AR Rahmanની દીકરી ખતીજાએ કરી સગાઈ, થનારા શૌહરની તસ્વીર શેર કરી

|

Jan 03, 2022 | 6:48 AM

મ્યુઝિકદ્વારા વિશ્વભરમાં પ્રેમ મેળવનાર ઓસ્કાર વિનર એઆર રહેમાનની પુત્રી ફરી એકવાર ચર્ચામાં છે. હાલમાં જ ખતીજા રહેમાને સગાઈ કરી છે અને તેની જાણકારી ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા આપી છે.

AR Rahmanની દીકરી ખતીજાએ કરી સગાઈ, થનારા શૌહરની તસ્વીર શેર કરી
Khatija (File photo)

Follow us on

બોલિવૂડના પોપ્યુલર મ્યુઝિક ડાયરેક્ટર એઆર રહેમાનની (AR Rahman) પુત્રી ખતિજાએ (Khatija) સગાઈ કરી લીધી છે. ખાતિજાએ પોતે આ વાત સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને આપી હતી. સગાઈનો ફોટો શેર કરતી વખતે ખતિજાએ તેનો પરિચય તેના ભાવિ પતિ સાથે પણ કરાવ્યો હતો. ખતિજાની સગાઈ રિયાસદીન શેખ મોહમ્મદ સાથે થઈ છે. જે ઓડિયો એન્જિનિયર છે. ફેન્સ સાથે ખુશી વ્યક્ત કરી શેર કરતાં ખતિજાએ લખ્યું હતું કે, ‘ઈશ્વરના આશીર્વાદ સાથે, ઉદ્યોગસાહસિક અને ઑડિયો એન્જિનિયર રિયાસદ્દીન શેખ મોહમ્મદની સગાઈની જાહેરાત કરતાં આનંદ થાય છે. સગાઈ 29મી ડિસેમ્બરે મારા જન્મદિવસે થઈ હતી, જેમાં પરિવાર અને નજીકના લોકો સામેલ થયા હતા.

ખતિજાએ સગાઈ દરમિયાન ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણે કપડા સાથે મેચ થતું માસ્ક પણ પહેર્યું હતું. ખતિજાએ તેના ભાવિ પતિ રિયાસદ્દીન શેખ મોહમ્મદનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા તસ્લીમા નસરીને ખતિજાને તેના હિજાબ માટે ટ્રોલ કરી હતી. તસ્લીમા નસરીને કહ્યું હતું કે જ્યારે હું ભણેલા-ગણેલા લોકોને બુરખામાં જોઉં છું ત્યારે મને ગૂંગળામણ થાય છે. ખતિજાએ તસ્લીમા નસરીનને યોગ્ય જવાબ આપ્યો હતો અને કહ્યું હતું- જો તમને મારા કપડામાં ગૂંગળામણ થાય છે તો સ્વચ્છ હવા ખાઓ મને કપડામાં ગૂંગળામણ નહીં પરંતુ હું ગર્વ અનુભવું છું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રહેમાને દીકરીને ટેકો આપ્યો હતો.

એઆર રહેમાને દીકરીને ટેકો આપતા કહ્યું હતું કે, ખાતિજાએ બુરખો પહેરવો એ ધાર્મિક મહત્વ સાથેનો નિર્ણય છે અને તે તેને પહેરવા માંગે છે, તેથી તે પહેરે છે શું પહેરવું તે તેનો નિર્ણય છે. હું ટીકાઓ માટે કોઈની સામે દ્વેષ રાખતો નથી. રહેમાને કહ્યું હતું – મને લાગે છે કે બાળકોને એ રીતે ઉછેરવા જોઈએ કે જેમાં તેઓ આપણી સમસ્યાઓ અને મુશ્કેલીઓથી વાકેફ હોય. તેઓ જાણે છે કે તેઓને આપણી પાસેથી સારું અને ખરાબ વારસામાં મળ્યું છે અને તે જે છે તે છે. તેઓ જે ઈચ્છે છે તે કરવા માટે તેઓ સ્વતંત્ર છે.

રહેમાન હિન્દુમાંથી મુસ્લિમ બન્યા

રહેમાનનો જન્મ એક હિંદુ પરિવારમાં થયો હતો પરંતુ ધર્માંતરણ બાદ તેણે પોતાનું નામ બદલીને અલ્લા રખા રહેમાન રાખ્યું હતું. કહેવાય છે કે 1989માં રહેમાનની નાની બહેન બીમાર પડી હતી. ડોકટરોએ તેના બચવાની આશા છોડી દીધી હતી. આ પછી રહેમાને તેની બહેન માટે મસ્જિદોમાં પ્રાર્થના કરી અને ટૂંક સમયમાં જ તેની પ્રાર્થના પૂર્ણ થઈ અને બહેન સ્વસ્થ થઈ ગઈ. આ ચમત્કાર જોઈ રહેમાને ઈસ્લામ કબૂલ કર્યો. તમને જણાવી દઈએ કે, રહેમાનની પત્નીનું નામ સાયરા બાનુ છે. રહેમાને 12 માર્ચ 1995ના રોજ સાયરા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન સમયે રહેમાનની ઉંમર 27 વર્ષની હતી જ્યારે સાયરાની ઉંમર 21 વર્ષની હતી. તેમને બે પુત્રીઓ ખતીજા અને રહીમા છે, જ્યારે પુત્રનું નામ અમીન છે.

આ પણ વાંચો : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનની પૂર્વ પત્ની રેહમ ખાન પર હુમલો, ટ્વીટ કરીને આપી જાણકારી

આ પણ વાંચો : RRRના ઈન્ટરવલ સીનના શૂટિંગ માટે રોજનો થયો લાખો રૂપિયાનો ખર્ચ, ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીએ કર્યો ખુલાસો

Next Article