Arvind Trivedi: રામના ગુણોની સુવાસ ફેલાવવા અરવિંદ ત્રિવેદીએ રાવણનો સાક્ષાત્કાર કરાવતી નેગેટિવ ભૂમિકામાં અઢળક ગાળો વરસાવી, જીવનભર પ્રાયશ્વિત કર્યુ

|

Oct 06, 2021 | 6:06 AM

રામ (Ram) એ શબ્દમાં સમાયેલા સંસ્કારને વર્તમાન પેઢી સમક્ષ સંદેશા રુપ ફેલાવવા રાવણ તરીકે ગાળો આપી હતી. જોકે ત્યાર બાદ તેઓ અંતિમ શ્વાસ સુધી પ્રાયશ્વિત કરતા રહ્યા હતા.

Arvind Trivedi: રામના ગુણોની સુવાસ ફેલાવવા અરવિંદ ત્રિવેદીએ રાવણનો સાક્ષાત્કાર કરાવતી નેગેટિવ ભૂમિકામાં અઢળક ગાળો વરસાવી, જીવનભર પ્રાયશ્વિત કર્યુ
Arvind Trivedi-Lankesh

Follow us on

રાવણ બસ આ નામ માત્ર રામનુ વિરોધી પાત્ર હતુ. આ નામ લેતા જ રામના દુશ્મન તરીકે રાવણ (Ravan) નજર સામે તરી આવતો. પરંતુ રાવણ ના પાત્ર નો સાક્ષાત્કાર કરાવતા ‘લંકેશ’ (Lankesh) એટલે કે અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi) એ રામાયણમાં ભલે રામને ધીકાર્યા હોય પણ તેમના દીલમાં સદાય રામ વસે છે. એટલે જ રાવણનો પાત્ર અભિનય કરી ચુકેલા અરવિંદ ત્રિવેદી રામ નવમી એ રામનો જન્મ તેમના ઘરે કરાવવાનુ ચુકતાં નહોતા.

રાવણના ઘરે રામ જન્મોત્સવ ઉજવાય .. સાંભળતા પ્રથમ તો આ વાત જરાક આશ્વર્ય પમાડે એવી છે. પરંતુ રામ નવમી એ રાવણ એટલે કે ‘લંકેશ’ ના ઘરે જરૂર થી રામ નો જન્મોત્સવ ઉજવાતો આવ્યો હતો. રામાયણમાં રામને ધીક્કારતુ પાત્ર એટલે રાવણ. જેથી નકારાત્મકતાથી ભરપૂર ભજવેલા લંકેશના પાત્રને અરવિંદ ત્રિવેદીએ ભજવ્યુ હતુ. તેઓ તે ધિક્કાર વડે જ રામ માં રહેલા સારા પણાં ને સમાજ સમક્ષ રજૂ કરવામાં લંકેશ સફળ રહ્યા હતા. રામના પાત્ર અને રામ ના ગુણોને લોકો સમક્ષ પહોંચાડવા રામાયણ સિરીયલમાં તે પાત્રને સફળ બનાવવા માટે રાવણ તરીકે સફળ બનવુ એટલુ જ વિશેષ જરૂરી હતુ.

આ માટે અરવિંદ ત્રિવેદીએ રામને ઉતારી પાડતાં અને ગાળો ના વરસાદ વડે ને રામાયણમાં અહંકાર પુર્વકના રાવણને રજુ કર્યો હતો. રાવણ તરીકે રામને આપેલી અઢળક ગાળો અને અને રામને માટે અણછાજતાં શબ્દો ઉચારી ને રામ ને પરાજીત કરવાના ધ્યેય ધરાવતા એ પાત્ર ને લઇને રાવણ રૂપે રજુ થયેલા અરવિંદ ત્રિવેદીને જીવનમાં પાપ કર્યાનો વશવશો જીવન ભર રહ્યો હતો. એટલે જ તેઓ પ્રાયશ્વિત કરતા રહ્યા હતા. શ્રદ્ધા પૂર્વક તેઓના મુખ થી હર હંમેશ રામ શબ્દ જ નિકળતો રહેતો હતો. રામ એ લંકેશના વાસ્તવિક જીવનમાં શ્રદ્ધાના આદર ને પાત્ર છે અને એટલે જ તેઓ પ્રાયશ્વિત કરવા માટે રામની ભક્તિ કરતા હતા.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

તેઓની હયાતી વખતે TV9 સાથેની વિશેષ મુલાકાતમાં અરવિંદ ત્રિવેદી એ કહ્યુ હતુ કે, રામને આપેલી ગાળો અને અપશબ્દો ને લઇને પ્રાયશ્વીત કરૂ છુ અને એટલે જ હુ રામની ભક્તી કરૂ છે. સમાજને હુ સંદેશો આપુ છુ કે રાવણ જેવો અહંકાર અને અભીમાન ન કરશો.

પ્રાયશ્વિત કરવા ઘરમાં જ રામની સ્થાપના કરી

લંકેશના ના માદરે વતન ઇડરમાં લંકેશ એ પોતાના જ ઘરમાં રામની સુંદર પ્રતિમા ને પ્રસ્થાપિત કરી છે. સાડા ચાર ફુટ ઉંચી આ પ્રતિમા સાક્ષાત રામ જેવી જ છે, જેને મોરારી બાપુએ પ્રતિષ્ઠા કરી હતી. રામ નવમી ને ઉજવવા માટે લંકેશનો પરીવાર ખાસ મુંબઇ થી વતન ઇડર આવે છે. જ્યાં તેઓ ઉત્સાહ પુર્વક રામ નવમી ઉજવે છે. ત્રણ દીકરી ઓ અને લંકેશ સાથે મળીને ભગવાન રામની પુજા અર્ચના કરે છે અને ભક્તીભાવ કરી રામજીના આશીર્વાદ મેળવે છે. ઘરના સભ્યો પણ રામની સામે રાવણ તરીકે જાણીતા બનેલા અરવિંદ ભાઇને ગર્વ અનુભવતા હતા કે, રામની રામાયણ અને રામના ગુણોની સુવાસ ફેલાવવા માટે તેઓએ સફળ નકારાત્મક ભૂમિકા ભજવી દર્શાવી હતી.

એક અભીનેતા તરીકે રામાયણમાં રાવણ નુ પાત્ર ભજવ્યુ હોય પણ વાસ્તવિક જીવનમાં રામ એજ લંકેશ અરવિંદ ત્રિવેદીનો આદર્શ રહ્યો હતો. રામ તેમના હ્રદયમાં વસેલા રહ્યા છે. એટલે જ પરીવાર સાથે લંકેશ અંતિમ શ્વાસ સુધી રામનુ નામ લઇને રામની ભક્તી તન મન થી કરતા રહ્યા હતા.

 

આ પણ વાંચોઃ IPL 2021: આખરે ધોનીએ આઇપીએલ થી સન્યાસ લેવાનો આપી દીધો સંકેત, એ પણ બતાવ્યુ કઇ મેચ હશે અંતિમ

આ પણ વાંચોઃ ‘લંકેશ’ તરીકે પ્રસિદ્ધ અરવિંદ ત્રિવેદીનુ અવસાન, મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા

 

Next Article