‘બચપન કા પ્યાર’ (Bachpan ka Pyar) ફેમ સહદેવ દિરદોના (Sahadev Dirdo) ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ બાળ ગાયક આજે એક અકસ્માત (Accident) દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. મળતી માહિતી અનુસાર છત્તીસગઢના સુકમાના રહેવાસી સહદેવ દિરદોના અકસ્માતના સમાચાર આવ્યા છે. રોડ અકસ્માતમાં ઘાયલ થયા બાદ તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જેના કારણે તેને માથામાં ગંભીર ઈજા થઈ છે અને ચાર ટાંકા પણ આવ્યા છે.
‘બચપન કા પ્યાર’ ગીતને કારણે સહદેવ ખૂબ જ પ્રખ્યાત થયો. જિલ્લા હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. એસપી સુનિલ શર્મા અને કલેક્ટર વિનીત નંદનવાર સહદેવને જોવા હોસ્પિટલ પહોંચ્યા અને તેની તબિયત પૂછી. કલેક્ટરે તબીબોને સારી સારવાર માટે સૂચના આપી હતી. આ પછી સહદેવને જગદલપુર રિફર કરવામાં આવ્યો.
ઘટના મંગળવારે મોડી સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ બની છે. સહદેવ મિત્રો સાથે ટૂ-વ્હીલર પર શબરી નગર તરફ જઈ રહ્યો હતો, ત્યારે અચાનક રસ્તા પર રેતીના કારણે તેની બાઈક બેકાબૂ થઈને સ્લીપ થઈ ગઈ. અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આસપાસના લોકો તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તબીબોએ માથામાં 4 ટાંકા મારી સારવાર શરૂ કરી હતી. સહદેવનો એક્સ-રે પણ કરાવવામાં આવ્યો છે. જોકે હાલ તેને જગદલપુર રિફર કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે સહદેવ દોરદોએ બચપન કા પ્યાર ગીત ગાયું હતું. આ ગીત નક્સલ પ્રભાવિત વિસ્તારમાં પેન્ડલનાર સ્કૂલમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વખતે 26 જાન્યુઆરીની તૈયારી દરમિયાન સહદેવે ગાયું હતું. આ ગીત એટલું વાયરલ થયું કે હવે તેને આખો દેશ ઓળખે છે. આ ગીતથી સહદેવને દેશભરમાં ઓળખ મળી.
આ પણ વાંચો – રિટર્ન ફાઈલ કરવા માટે બાકી રહ્યા છે માત્ર 3 દિવસ, ટેક્સ વિભાગે અત્યાર સુધી જાહેર કર્યું લગભગ 1.5 લાખ કરોડનું રિફંડ
આ પણ વાંચો – Maharashtra: શાળાઓ અને કોલેજોમાં કોરોનાનો કહેર યથાવત, મિરજ મેડિકલ કોલેજની 31 વિદ્યાર્થીનીઓ પોઝિટિવ મળી આવી