કરોડ અને અન્ય વિજેતા ખેલાડીઓને આપશે 1-1 કરોડ રોકડ