અનુ મલિક સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, આ દેશભક્તિ ગીતમાં ઈઝરાયેલના રાષ્ટ્રગીતની ધૂન ચોરવાનો આરોપ

ઈઝરાયેલના જિમ્નાસ્ટ ડોલ્ગોપાયતની જીત બાદ અચાનક અનુ મલિક ટ્વિટર પર ટ્રેન્ડ થવાનું શરૂ થયું. અનુ કોઈ સકારાત્મક કારણોસર નહીં પરંતુ કોપી કરવાના આરોપમાં ટ્રેન્ડ કરી રહ્યા છે.

અનુ મલિક સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, આ દેશભક્તિ ગીતમાં ઈઝરાયેલના રાષ્ટ્રગીતની ધૂન ચોરવાનો આરોપ
Anu Malik is being trolled on social media
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:34 AM

ઇઝરાયેલના જિમ્નાસ્ટ ડોલ્ગોપયાતે (Dolgopyat) જિમ્નાસ્ટિકમાં ગોલ્ડ મેડલ જીત્યો. પરંતુ કોણ જાણતું હતું કે આ જીત બાદ ભારતીય સિંગર અને કમ્પોઝર અનુ મલિક ટ્રોલ થવા લાગશે. હકીકતમાં ડોલ્ગોપાયતની જીત પછી, તેમના દેશનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું. આ દરમિયાન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તે પછી લોકોએ અનુ મલિકને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

નેટીઝનો અનુને ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અનુ મલિકના ગીત ‘મેરા મુલ્ક મેરા દેશ’ (Mera Mulk Mera Desh) નું મ્યુઝીક ઇઝરાયલના રાષ્ટ્રગીત સાથે મળતું આવે છે.

હવે સૌ અનુ મલિકને ટ્રોલ કરી રહ્યા છે, અને તેની મજાક ઉડાવી રહ્યા છે. ઘણા લોકો અનુ મલિકને આવી કોપી કરવાના આરોપ લગાવીને તેને નિશાન બનાવી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે અનુ મલિકને કોપી કરવા માટે બીજા દેશનું રાષ્ટ્રગીત જ મળ્યું?

જુઓ શું છે લોકોના રિએક્શન

https://twitter.com/DevDesaiDx/status/1421889038596804608

તમને જણાવી દઈએ કે અનુ માલિક બોલીવુડના મોટા સંગીતકાર છે અને તેમણે તુમસે મિલકે દિલ કા હૈ જો હાલ, એલી રે એલી ક્યા હૈ યે પહેલી, બાઝીગર ઓ બાઝીગર, છમ્મા-છમ્મા જેવા ઘણા હિટ ગીતો આપ્યા છે.

વિવાદોમાં ઘણી વખત નામ

તમને જણાવી દઈએ કે અનુ મલિક ઘણા વિવાદો સાથે સંબંધ ધરાવે છે. MeToo ચળવળ દરમિયાન, નેહા ભસીન, શ્વેતા પંડિત અને સોના મહાપાત્રા સહિત અનેક મહિલા ગાયકો દ્વારા તેમના પર જાતીય સતામણીનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો.

આરોપો લાગ્યા બાદ અનુ મલિકે ઇન્ડિયન આઇડલ શો છોડી દીધો હતો. જો કે, શો છોડ્યા બાદ અનુએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે તેની સામેના તમામ આરોપો ખોટા છે.

શો પર ફર્યા પાછા

જોકે અનુ મલિક હવે શોમાં પરત ફર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી તે શોમાં જજ તરીકે જોવા મળે છે. શોમાં અનુની વાપસી પર, સોના મહાપાત્રાએ ચેનલ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પરંતુ તેમ છતાં, અનુ હજી પણ શોનો એક ભાગ છે.

 

આ પણ વાંચો: Bigg Boss OTT: આ મિત્રને કારણે કરણ જોહર નથી જઈ શકતા બિગ બોસના ઘરની અંદર, કોણ છે તે મિત્ર?

આ પણ વાંચો: Janhvi Kapoorએ કર્યો તેના ડ્રીમ મેરેજનો ખૂલાસો, આવા ધામધૂમથી અભિનેત્રીને કરવા છે લગ્ન