AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Attack: આ ખાસ દિવસે જોન અબ્રાહમ રિલીઝ કરશે પોતાની ફિલ્મ Attack, જબરદસ્ત છે તૈયારી

જોન અબ્રાહમે (John Abraham) 2022ના પ્રજાસત્તાક દિવસને ખાસ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે, જ્યાં અભિનેતા આ ખાસ દિવસ પર પોતાની આગામી ફિલ્મ અટેક (Attack) રિલીઝ કરવા જઈ રહ્યા છે.

Attack: આ ખાસ દિવસે જોન અબ્રાહમ રિલીઝ કરશે પોતાની ફિલ્મ Attack, જબરદસ્ત છે તૈયારી
John Abraham
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 11:52 PM
Share

બોલિવૂડ એક્શન હીરો જોન અબ્રાહમ (John Abraham)ના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં જોનની ફિલ્મ અટેક (Attack) હવે આવતા વર્ષે પ્રજાસત્તાક દિવસે રિલીઝ થવા જઈ રહી છે. થોડા સમય પહેલા જેકલીન ફર્નાન્ડીસે (Jacqueline Fernandez) આ ફિલ્મનું એક ખાસ પોસ્ટર પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું.

જોન અને જેક્લીનની સાથે અભિનેત્રી રકુલપ્રીત સિંહ (Rakul Preet Singh) પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક લક્ષ્ય રાજ ​​આનંદ છે, જે આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મમાં જોન એક રેન્જરની ભૂમિકા ભજવી રહ્યો છે, જે દેશને બચાવવાનું કામ કરે છે.

અટેક એ અબ્રાહમના પ્રોડક્શન બેનર સહિત જેએ એન્ટરટેઈનમેન્ટ, જયંતીલાલ ગડાનો પેન સ્ટુડિયો અને અજય કપૂરના કાયટા પ્રોડક્શન્સ વચ્ચેનો સંયુક્ત પ્રોજેક્ટ છે. જેને લઈને હવે મેકર્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ વિશે વાત કરતા જોને કહ્યું હતું કે આ ફિલ્મ સંપૂર્ણ ઓન એક્શન ડ્રામા ફિલ્મ બનવા જઈ રહી છે. જ્યાં દર્શકો તેને ખૂબ જ પસંદ કરશે.”તમને જણાવી દઈએ કે અટેક રિલીઝ કરવાની જાહેરાત ઓગસ્ટ 2020માં કરવામાં આવી હતી.

જે પછી આ ફિલ્મની રિલીઝ 13 ઓગસ્ટ, 2021 સુધી આગળ ધપાવી દેવામાં આવી હતી, પરંતુ હવે આ ફિલ્મ 2022ના પ્રજાસત્તાક દિવસના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મના પોસ્ટરમાં જોન અબ્રાહમનો ખૂબ જ દમદાર અંદાજ જોવા મળી રહ્યો છે. જેમાં તે પોતાની પીઠ બતાવતા જોવા મળી રહ્યા છે, અભિનેતાએ બુલેટ પ્રૂફ જેકેટ પહેર્યું છે.

‘અટેક’ એક કમાન્ડો ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસ્ક્યુ ઓપરેશનની વાર્તા પર આધારિત ફિલ્મ છે. જેનું નેતૃત્વ એક એકલા રેન્જર (જોન અબ્રાહમ) કરે છે. તે વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે અને એક બંધક સંકટ વિશે છે, જેને એક રાષ્ટ્રને ઘૂંટણ પર લાવી દીધો. અટેક સિવાય જોન આપણને તેમની ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં પણ જોવા મળશે.

આ ફિલ્મના એક્ટર સાથે આપણને એક મોટી સ્ટારકાસ્ટ જોવા મળશે. જેમાં અર્જુન કપૂર (Arjun Kapoor), તારા સુતરિયા (Tara Sutaria) અને દિશા પટણી (Disha Patani)નો સમાવેશ થાય છે. તે જ સમયે આ ફિલ્મ સિવાય, અભિનેતાની ફિલ્મો સત્યમેવ જયતે 2 (Satyameva Jayate 2) અને પઠાણ (Pathan) પણ રિલીઝ થવા જઈ રહી છે. જેનો મતલબ છે કે જોનની ઘણી મોટી ફિલ્મો આવતા વર્ષે રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો :- Ranbir Alia Wedding News: મોકૂફ રાખવામાં આવ્યો રણબીર-આલિયાના લગ્નનો પ્લાન, જાણો કેમ બગડી વાત?

આ પણ વાંચો :- Alia Bhatt અભિનીત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ જાહેર થઈ, નવા વર્ષમાં ધમાલ મચાવશે ફિલ્મ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">