Anupama Spoiler Alert સ્ટાર પ્લસ ટીવી શો (tv serial ) અનુપમા તેના ટ્વિસ્ટ માટે ખૂબ પ્રખ્યાત છે. સ્ટોરીમાં દરરોજ આવતા ટ્વિસ્ટ દર્શકોને આ શો સાથે જોડી રાખે છે. અત્યાર સુધી દર્શકોએ જોયું છે કે, અનુપમા પોતાના દિલની વાત કહીને અનુજ સાથે લગ્નની જાહેરાત કરે છે.જે પછી અનુપમા (Anupama) ખૂબ જ ખુશ છે કારણ કે તે એક નવું જીવન શરૂ કરવા જઈ રહી છે. જો કે અનુપમાને જીવનમાં કંઈ પણ એટલું સરળ નથી લાગતું, આ દર્શકો સારી રીતે જાણે છે. આવનારા એપિસોડમાં દર્શકો જોશે કે અનુપમાની ખુશી જલ્દી જ જોવા મળશે.
અનુપમા અભિનેત્રી રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દર સોમવારે, રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના એટલે કે ટીવીના અનુજ અને અનુપમા તેમના ચાહકો માટે કેટલીક પોસ્ટ શેર કરે છે. બંનેએ ફેન્સની ડિમાન્ડ પર આ વીડિયો પણ શેર કર્યો છે.
આ વીડિયો રૂપાલી ગાંગુલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે, અનુપમા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘અનુજની અનુપમા… અનુપમાના અનુજને સોરી કહી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ મોહસીન ખાને પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
સ્ટાર પ્લસની સુપરહિટ ટીવી સિરિયલ અનુપમા આ દિવસોમાં જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે. અનુપમાએ પ્રતિજ્ઞા લીધી છે કે. તે અનુજ કાપડિયા સાથે લગ્ન કરીને જ રહેશે. તો બીજી તરફ પરિવારના સભ્યોથી લઈને પાડોશીઓ પણ તેને આ માટે ટોણા મારી રહ્યા છે. અનુપમાના આગામી એપિસોડમાં બતાવવામાં આવશે કે હવે તે આ બાબતોથી પરેશાન નથી અને હવેથી તે એ જ કામ કરશે જેમાં તેને આનંદ મળે. જોવાનું એ રહે છે કે અનુપમાનો આ નિર્ણય કેટલા દિલને તોડે છે?
તમને જણાવી દઈએ કે વનરાજ શાહ અનુપમાના જીવનને બરબાદ કરવા માટે કોઈ મોટી યોજના પણ બનાવી રહ્યા છે.