Aryan Drugs Case: NCB ઓફિસ સમક્ષ હાજરી આપવા માટે પહોંચ્યો આર્યન ખાન, બોમ્બે હાઈકોર્ટે જામીન સમયે મૂકી હતી શરત

|

Nov 05, 2021 | 2:32 PM

આર્યન ખાન તેની સાપ્તાહિક હાજરી આપવા માટે NCB ઓફિસ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઈકોર્ટે આર્યનને જામીન આપતા 14 શરતો મૂકી હતી. જેમાં એક શરત એ પણ હતી કે આર્યન દર શુક્રવારે NCB ઓફિસ સમક્ષ હાજરી આપશે.

Aryan Drugs Case: NCB ઓફિસ સમક્ષ હાજરી આપવા માટે પહોંચ્યો આર્યન ખાન, બોમ્બે હાઈકોર્ટે જામીન સમયે મૂકી હતી શરત
Aryan Khan

Follow us on

Aryan Drugs Case: આર્યન ખાન ડ્ર્ગ્સ કેસમાં જામીન આપતી વખતે બોમ્બે હાઈકોર્ટ દ્વારા કેટલીક શરતો મુકવામાં આવી હતી. જે પૈકી એક શરત એ હતી કે આર્યન દર શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ (Narcotics Control Bureau) એજન્સી સમક્ષ હાજર થશે. ત્યારે આજે આર્યન આ શરત મુજબ NCB ઓફિસમાં હાજર થયો છે.

 

આર્યને NCB ઓફિસમાં હાજરી આપી 

બોમ્બે હાઈકોર્ટે આર્યન સાથે અરબાજ મર્ચન્ટ, મુનમુન ધામેચાને પણ શરતી જામીન આપ્યા હતા. આર્યનને જામીન આપતા કોર્ટે 14 શરતો મુકી હતી. જે અંતર્ગત આજે આર્યન ખાન NCB સમક્ષ હાજર થયો હતો. કોર્ટે મુકેલી શરતો નીચે મુજબ છે:

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

 

આ છે જામીનની 14 શરતો

1- આર્યન ખાન અને બે સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાએ એક લાખ રૂપિયાના અંગત બોન્ડ જમા કરાવવા પડશે.

2- કોર્ટના જણાવ્યા અનુસાર આરોપીએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તે આવા કોઈ કેસમાં ફરી સામેલ ન થાય, જેના આધારે તેની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનાની ફરિયાદ દાખલ કરવામાં આવે.

3- કેસમાં અન્ય આરોપી સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવો નહીં.

4- આરોપીએ એવું કોઈ કૃત્ય કરવું નહીં કે જેનાથી કોર્ટની (Bombay High court) કાર્યવાહી અથવા આદેશોને પ્રતિકૂળ અસર થાય.

5- આરોપી સાક્ષીઓ અને પુરાવાઓ સાથે સીધો કે કોઈપણ રીતે ચેડા કરવાનો પ્રયાસ કરશે નહીં.

6- કોર્ટ તરફથી આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ આરોપીઓએ તેમના પાસપોર્ટ સ્પેશિયલ કોર્ટમાં જમા કરાવવા પડશે.

7- આ બાબતે મીડિયા કે સોશિયલ મીડિયામાં (Social Media) કોઈ નિવેદન આપવુ નહીં.

8- NDPS કોર્ટની પરવાનગી વિના તે દેશ છોડી શકશે નહીં.

9- કોર્ટે કહ્યું છે કે મુંબઈની બહાર જવા માટે આરોપીઓએ આ સંબંધમાં તપાસ અધિકારીને જાણ કરવી પડશે અને તેણે તપાસ અધિકારીઓને તમામ જરૂરી માહિતી આપવી પડશે.

10- દર શુક્રવારે સવારે 11 થી 2 વાગ્યાની વચ્ચે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં હાજરી આપવી પડશે.

11- કોર્ટ પોતાના આદેશમાં જણાવ્યુ કે જ્યાં સુધી જરૂરી કારણ ન હોય, આરોપીએ સુનાવણીની દરેક તારીખે કોર્ટમાં હાજર રહેવું પડશે.

12- કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે એકવાર કેસની ટ્રાયલ શરૂ થઈ જાય પછી આરોપી કોઈ પણ રીતે ટ્રાયલમાં વિલંબ નહીં કરે.

13- જ્યારે પણ NCB આરોપીઓને તપાસ માટે બોલાવે છે, ત્યારે તેઓએ હાજર રહેવું પડશે. કોર્ટે કહ્યું કે જો આરોપીઓ કોઈપણ કારણોસર તપાસમાં જોડાઈ શકતા નથી તો તેઓએ આ અંગે તપાસ અધિકારીઓને અગાઉથી જાણ કરવી પડશે.

14- કોર્ટે કહ્યું કે જો આરોપી આમાંની કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરે છે તો NCB તેના જામીન રદ કરવા માટે સીધી વિશેષ અદાલતમાં અરજી કરવા માટે હકદાર રહેશે.

 

આ પણ વાંચો: Maharashtra: મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખનો પુત્ર આજે ED સમક્ષ નહીં થાય હાજર, 7 દિવસનો માંગી શકે છે સમય

 

આ પણ વાંચો: Aryan Khan Drug Case: CCTV ફૂટેજમાં દેખાઈ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણીની કાર, શું ગોસાવી સાથે 25 કરોડમાં થઈ રહી હતી ડીલ!

Next Article