આર્યનખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drug Case)ના પંચનામામાં NCB ના સાક્ષી કેપી ગોસાવી (KP Gosavi)ના સાથી પ્રભાકર સેલે આક્ષેપ કર્યો છે કે, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ તેમને એક ખાલી પંચનામા પર ડરાવી-ધમકાવી સાઈન કરાવી હતી. જણાવી દઈએ કે, ગોસાવી એજ વ્યક્તિ છે જેમની સાથે આર્યન ખાનની એક સેલ્ફી વાયરલ થઈ હતી અને જેને એનસીબીએ બાદમાં આ બાબતે સ્વતંત્ર સાક્ષી ગણાવ્યા હતા.
પ્રભાકરે આગળ જણાવ્યું કે, કે પી ગોસાવીના શંકાસ્પદ રીતે ગુમ થયા બાદ હવે તેમને પણ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેથી જાનનો ખતરો લાગી રહ્યો છે. મળતી માહિતી અનુસાર પ્રભાકરે જણાવ્યું કે, તેઓ ગોસાવીના બોડીગાર્ડ તરીકે કામ કરતા હતા. મુંબઈમાં ક્રુઝ પર દરોડા પહેલા તેને અને ગોસાવીને એક કોરા પંચનામાં પર સાઈન કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. તેમને એ પણ દાવો કર્યો છે કે, ક્રૂઝમાંથી ડ્રગ્સ મળ્યુ હતું કે નહીં તેને ખબર નથી. પ્રભાકર અનુસાર આ એ જ પંચનામું છે જેને બાદમાં આર્યનના કેસમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
શાહરૂખના મેનેજર પાસેથી માંગ્યા હતા 25 કરોડ રૂપિયા !
પ્રભાકર અનુસાર ‘સૈમ’ સાથે મુલાકાત બાદ ગોસાવી કોઈક સાથે ફોન પર વાત કરી રહ્યો હતો જેમાં ’25 કરોડનો બોમ્બ’ રાખવાનો ઉલ્લેખ હતો અને ડીલ 18 કરોડ પર સેટલ કરવાની હતી. જેમાંથી 8 કરોડ સમીર વાનખેડેને મળવાના હતા. આ વાતચીતમાં શાહરૂખ ખાનના મેનેજર પૂજા ડડલાની પાસેથી આ પૈસા લેવાનો ઉલ્લેખ હતો. પૂજા ડડલાની ફોન ઉપાડી રહી ન હતી આ વાતનો પણ ઉલ્લેખ સોગંદનામામાં કરવામાં આવ્યો છે.
મુંબઈ ક્રૂઝ રેડના ઠીક પહેલા કોઈક ‘સૈમ’ સાથે મળ્યા હતા ગોસાવી
પ્રભાકરે આગળ જણાવ્યું કે, મુંબઈ ક્રૂઝમાં રેડના પહેલા ગોસાવી NCB ઓફિસ પાસે કોઈક ‘સૈમ ડિસૂઝા’ નામના વ્યક્તિ સાથે મળ્યા હતા. પ્રભાકરે કહ્યું કે, દરોડા દરમિયાન તેઓએ ખુબ સાવધાનીથી અમુક વીડિયો અને તસ્વીરો લીધી હતી. એક વીડિયોમાં સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે, ગોસાવીને કસ્ટડીમાં લીધા પહેલા આર્યન ખાનની કોઈક સાથે ફોન પર વાત કરાવામાં આવી હતી. પ્રભાકરે આની પાછળ મોટા ષડયંત્રની શંકા પણ વ્યક્ત કરી છે.
પ્રભાકર સેલે એ પણ જણાવ્યું કે, તેને પંચ સાક્ષી બનાવા માટે સમીર વાનખેડે અને NCB ના અધિકારીઓએ લગભગ 7 થી 8 પેજ પર તેમના હસ્તાક્ષર લીધા જે ખાલી પેજ હતા. પ્રભાકર સેલે એક વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરતા કહ્યું કે, સમીર વાનખેડેથી તેમને ખતરો છે, કારણ કે, તેમની પણ પૂછપરછ શરૂ છે.
પ્રભાકરે NCB પર ઉઠાવ્યા સવાલ
પ્રભાકરે દાવો કર્યો કે NCB એ ગોસાવીને મજબૂર કરી આ બાબતમાં સાક્ષી બનાવ્યા હતા. તેઓએ કહ્યું કે, ગોસાવી એક સ્વતંત્ર સાક્ષી હતા અને એક સ્વતંત્ર સાક્ષીને દરોડાની જાણકારી કેવી રીતે મળી શકે છે. તેણે એ પણ કહ્યું કે, પંચનામું પહેલાથી જ તૈયાર કરવામાં આવ્યું હતું અને લોકો પાસેથી પહેલાથી જ તેના પર સાઈન પણ કરાવી લેવામાં આવી હતી.
પ્રભાકર મુજબ આ ષડયંત્ર પાછળ એ વ્યક્તિ છે જેણે ગોસાવીને આર્યનની ફોન પર વાત કરાવી હતી. આ વાતચીત બાદ જ આર્યનને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો. પ્રભાકરે સૈમ નામના વ્યક્તિની પણ તપાસ કરવાની અપીલ કરી છે જેમાં ગોસાવી દરોડાના ઠીક પહેલા મળ્યા હતા.
આ પણ વાંચો: તમામ સરકારી કર્મચારી પહેરશે સ્માર્ટ વોચ, હાજરીથી લઈ કર્મચારીના કામ પર રખાશે નજર, આ રાજ્યના CM એ કરી જાહેરાત
આ પણ વાંચો: અમિત શાહે જમ્મુમાં નવા IIT કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું, ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથે કરશે મુલાકાત