Aryan Drugs Case : આર્યનની વધી મુશ્કેલી, સ્ટાર પુત્ર અન્ય આરોપીઓની જેમ સામાન્ય રેસ્ટોરન્ટમાંથી લઈ રહ્યો છે ભોજન !

|

Oct 06, 2021 | 1:13 PM

NCBએ મંગળવારે ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી કેસમાં ગોપાલ જી આનંદ, સમીર સેહગલ, માનવ સિંઘલ અને ભાસ્કર અરોરાની પણ ધરપકડ કરી છે. આરોપીઓ દિલ્હીમાં નમસ ક્રે નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Aryan Drugs Case : આર્યનની વધી મુશ્કેલી, સ્ટાર પુત્ર અન્ય આરોપીઓની જેમ સામાન્ય રેસ્ટોરન્ટમાંથી લઈ રહ્યો છે ભોજન !
Aryan Drugs Case

Follow us on

Aryan Drugs Case :  બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં 7 ઓક્ટોબર સુધી રેકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કસ્ટડીમાં છે. આ કેસ સંબધિત આર્યનની મંગળવારે મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીના જણાવ્યા અનુસાર, આર્યન ખાનને અન્ય આરોપીઓ સાથે એનસીબી કચેરી (NCB Office) નજીકની રાષ્ટ્રીય હિન્દુ રેસ્ટોરન્ટમાંથી ભોજન આપવામાં આવી રહ્યું છે.

પરિવાર દ્વારા આ માંગ કરવામાં આવી હતી 

આર્યનના પરિવાર તરફથી ભોજન આપવાની માંગ કરવામાં આવી હતી, જેને NCB દ્વારા ઠુકરાવી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, શાહરૂખ ખાન 9Shahrukh Khan) અને ગૌરી પણ આર્યનને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન ગૌરી આર્યન માટે બર્ગર લાવી હતી પરંતુ એનસીબીએ તેને આપવાની મંજૂરી નહોતી આપી.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

સ્ટાર પુત્રને ધરપકડ બાદ ચડ્યો વિજ્ઞાનનો ચસ્કો !

સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આર્યને એનસીબી લોકઅપમાં તપાસ એજન્સી પાસેથી વિજ્ઞાનના (Science) કેટલાક પુસ્તકો માંગ્યા હતા, જે અધિકારીઓ દ્વારા તેને આપવામાં આવ્યા છે. હાલ આર્યનને તે જ રેસ્ટોરન્ટમાંથી ભોજન આપવામાં આવી રહ્યું છે જ્યાંથી બાકીના આરોપીઓ માટે ભોજન આવે છે.

પિતાને જોઈને રડવા લાગ્યો આર્યન ખાન

Etimes ના અહેવાલ મુજબ, શાહરુખ ખાને તેના પુત્રને મળવા માટે NCB ની પરવાનગી લેવી પડી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આર્યન ખાન તેના પિતાને જોઈને રડવા લાગ્યો હતો. રિપોર્ટ અનુસાર, ગૌરી તેના માટે બર્ગર પણ લાવી હતી પરંતુ એનસીબીએ (Narcotics Control Bureau) તેની મંજુરી આપી ન હતી.

અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી

એનસીબીએ મંગળવારે ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી સાથે જોડાયેલા અન્ય ચાર લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ચારેય આરોપી અબ્દુલ કાદિર શેખ, શ્રેયસ નાયર, મનીષ દરિયા, અવિન સાહુને 11 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં(NCB Custody)  રાખવા આદેશ કર્યો છે. હાલ એનસીબીની ટીમ દ્વારા કેસને સંબધિત દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાત પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમજ એનસીબીએ ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટીના સંબંધમાં ગોપાલ જી આનંદ, સમીર સેહગલ, માનવ સિંઘલ અને ભાસ્કર અરોરાની પણ ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : Maharashtra: જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી, 63 ટકા મતદાન

આ પણ વાંચો :  પ્રિયંકા ગાંધીની ધરપકડ બાદ રાહુલ ગાંધીને મળ્યા સંજય રાઉત, કહ્યું મંત્રી ખુલ્લેઆમ ફરી રહ્યા છે તો કોંગ્રેસ મહાસચિવ જેલમાં કેમ?

Next Article