ગ્રેમી એવોર્ડમાં એ આર રહેમાન સાથે તેનો પુત્ર અમીન પણ જોવા મળ્યો, જુઓ VIDEO

|

Apr 05, 2022 | 2:15 PM

એઆર રહેમાનનો પુત્ર અમીન, ગ્રેમી એવોર્ડમા BTS સભ્યો સાથે પોઝ આપતો જોવા મળે છે. આ ઉપરાંત ઈવેન્ટનો એક વીડિયો અમીને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ગ્રેમી એવોર્ડમાં એ આર રહેમાન સાથે તેનો પુત્ર અમીન પણ જોવા મળ્યો, જુઓ VIDEO
AR Rahman and his son Ameen spotted in grammy award

Follow us on

Video : સિંગર એ.આર. રહેમાન(AR RAHMAN)  64મા વાર્ષિક ગ્રેમી એવોર્ડમાં BTS સભ્યો સાથે જોવા મળ્યો હતો સાથે જ એ આર રહેમાનો પુત્ર અને પ્લેબેક સિંગર અમીન રહેમાન (Ameen Rahman) પણ પુરસ્કાર ઈવેન્ટમાં જોવા મળ્યો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર અમીને ઈવેન્ટમાં ક્લિક કરેલી બે તસવીરો શેર કરી છે.એક તસવીરમાં અમીન ઈવેન્ટમાં જિમિન સાથે પોઝ આપતો જોવા મળે છે. સાથે જ BTS મેમ્બર જિન અને જે-હોપ પણ બેકગ્રાઉન્ડમાં જોવા મળ્યા હતા.જિમિને ટર્ટલનેક શર્ટ અને મેચિંગ પેન્ટ પર ચમકદાર જેકેટ પહેર્યું હતું.સાથે જ તેણે ડાર્ક સનગ્લાસ પહેર્યા છે.જ્યારે અમીને બહુ રંગીન શર્ટ, ડાર્ક પેન્ટ અને સિલ્વર શૂઝ સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો હતો.

આ ઉપરાંત અમીન દ્વારા તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કરવામાં આવેલ એક વીડિયોમાં એઆર રહેમાન ટેબલ પાસે ઊભેલા જોવા મળે છે, જ્યાં BTS સભ્યો પણ જોવા મળે છે. સાથે જ રહેમાન  સંગીત નિર્માતા ડેવિડ ચુઆ બૂન ઘી સાથે વાતચીત કરતો જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, એઆર રહેમાને પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમીનની પોસ્ટ શેર કરી છે.

જુઓ વીડિયો

ભારતીય અમેરિકન સિંગર ફાલ્ગુની શાહે વિદેશમાં દેશનું નામ રોશન કર્યું

સંગીતની દુનિયામાં સૌથી લોકપ્રિય એવોર્ડ ‘ગ્રેમી એવોર્ડ્સ’(Grammy Awards) છે. આ ઈવેન્ટમાં જે વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા તેમાં ભારતીય મૂળના બે લોકોનો પણ સમાવેશ થાય છે. જેમાંથી એક ભારતીય અમેરિકન સિંગર ફાલ્ગુની શાહ છે. આવી સ્થિતિમાં દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. વિજેતા જાહેર થયા બાદ હવે PM મોદીએ સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ કરીને ગાયિકા ફાલ્ગુની શાહને (Indian American Singer Falguni Shah) અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi)કહ્યું કે, તેણે પોતાની કળાથી દેશનું નામ રોશન કર્યું છે .

ગ્રેમી એવોર્ડ ફંક્શનના સમાપન બાદ પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં પીએમ મોદીએ ભારતીય મૂળની ભારતીય અમેરિકન સિંગર ફાલ્ગુનીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ તેમની પોસ્ટમાં કહ્યું- ‘મુબારક ફાલ્ગુની શાહ…. તમને શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો છે. તમને તમારા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

આ પણ વાંચો : Grammy Awards : ભારતીય મૂળની સિંગર ફાલ્ગુની શાહે વિદેશમાં દેશનું નામ રોશન કર્યું, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો : ગ્રેમી એવોર્ડ જીતનારી પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયક અરુજ આફતાબ કોણ છે ? જાણો અહીંયા

Published On - 2:15 pm, Tue, 5 April 22

Next Article