ભાઈજાનના ચાહકો માટે ખુશખબર : બોલિવુડ અભિનેતા સલમાન ખાને આ સુપરહિટ ફિલ્મની સિક્વલ બનાવવાની કરી જાહેરાત

|

Dec 20, 2021 | 12:49 PM

બજરંગી ભાઈજાન ફિલ્મે બોક્સ ઓફિસ પર 300 કરોડની કમાણી કરી હતી અને અત્યાર સુધી તે બોલિવૂડમાં (Bollywood) સૌથી વધુ કમાણી કરનાર ટોપ 5 ફિલ્મોની યાદીમાં સામેલ છે.

ભાઈજાનના ચાહકો માટે ખુશખબર : બોલિવુડ અભિનેતા સલમાન ખાને આ સુપરહિટ ફિલ્મની સિક્વલ બનાવવાની કરી જાહેરાત
Bajrangi Bhaijaan 2

Follow us on

Bajrangi Bhaijaan 2 :  એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ RRR ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ,(Alia Bhatt) રામ ચરણ, (Ram Charan) જુનિયર NTR અને અજય દેવગન (Ajay Devgan) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મના સ્ટાર કાસ્ટ હાલ પ્રમોશનમાં વ્યસ્ત છે. રવિવારે મુંબઈમાં RRRની પ્રી-રિલીઝ ઈવેન્ટ યોજાઈ હતી જેમાં બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને (Salman Khan) પણ હાજરી આપી હતી.

આ ઈવેન્ટમાં હાજરી આપનાર બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને એક ખાસ જાહેરાત કરી છે, જે બાદ તેના ફેન્સ ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. આ ઈવેન્ટમાં  સલમાને ફિલ્મ બજરંગી ભાઈજાનની સિક્વલ બનાવવાની જાહેરાત કરી છે.

બજરંગી ભાઈજાનની સિક્વલ બનાવવામાં આવશે

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

બજરંગી ભાઈજાન (Bajrangi Bhaijaan) એ સલમાન ખાનના કરિયરની સૌથી સુપરહિટ ફિલ્મોમાંની એક છે. હવે તે આ ફિલ્મની સિક્વલ બનાવવા જઈ રહ્યો છે, જેની તેમણે એક ઈવેન્ટમાં જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ એસએસ રાજામૌલીના પિતા વિજેન્દ્ર પ્રસાદ (Vijendra Praashad) લખશે.

રાજામૌલીના પિતા વિશે વાત કરતા સલમાન ખાને આ સિક્વલની જાહેરાત કરી હતી. સલમાન ખાને કહ્યું કે રાજામૌલીના પિતાએ તેમની કારકિર્દીમાં અનેક શ્રેષ્ઠ ફિલ્મ આપી છે. તમને જણાવી દઈએ કે, બજરંગી ભાઈજાને બોક્સ ઓફિસ પર 300 કરોડની કમાણી કરી હતી અને અત્યાર સુધી તે બોલિવૂડમાં (Bollywood) સૌથી વધુ કમાણી કરનાર ટોપ 5 ફિલ્મોની યાદીમાં સામેલ છે.

ભાઈજાનના ચાહકોમાં ખુશીની લહેર

અગાઉ એક ઈન્ટરવ્યુમાં કેવી વિજેન્દ્ર પ્રસાદે કહ્યું હતુ કે, તેઓ બજરંગી ભાઈજાનની સિક્વલ માટે સ્ટોરી લખવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે વધુમાં કહ્યુ હતુ કે, મેં સલમાનને આ સિક્વલ વિશે આઈડિયા આપ્યો અને તે ખૂબ જ ઉત્સાહિત છે પરંતુ હું તેને યોગ્ય રીતે ન્યાય આપવાનો પ્રયાસ કરી રહ્યો છું. ત્યારે બજરંગી ભાઈજાન સુપરહિટ ફિલ્મની સિક્વલની જાહેરાત થતા જ ભાઈજાનના ચાહકો ખુશ જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : બચ્ચન પરિવારની વધી મુશ્કેલી ! પનામા પેપર્સ મામલે બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ED સમક્ષ થશે હાજર

આ પણ વાંચો : Dheeraj Dhhoper Birthday : ‘કુંડલી ભાગ્ય’ના કરણ લુથરા 37 વર્ષનો થયો, જાણો તેમના વિશે કેટલીક અજાણી વાતો

Next Article