Breaking News: 92 વર્ષની વયે દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું નિધન, દેશભરમાં શોકની લહેર

Asha Bhosle: બોલિવૂડ સિંગર આશા ભોસલેનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, તેઓ 92 વર્ષના હતા.

Breaking News: 92 વર્ષની વયે દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું નિધન, દેશભરમાં શોકની લહેર
| Updated on: Apr 12, 2026 | 2:34 PM

બોલિવૂડ સિંગર આશા ભોસલેનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જણાવી દઈએ કે, તેઓ 92 વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોર (અંગો નિષ્ફળ જવા) ને કારણે તેમનું નિધન થયું છે. આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 કલાકે મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવશે.

સાત દાયકાની અવિરત સંગીત યાત્રા

માત્ર 10 વર્ષની ઉંમરે સંગીતની સફર શરૂ કરનાર આશા ભોસલેએ ભારતીય સિનેમાને હજારો યાદગાર ગીતો આપ્યા હતા. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, બંગાળી અને અનેક પ્રાદેશિક ભાષાઓમાં પોતાની ગાયકીનો જાદુ પાથર્યો હતો.

યાદગાર ગીતોની ઝલક:

  • રોમેન્ટિક ગીતો: ‘અભી ના જાઓ છોડકર’, ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’.
  • ચુલબુલા ગીતો: ‘પિયા તુ અબ તો આજા’, ‘દમ મારો દમ’.
  • ગઝલ: ‘ઈન આંખો કી મસ્તી કે’, ‘દિલ ચીઝ ક્યા હૈ’ (ફિલ્મ: ઉમરાવ જાન).
  • ગુજરાતી ગીતો: ‘મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો’ અને ‘તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે’.

પરિવાર અને વારસો

આશા ભોસલે સંગીત પરિવારમાંથી આવે છે. તેઓ દિગ્ગજ ગાયિકા સ્વ. લતા મંગેશકરના નાના બહેન હતા. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો. તેમના લગ્ન જાણીતા સંગીતકાર આર.ડી. બર્મન (પંચમ દા) સાથે થયા હતા, જેમના સંગીત નિર્દેશનમાં આશાજીએ અનેક સુપરહિટ ગીતો આપ્યા હતા.

સન્માન અને પુરસ્કારો

આશા ભોસલેના સંગીત પ્રદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા:

  1. દાદાસાહેબ ફાળકે એવોર્ડ: ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર.
  2. પદ્મ વિભૂષણ: ભારત સરકાર દ્વારા બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન.
  3. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ: સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ્સ (ગીતો) ગાવા માટે તેમનું નામ ગિનીસ બુકમાં નોંધાયેલું છે.
  4. નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: અનેક ફિલ્મો માટે શ્રેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય પુરસ્કાર.

82 વર્ષમાં ગાયા 12 હજાર ગીત

આશા ભોસલેની વાત કરીએ તો, તેઓ તેમની બહેન લતા મંગેશકરના માર્ગે ચાલીને ઈન્ડસ્ટ્રીમાં આવ્યા અને તેમણે ખૂબ નામના મેળવી. 10 વર્ષની ઉંમરે ગાયિકાએ તેમનું પ્રથમ ગીત રેકોર્ડ કર્યું હતું, જે મરાઠીમાં હતું. ત્યારથી ગાયિકાએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને 82 વર્ષની કારકિર્દીમાં આશરે 12,000 ગીતો ગાયા હતા. કલા જગતમાં તેમના અવિસ્મરણીય યોગદાન બદલ તેમને પદ્મ વિભૂષણ થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

Asha Bhosle Family Tree : અડધા ગુજરાતી છે આશા ભોંસલે, ગુજરાતી સહિત અનેક ગીતોમાં આપી ચૂક્યા છે અવાજ જાણો તેમના પરિવાર વિશે

Published On - 12:53 pm, Sun, 12 April 26

Follow Us