બોલીવૂડના એક્ટરની OTT પર એન્ટ્રી, હ્રીતિક રોશન વેબ સીરીઝમાં કરશે કામ

|

Dec 29, 2020 | 3:23 PM

OTT પ્લેટફોર્મની દુનિયા વિસ્તરતી જઈ રહી છે. ધીમે ધીમે મોટા પરદાના કલાકારો પણ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર ચમકવા લાગ્યા છે. વાર તહેવારે કોઈના કોઈ બોલીવૂડના કલાકારના OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાના સમાચાર આવતા જ રહે છે. તાજેતરમાં મળેલી માહિતી મુજબ બોલીવૂડના ગ્રીક ગોડ તરીકે ઓળખાતા હ્રીતિક રોશન પણ OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવા જઈ રહ્યા […]

બોલીવૂડના એક્ટરની OTT પર એન્ટ્રી, હ્રીતિક રોશન વેબ સીરીઝમાં કરશે કામ

Follow us on

OTT પ્લેટફોર્મની દુનિયા વિસ્તરતી જઈ રહી છે. ધીમે ધીમે મોટા પરદાના કલાકારો પણ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર ચમકવા લાગ્યા છે. વાર તહેવારે કોઈના કોઈ બોલીવૂડના કલાકારના OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવાના સમાચાર આવતા જ રહે છે. તાજેતરમાં મળેલી માહિતી મુજબ બોલીવૂડના ગ્રીક ગોડ તરીકે ઓળખાતા હ્રીતિક રોશન પણ OTT પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.

છેલ્લે વોર ફિલ્મ બાદ હ્રીતિક રોશનની કોઈ નવી ફિલ્મના સમાચાર નહોતા. પરંતુ તાજેતરમાં આવેલા સમાચાર હ્રીતિક ફેન્સને ખુશ કરી દેશે. મળેલી માહિતી અનુસાર ડીઝની+હોટસ્ટાર સાથે મળીને હ્રીતિક વેબ સીરીઝ કરવા જઈ રહ્યા છે. આ વેબ સીરીઝ ખૂબ જ સફળ અને લોકપ્રિય બ્રિટીશ સીરીઝ ધ નાઇટ મેનેજર પર આધારિત હશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

તમને જણાવી દઈએ કે આ વેબ સીરીઝમાં હ્રીતિક એક એજન્ટની ભૂમિકા નિભાવશે. જેમાં તેઓ સરકારી એજન્ટ તરીકે મોટા સિક્રેટ મિશન પર કામ કરતા જોવા મળશે. પરંતુ પોતાની ઓળખ છુપવાવા માટે તેઓ એક મોટી હોટલમાં નાઈટ મેનેજર તરીકે કામ કરતા જોવા મળશે. આવતા વર્ષે માર્ચમાં આનું શુટિંગ શરૂ થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

Next Article