
Avej Darbar Exclusive Interview: બિગ બોસ 19 માંથી બહાર થયા પછી, અવેજ દરબારે ગાયક અમલ મલિક પર સીધો હુમલો કર્યો છે. શો દરમિયાન, અમલે ડાન્સર- ઈન્ફ્લુઅસર અવેજના ફોલોઅર્સ અને કમાણી પર સવાલ ઉઠાવ્યા હતા, અને દાવો કર્યો હતો કે તેણે અવેજને કામ આપ્યું છે. TV9 સાથે તાજેતરમાં એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં, અવજે અમલના બધા દાવાઓને નકારી કાઢ્યા હતા. તેણે કહ્યું કે અમલે મને સોશિયલ મીડિયા થકી કામ બાબતે વારંવાર સહયોગ કરવા વિનંતી કરી હતી.
અવેજ દરબારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તે સમજી શકતો નથી કે એક મિત્ર અચાનક દુશ્મન કેવી રીતે બની ગયો અને તેના પર આટલી બધી નફરત કેમ ફેલાવી દીધી. તેણે કહ્યું, “હું અને અમાલ સારા મિત્ર છીએ, હું તેને ભાઈ કહેતો હતો. પણ મને સમજાતું નથી કે તે મારો દુશ્મન કેવી રીતે બની ગયો. તેને મારી કમાણી અને કામના ચાર્જ વિશે વાત કરવાનો શું અધિકાર છે? તેણે બિગ બોસના ઘરમાં મારી સાથે જે પણ કર્યું તે પછી, મને હવે સારુ કામ મળી રહ્યું છે. પણ હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે, હું ક્યારેય અમાલ પાસે કામ માંગવા ગયો ન હતો; તે મારી સાથે કામ કરવા માંગતો હતો.”
આવેજે આગળ કહ્યું, “અમાલે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો, પણ મેં તેને જોયો નહીં. મેં લગભગ એક વર્ષ સુધી તેના મેસેજનો જવાબ પણ આપ્યો નહોતો. તેથી એવું નહોતું કે હું તેની સાથે કામ કરવા માટે ઉત્સુક ન હતો. એક વર્ષ પછી જ્યારે તેણે મારી સ્ટોરી પર ટિપ્પણી કરી, ત્યારે મેં તેને રીપ્લાય આપ્યો. તે સમયે, મેં એક વર્ષ પહેલાના અમાલના બધા મેસેજ જોયા. જેમાં તેણે મારી સાથે કામ કરવા માંગતો હોવાનું કહ્યું છે. હું તે સાબિત કરી શકું છું; મારી પાસે તે ચેટ્સ પણ છે.” અવેજે વધુમાં ઉમેર્યું, “અમારા સંબંધો હંમેશા વ્યાવસાયિક રહ્યા છે, અને મારું કામ પહેલાથી જ સારું ચાલી રહ્યું છે. મને લાગે છે કે તેને લોકોને નીચા બતાવવાની આદત છે. તે બસ આવો જ છે. પરંતુ હવે એક વાત ચોક્કસ છે કે હું અમાલ મલિક સાથે ફરી ક્યારેય કામ નહીં કરુ.”
જોકે, અવેજને બિગ બોસનો શો છોડવાનો કોઈ અફસોસ નથી. તેણે કહ્યું કે આ શોએ તેને સારા મિત્રો અને દુનિયાનું સત્ય જોવાની તક આપી. તેણે સ્વીકાર્યું કે જો તે શોમાં ના આવ્યો હોત, તો તેને ક્યારેય ખબર ન હોત કે અમાલ જેવા લોકો આ દુનિયામાં અસ્તિત્વમાં છે.
બિગ બોસ 19ને લગતા રોજબરોજના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.
Published On - 6:19 pm, Mon, 6 October 25