Aryankhan Cruise Drugs Case: આર્યનખાનને ના મળ્યા જામીન, આવતીકાલ 14મી ઓક્ટોબરે કરાશે જામીન અંગેનો આખરી નિર્ણય

|

Oct 13, 2021 | 6:02 PM

Cruise Drugs Case: વિશેષ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (એનડીપીએસ) કોર્ટ આર્યન ખાન અને અન્યની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી. જામીન અરજીનો વિરોધ કરતા એનસીબીએ કોર્ટમાં જણાવ્યું હતું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યુ ન હોવા છતાં તે ષડયંત્રમાં સામેલ હતો. તેની તપાસ જરૂરી છે.

Aryankhan Cruise Drugs Case: આર્યનખાનને ના મળ્યા જામીન, આવતીકાલ 14મી ઓક્ટોબરે કરાશે જામીન અંગેનો આખરી નિર્ણય
Aaryan Khan (file photo)

Follow us on

ડ્રગ્સ કેસમાં જેલમાં રહેલા સ્ટારપૂત્ર આર્યન ખાનને આજે 12મી ઓક્ટોબરના રોજ એનસીબી કોર્ટે જામીન નથી આપ્યા. બન્ને પક્ષની લંબાણપૂર્વકની દલિલો બાદ, કોર્ટે જામીન અંગે વધુ સુનાવણી તેમજ જામીન અરજીનો ચુકાદો આવતીકાલ 14મી ઓક્ટોબરને ગુરુવાર સુધી મુલતવી રાખ્યો છે.

ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન તેમજ અન્ય આરોપીઓની જામીન અરજી પર આજે બુધવારે કોર્ટમાં સુનાવણી થઈ હતી. લાંબી સુનાવણી પછી, આ કેસની સુનાવણી આવતીકાલ ગુરુવાર 14મી ઓક્ટોબરના રોજ પણ ચાલુ રહેશે. NCB એ આર્યન ખાનના જામીનનો વિરોધ કર્યો છે. NCB એ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. જેમાં NCB વતી કહેવામાં આવ્યું છે કે આરોપી અરબાઝ મર્ચન્ટ સિવાય આર્યનની ભૂમિકા સમજી શકાય નહીં. આર્યન ડ્રગ્સ મળ્યુ નથી, પરંતુ તે ડ્રગ પેડલરના સંપર્કમાં હતો.

NCB તરફથી કહેવામાં આવ્યું છે કે આ એક મોટું ષડયંત્ર છે જેની તપાસ કરવાની જરૂર છે. આર્યન ખાન અરબાઝ મર્ચન્ટ પાસેથી મળી આવેલા ડ્રગ્સની ખરીદીમાં પણ સામેલ હતો. આ સિવાય આરોપીઓ વિદેશથી ડ્રગ્સના વ્યવહારમાં સંડોવાયેલા હોવાના પુરાવા મળ્યા છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ આજે 13મી ઓક્ટોબરે ​​મુંબઈ ક્રુઝ શિપ ડ્રગ્સ કેસમાં કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો છે. તેણે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીનનો વિરોધ કર્યો છે. NCB એ તેના જવાબમાં કહ્યું કે ભલે તેમની પાસેથી ડ્રગ્સ જપ્ત કરવામાં ન આવ્યુ હોય, પણ આર્યન સહિત તમામ આરોપીઓ આ કાવતરામાં સામેલ છે.

આર્યન ખાન પર આરોપ છે કે, આર્યન ખાનનો ઉપયોગ કોન્ટ્રાબેન્ડની ખરીદી માટે કરવામાં આવ્યો હતો. વેપારી પાસેથી દવાઓ મળી આવી છે. NCB એ કહ્યું કે વિદેશમાં થયેલા વ્યવહારોને લગતી તપાસ કરવી જોઈએ અને તપાસ ચાલી રહી છે. NCB એ કહ્યું કે જામીન અરજીનો વિરોધ કરતા કહ્યુ કે, આરોપી સમાજમાં એક પ્રકારનો પ્રભાવશાળી વ્યક્તિ છે, જેના કારણે તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અથવા તો તે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે. જેને તે વ્યક્તિગત રીતે ઓળખે છે. અમે એ હકીકતને અવગણી શકતા નથી કે જામીન મળ્યા પછી, આર્યનખાન દેશ છોડીને ભાગી શકે છે.

વિશેષ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (એનડીપીએસ) કોર્ટ આર્યન ખાન અને અન્ય આઠ આરોપીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ IPLનીઅંતિમ મેચ બાદ આરસીબીએ વિરાટ કોહલીનો વિડીયો શેર કર્યો, વિરાટે ખેલાડીઓ તરફથી મળેલા સમર્થનને યાદ કર્યુ

આ પણ વાંચોઃ UPSC Success Story: પહેલા પ્રયાસમાં ગરિમા અગ્રવાલ બની IPS ટોપર અને પછી IAS બનવાનું કર્યું નક્કી

 

Published On - 5:43 pm, Wed, 13 October 21

Next Article